Ahmedabad News: લાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, બે લોકો ફસાયા હોવાની આશંકા
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મેમ્કો બ્રિજ નીચે ફરી એકવાર આગની ગંભીર ઘટના સામે આવી છે. અંબિકા એસ્ટેટમાં આવેલી એક લાકડાની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગમાં બે વ્યક્તિઓ ફેક્ટરીની અંદર ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.બચાવ કામગીરી અને ફાયર ફાઈટર્સની દોડધામ આગ લાગવાની ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. લાકડાનો જથ્થો હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફેક્ટરીમાં કામ કરતા બે શ્રમિકો અંદર ફસાયા છે, જેમને હેમખેમ બહાર કાઢવા માટે ફાયર ફાયટરો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આગનું કારણ અકબંધ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, પરંતુ ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને ભીડને કાબૂમાં કરવા તેમજ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પ્રયાસો કરી રહી છે. ફેક્ટરીમાં રહેલા લાકડાના મોટા જથ્થાને કારણે આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. આ પણ વાંચો - Ahmedabad: ચાઈનીઝ દોરીના કાળા કારોબાર પર પોલીસનો મોટો પ્રહાર, ફેક્ટરી માલિક વિરેન પટેલની ધરપકડ
Read Full Story arrow_forward