android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Deesa: ડીસાના વડાવલ ગામે બનાસ નદીમાં દિવસ-રાત ખનન, ભવિષ્યમાં નદી નામની રહી જશે
calendar_today January 9, 2026

Deesa: ડીસાના વડાવલ ગામે બનાસ નદીમાં દિવસ-રાત ખનન, ભવિષ્યમાં નદી નામની રહી જશે

ડીસા તાલુકાના જૂનાડીસા વાસણા અને વડાવલ ગામની હદમાં આવેલી બનાસ નદી આજકાલ બિનઅધિકૃત ખનનની ચપેટમાં છે. રાજકીય નેતાઓની ખુલ્લી ભલામણ અને આડકતરા આશ્રાયથી ખનીજ માફ્યિાઓ નદીના વિશાળ પટમાં દિવસ રાત બેફામ રીતે રેતી ઉપાડી રહ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિએ સમગ્ર વિસ્તારને પર્યાવરણીય જોખમમાં મૂકી દીધો છે.સ્થાનિક તંત્રથી માંડીને ખનિજ વિભાગ અને પોલીસ તંત્ર સુધીની ચૂપકીદી અનેક સવાલો ઊભા કરે છે. ગ્રામજનો વારંવાર ફરિયાદો કરતા હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી જેથી ભારે વાહનો દ્વારા સતત રેતીનું વહન રહ્યું છે. બનાસ નદીનું ખુલ્લે આમ ચિરહરણ થતા કુદરતી પ્રવાહમાં ખલેલ પહોંચતા ભૂગર્ભ જળસ્તરને પણ ગંભીર અસર પહોંચી રહી છે. આ સમગ્ર કાંડમાં રાજકીય દબાણને કારણે અધિકારીઓ આંખ મીંચી બેઠા હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે. જો તાત્કાલિક અને કડક કાર્યવાહી નહીં થાય તો બનાસ નદી માત્ર નામની નદી બની રહેશે અને પ્રકૃતિની આ અમૂલ્ય ભેટ લૂંટાઈ જશે. ત્યારે જનતા માંગ કરી રહી છે કે ઉચ્ચ સ્તરે તપાસ કરીને જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવશે ખરા ? ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahegam: કડજોદરા દેવકરણ મુવાડા પંથકમાં ફરી દીપડો દેખાયો
calendar_today January 9, 2026

Dahegam: કડજોદરા દેવકરણ મુવાડા પંથકમાં ફરી દીપડો દેખાયો

દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખાત્રીબા કેનાલના જંગલમાં દીપડાની દહેશત દોઢ પોણા બે વર્ષ બાદ ફરીવાર વ્યાપી છે. ગોપાલપુરા ગલેવાના એક ખેડૂતે રાત્રે એક વાગે ખાત્રીબા કેનાલ પાસે દીપડો જોયો હોવાના દાવો કર્યો છે અને પોતે બાઇક લઇને જીવ બચાવીને ભાગીને ઘરે પહોંચ્યા હતા. બોભા ગામે ભજનમાં ગયેલા ખેડૂતે પરત ઘરે આવતી વખતે દીપડો જોયાનો દાવો કર્યો હતો. અન્ય બીજી એક ઘટનામાં કેસરપુરામાં ત્રણેક દિવસ પહેલાં એક પાડી ઉપર કોઇ જંગલી પ્રાણીએ હુમલો કરીને ફંફો.ડી નાખી હતી. જેમાં પાડી અધમુવા જેવી થઇ ગઇ હતી. ગામ આખુ ભેગુ થઇ ગયુ હતુ પરંતુ આ ઘટનામાં દીપડાની વાત નકારવામાં આવી છે અને અન્ય કોઇ હિંસક પ્રાણી હોવાની ચર્ચાઓ ચાલી હતી. પરંતુ છેલ્લા એક અઠવાડીયાથી પંથકમાં ફરીવાર દીપડો કે અન્ય કોઇ જંગલી પ્રાણીની દહેશત ફેલાઇ છે અને ખેડૂતો ખેતરોમાં જતા પહેલાં તૈયારી સાથે તેમજ સતર્ક રહેવા લાગ્યા હોવાની વિગતો છે. દહેગામ રેન્જના બી.ટ ફોરેસ્ટ અધિકારીઓએ તપાસ કરી હતી. જેમાં ગ્રામજનોએ બનાવેલા વીડિયોમાં દીપડો નહીં પરંતુ વરુ કે શિયાળ કુળનું કોઇ અન્ય જંગલી પ્રાણી જેવું દેખાતુ હોવાની વિગતો જણાવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: આરોગ્યની ટીમોનો ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ થયું : 7,305થી વધુ ઘરોનો સંપર્ક
calendar_today January 9, 2026

Gandhinagar: આરોગ્યની ટીમોનો ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ થયું : 7,305થી વધુ ઘરોનો સંપર્ક

ગાંધીનગર શહેરમાં વગર ચોમાસાએ પાણીજન્ય રોગચાળો વકરતાં આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. આરોગ્યની ટીમો દ્વારા છેલ્લા ઘણા સમયથી ઘરે-ઘરે સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.આજે 7,305થી વધુ ઘરોનો સંપર્ક કરવામાં આવ્યો હતો તથા 30,192ની વસતીને આવરી લેવામાં આવી હતી. સર્વેલન્સની કામગીરી રાઉન્ડ ધ ક્લોક ચાલી રહી છે. સ્થળ પર જ ઓપીડી શરૂ કરી દેવાઈ છે. સેક્ટર-24 તથા સેક્ટર-29ના અર્બન હેલ્થ સેન્ટરની ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે. ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર, આશાબહેનોને સર્વેમાં ઉતારવામાં આવી છે. આજે પણ આ ટીમોએ ઘરેઘરે જઈને લોકોનો સંપર્ક કરીને તેમની ફરિયાદો સાંભળી હતી. આજે બીજા 30 હજારથી વધુ પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ પરિવારોને આજે 3,845 ક્લોરીનની ટેબલેટ તથા 2,846 ઓઆરએસના પેકેટ અને 3,000 પત્રિકાઓની વહેંચણી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ક્લોરિનેશનની પાણીમાં માત્રા પણ રોજેરોજ ચકાસવામાં આવી રહી છે. આજરોજ 607 ક્લોરિન ટેસ્ટ કરવામાં 3 નેગેટિવ અને 604 પોઝિટિવ આવ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward