Gandhinagar: વડાપ્રધાન રવિવારે મહાત્મા મંદિર સ્ટેશનથી મેટ્રોરેલને લીલીઝંડી આપશે
ગાંધીનગર પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી રવિવારના રોજ મહાત્મા મંદિર સ્ટેશનથી મેટ્રોરેલને લીલીઝંડી આપશે. તેમની સાથે મહેમાન તરીકે પધારેલા જર્મન ચાન્સેલર પણ ઉપસ્થિત રહેશે.ઉલ્લેખનીય છેકે, તાજેતરમાં જ મેટ્રોરેલ ફેઝ-2નું કામ પુર્ણ થયુ છે. વડાપ્રધાનની લીલીઝંડી બાદ મેટ્રોરેલ છેક અમદાવાદથી ગાંધીનગરના અંતિમ સ્ટેશન મહાત્મામંદિર સુધી દોડશે. હાલ મેટ્રોરેલ સચિવાલય સ્ટેશન સુધી આવે છે. જ્યારે ત્યાંથી અક્ષરધામ, જુના સચિવાલય , સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિર સ્ટેશનનું કામ ચાલતુ હોય આ સ્ટેશનોને મેટ્રોનો લાભ મળતો નહતો. જોકે બાકી રહેલા આ સ્ટેશનોના કામ પુર્ણ થયા છે. રૂટ પર મેટેટ્રેન દોડાવવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. તાજેતરમાં જ મેટ્રોના ઉચ્ચઅધિકારીઓએ બાકી રહેલા રૂટ પર ટ્રાયલ રન પણ યોજી હતી. દરમિયાન આગામી 11થી 12મી જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર પધારવાના હોય તેમના હસ્તે મેટ્રોરેલને લીલીઝંડી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.વડાપ્રધાન રવિવારે સાંજે મહાત્મા મંદિર સ્ટેશન ખાતેથી મેટ્રોરેલને લીલીઝંડી આપશે. આ સાથે જ ગાંધીનગરથી છેક અમદાવાદના અંતિમ સ્ટેશન સુધી લોકોને મેટ્રોરેલનો લાભ મળશે. અત્યાર સુધી સચિવાલય સુધી દોડતી મેટ્રોરેલ આ સાથે જ મહાત્મા મંદિર સુધી દોડશે. વચ્ચે આવતા ઉપરોક્ત સ્ટેશનોને આ નિમિત્તે શણગારવામાં આવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward