android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand: ખેતરમાં રોઝ ભગાડવા મુદ્દે બે પરિવારો વચ્ચે મારામારી થઈ
calendar_today January 9, 2026

Anand: ખેતરમાં રોઝ ભગાડવા મુદ્દે બે પરિવારો વચ્ચે મારામારી થઈ

ઉમરેઠ તાલુકાના સરદારપુરા સીમમાં આવેલી ગોહિલી તલાવડી વીસ વિસ્તારના ખેતરમાં રોઝ ભગાડવાની બાબતે બે પરિવારો વચ્ચે મારામારી થતાં છને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. આ અંગે ભાલેજ પોલીસે બંને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરીને ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.મળતી માહિતી મુજબ ફરિયાદી મનુભાઈ ગોતાભાઈ ઠાકોરે આપેલી પોતાની ફરિયાદીમાં જણાવ્યું છે કે, ગત છઠ્ઠી તારીખના રોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે તેમના બંને પુત્રો સુનિલ અને ઘનશ્યામે તેમના ખેતરમાંથી રોઝ ભગાડતાં પડોશી કનુ કિશાભાઈ બારૈયાના ખેતરમાં રોઝ ગયા હતા. જેથી ધ્રુવીલ કનુભાઈ બારૈયા તથા અશ્વિન કનુભાઈ બારૈયાએ બંનેએ ગમે તેમ અપશબ્દો બોલીને જણાવેલ કે, અમારા ખેતર બાજુ રોઝ કેમ મોકલો છો તેમ કહેતાં તેમને અપશબ્દો બોલવાની ના પાડતાં જ ધ્રુવીલ લોખંડની પાઈપ અને અશ્વિન ધારીયું લઈને આવી પહોંચ્યો હતો અને ધ્રુવીલે લોખંડની પાઈપ ઘનશ્યામને ડાબા હાથમાં મારી દેતાં ફ્રેક્ચર થઈ જવા પામ્યું હતું. સુનિલ ગભરાઈને ત્યાંથી ભાગવા જતાં ધ્રુવીલે તેને પણ લોખંડની પાઈપ ડાબા હાથે મારી દેતાં તેને પણ ફ્રેક્ચર થઈ જવા પામ્યું હતું. મનુભાઈ છોડાવવા વચ્ચે પડતાં અશ્વિને ધારીયું મારવા જતાં તેઓ નમી ગયા હતા. જેથી માથાના પાગળના ભાગે વાગી જતાં ચામડી ચીરાઈને લોહી નીકળ્યું હતું એ સાથે જ મનુભાઈ નીચે પડી જતાં બંને શખ્સોએ આજે તો બચી ગયા છો, ફરીથી અમારા ખેતરમાં રોઝ મોકલશો તો તમને જીવતા નહીં જવા દઈએ, તેવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જ્યારે સામાપક્ષે નીતાબેન કનુભાઈ બારૈયાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, રોઝ તેમના ખેતરમાં મોકલવા બાબતે સુનિલ મનુભાઈ ઠાકોરે ગમે તેમ અપશબ્દો બોલ્યા હતા. જેથી તેને અપશબ્દો નહીં બોલવાનું કહેતાં જ તે ઘરે જતો રહ્યો હતો. ત્યારબાદ અશ્વિનભાઈ નીતાબેન પાસે આવ્યા હતા. સુનિલ ઘરેથી લાકડી લઈ આવ્યો હતો અને ઘનશ્યામ ઠાકોર લાકડાનો ડંડો તેમજ મનુ ઠાકોર હાથમાં ધારીયું લઈને આવી પહોંચ્યા હતા અને આજે તો તમને મારવાના જ છે તેમ જણાવીને મનુ ઠાકોરે નીતાબેનના માતાના માથામાં ધારીયું મારતાં કપાળ ઉપર ઈજાઓ થવા પામી હતી. નીતાબેન પોતાની માતાને છોડાવવા વચ્ચે પડતાં સુનિલે લાકડીથી તેમજ મનુ ઠાકોર અને ઘનશ્યામ ઠાકોરે પણ લાકડીથી માર મારીને તેમજ ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nadiad: ખેડા જિલ્લામાં 24 સીએસસી સેન્ટરોના આઈડી બ્લોક
calendar_today January 9, 2026

Nadiad: ખેડા જિલ્લામાં 24 સીએસસી સેન્ટરોના આઈડી બ્લોક

ખેડા જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી) ખાતે નિયમોના પાલન મુદ્દે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.નક્કી કરેલા નિયમોના ભંગ કરનારા 24 જેટલા સેન્ટરોના લોગિન આઇડી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે.જેને લઇને વીએલઇના સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જિલ્લા સીએસસી મેનેજર ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા હાલમાં 1200 થી વધુ સીએસસી સેન્ટરો કાર્યરત છે. નાગરિકોને વિવિધ સરકારી અને અર્ધ સરકારી સેવાઓ ઓનલાઇન પૂરી પાડવાની કામગીરી કરવામાં આવી છે. જો કે છેલ્લા કેટલાક સમયથી કેટલીક ફરિયાદો અને આંતરિક તપાસ દરમિયાન સામે આવ્યું હતું. જેમાં ઘણા સેન્ટરો પર નિયમોનું યોગ્ય પાલન થતું ન હતું.ખાસ કરીને રેટ લિસ્ટ ન લગાવવું અને પોલીસ ક્લિયરન્સ સર્ટીફિકેટ (પીસીસી) વિગેરે કામગીરીના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો હતો. આ બાબત ધ્યાને આવતાં પ્રાથમિક તબક્કે જિલ્લાના 24 કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી)ના આઇડી બ્લોક કરીને તેમની કામગીરી અટકાવી દેવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યુ ંહતું કે, જે સેન્ટરો પાસે સ્થાયી ઓફિસ નથી, સરકાર દ્વારા નિર્ધારિત રેટ ચાર્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા નથી . આ બાબતે તેમની સામે આ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત સીએસસી સંચાલકો એટલે વીએલઇ મિત્રો માટે હવે કડક માર્ગદર્શિકા અમલી બનાવવામાં આવી છે. દરેક સંચાલકે પોતાના સેન્ટર ફરજિયાત પણે બોર્ડ લગાવવા રહશે અને ગ્રાહકો જોઇ શકે તે રીતે સર્વિસ ચાર્જનું લિસ્ટ બોર્ડ મૂકવું પડશે. સૌથી મહત્વની બાબત એ છે કે દરેક સંચાલક પાસે પોલીસ ક્લિયરન્સ સર્ટીફિકેટ (પીસીસી) હોવું અનિવાર્ય છે. જો કોઇ સંચાલક આ નિયમોનો ભંગ કરશે તો તેમનું આઇડી પણ બ્લોક કરી દેવામાં આવશે. જયારે ડિજિટલ સેવાઓના નામે નાગરિકો સાથે છેતરપિંડી કે અનિયમિતતા સાંખી લેવામા આવશે નહી અને જરૂર પડયે તો સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. તેમ મનેજરે ઉમેર્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: આણંદ જિલ્લામાં ચાઈનીઝ દોરીનો વેપલો, ત્રણ ઝડપાયા
calendar_today January 9, 2026

Anand: આણંદ જિલ્લામાં ચાઈનીઝ દોરીનો વેપલો, ત્રણ ઝડપાયા

બોરસદ શહેર પોલીસે નિસરાયા ચોકડી પાસે આવેલા વાસણા ફાટક પાસે છાપો માર્યો હતો. જ્યાંથી સંજય રમણભાઈ તળપદા (રહે. બોરસદ)ને ચાઈનીઝ દોરીના ત્રણ ફિરકા સાથે ઝડપી પાડયો હતો.જેની કિંમત રૂ. 600 જેટલી થવા જાય છે. બીજા બનાવમાં પેટલાદ શહેર પોલીસે જોગણ ગામની નહેર ઉપર આવેલા કેસર ફાર્મના બોર્ડ પાસે છાપો મારીને રવિ ઉર્ફે ગોપી રસીકભાઈ પારેખ (રહે. જોગણ)ને ચાઈનીઝ દોરીના 23 ફિરકા સાથે ઝડપી પાડયો હતો. જેની કિંમત રૂ. 15,500 જેટલી થવા જાય છે. જ્યારે આંકલાવ પોલીસે મળેલી માહિતીના આધારે અંબાલી રોડ, નાની નહેર ઉપર છાપો માર્યો હતો. જ્યાં એક શખ્સ બર્ગમેન મોણેડ ઉપર ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસે તેની પાસેના થેલાની તપાસણી કરતાં અંદરથી ચાઈનીઝ દોરીના કુલ 12 ફિરકા મળી આવ્યા હતા. જેની કિંમત રૂ. 3,600 જેટલી થવા જાય છે તે મળી આવ્યા હતા. પોલીસે પકડાયેલા શખ્સનું નામઠામ પુછતાં તે રહીમ છત્રસિંહ પરમાર (રહે. ભેટાસી વાંટામાં પીઠા પાસે)નો હોવાનું જણાવ્યું હતું. પોલીસે કુલ રૂ. 53,600નો મુદ્દામાલ જપ્ત કરીને પડકાયેલા રહીમની પુછપરછ કરતાં ઉક્ત ચાઈનીઝ દોરીનો જથ્થો તે આરીફ રાજેશભાઈ પરમાર પાસેથી વેચાણ કરવા માટે લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. જેથી બંને વિરૂદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward