android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Narmada:ભક્તો સોમનાથ દાદાના દર્શન કરવા માટે સૌરાષ્ટ જવા રવાના
calendar_today January 9, 2026

Narmada:ભક્તો સોમનાથ દાદાના દર્શન કરવા માટે સૌરાષ્ટ જવા રવાના

સોમનાથ મહાદેવ મંદિર ઉપર આક્રમણખોરોના હુમલાની ઘટનાને એક હજાર વર્ષ પૂર્ણ થયા છે. આજે સોમનાથ મહાદેવ મંદિર ગગને આંબતી ધજા સાથે ભારતના ગૌરવપુર્ણ ઇતિહાસનુ સાક્ષી બનીને લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યુ છે અને બીજી તરફ આક્રમણખોરો ઇતિહાસમાં ખોવાઇ ગયા છે.1000 વર્ષ પુર્ણ થવાની આ ઘટનાની ભારતભરમાં ઉજવણી થઇ રહી છે ત્યારે નર્મદા જિલ્લામાંથી પણ સેંકડો ભક્તો સોમનાથ મંદિર ખાતે દર્શન કરવા માટે સૌરાષ્ટ્ર જવા રવાના થયા છે.ભક્તો રવાના થતા પહેલા દેડિયાપાડા મહાબળેશ્વર મહાદેવ મંદિરે 72 કલાક શિવ ધૂન યોજાઇ હતી. આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ મહાબળેશ્વર મહાદેવ મંદિરે ઉપસ્થિત શિવ ભક્તોને પ્રેરણા આપી હતી. આ પ્રસંગે નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય હિતેશ વસાવા, દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા, રણજીત ટેલર અને અન્ય ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chotila: પ્રાંત દ્વારા અસામાજિક પ્રવૃત્તિ નાથવા તડીપારની દરખાસ્ત મંગાવાઈ
calendar_today January 9, 2026

Chotila: પ્રાંત દ્વારા અસામાજિક પ્રવૃત્તિ નાથવા તડીપારની દરખાસ્ત મંગાવાઈ

ચોટીલા ડેપ્યુટી કલેકટર દ્વારા ત્રણ તાલુકાના અસામાજિક પ્રવૃતીઓ સાથે સંકળાયેલા અને સરકારી જમીન ઉપર કરેલા બાંધકામવાળા 88 શખ્સોની સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પાસેથી દરખાસ્ત મંગાવી તડીપારની કાર્યવાહી હાથ ધરાતા ફફળાટ વ્યાપી ગયેલ છે.વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર થાનગઢ,ચોટીલા અને મૂળી વિસ્તારમાં ગેરકાયદેસર કાર્બોસેલ અને સફેદ માટીના ખનન સાથે સંકળાયેલા, હોટેલ સહિતની જગ્યાએ ગેરકાયદેસર બાયોડીઝલ, કેમીકલનો વેપલો કરનારા અને સરકારી જમીન ઉપર પાકા દબાણ કરી ગેરકાયદેસર બાંધકામ કરનારા શખ્સો સામે ચોટીલા ડેપ્યુટી કલેકટર સકંજો કસવાનુ શરૂ કર્યુ છે.ત્રણ તાલુકાના કુલ 88 શખ્સોની યાદી બનાવી પુરાવા સાથે સુરેન્દ્રનગર એસ.પી.પાસેથી આ તમામને તડીપાર કરવા માટેની પોલીસ પાસેથી દરખાસ્ત મંગાવાઇ છે. આ બાબતે ડેપ્યુટી કલેકટરે જણાવેલ કે અસામાજિક પ્રવૃતીઓ, ખનીજ ચોરી અને સરકારી જમીન ઉપર દબાણ બાંધકામ અટકાવવા માટે આવી પ્રવૃતીઓ સાથે સંકળાયેલાની પોલીસ પાસેથી દરખાસ્ત મંગાવી છે સાથે બીજી યાદી પણ તૈયાર થઇ રહી છે આ લોકોને તડીપાર કરાયા બાદ ફરીથી બીજા લોકોની પણ કાર્યવાહી હાથ ધરાશે.આમ એક સાથે 88 શખ્સોની તડીપાર કરવાની કાર્યવાહી હાથ ધરતા અસામાજીક તત્વોમાં ફફળાટ વ્યાપી ગયેલ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Halvad: કડિયાણા પાસે દારૂના કટીંગ વખતે જ LCBનો દરોડો
calendar_today January 9, 2026

Halvad: કડિયાણા પાસે દારૂના કટીંગ વખતે જ LCBનો દરોડો

હળવદ તાલુકાના કડીયાણા અને માથક વચ્ચે ખરાબાની જગ્યામાં દારૂનો જથ્થો ઉતારી બુટલેગરો કટીંગ કરે તે પહેલાં જ મોરબી એલસીબી પોલીસ ત્રાટકી હતી અને પોલીસે રૂ.3.4 લાખના દારૂના જથ્થાને જપ્ત કરી બે આરોપીઓ સામે નામજોગ હળવદ પોલીસ માથકે ગુનો નોંધાવ્યો છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના કડીયાણાથી માથક જવાના રોડ પર કડીયાણા ગામની સીમમાં ખરાબાની જગ્યામાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની ચોક્કસ બાતમી મોરબી એલસીબી પોલીસને મળી હતી.જેથી ગુરુવાર ની રાત્રીના ત્રણ વાગ્યાની આસપાસ એલસીબી પોલીસ ઘટના સ્થળે પહોંચતા 360 બોટલ દારૂ તેમજ 1872 બોટલ ચપલાની મળી આવ્યા હતા. જેથી પોલીસે 3,0,4776 રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરી મોરબીના રાહુલ ઉર્ફે ધમો કોળી તેમજ હળવદનો લાલો કોળી સહિત બે વ્યક્તિઓ સામે હળવદ પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે. બીજી તરફ્ મોડી રાત્રીના એલસીબી પોલીસની કાર્યવાહી દરમિયાન ઉપરોક્ત બંને આરોપીઓ હાજર મળી ન આવ્યા હતા. જેથી બંનેને ફરાર દર્શાવી ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward