android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: આજથી ગાંધીનગરમાં રાષ્ટ્રીય ખનીજ ચિંતન શિબિર
calendar_today January 9, 2026

Gandhinagar: આજથી ગાંધીનગરમાં રાષ્ટ્રીય ખનીજ ચિંતન શિબિર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના ખનિજ મંત્રાલય દ્વારા મહાત્મા મંદિરમાં યોજાઇ રહેલી રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિરમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, નવા ભારતના નિર્માણનો રોડમેપ તૈયાર કરવાનું સક્ષમ મંચ આ ચિંતન શિબિર બનશે.કેન્દ્ર સરકારના ખનિજ મંત્રાલયની પ્રથમ રાષ્ટ્રીય ચિંતન શિબિરનું મહાત્મા મંદિરમાં ત્રણ દિવસ માટે આયોજન થયું છે અને દેશના વિવિધ રાજ્યોના ખાણ ખનિજ મંત્રીઓ તથા પદાધિકારીઓ અને સ્ટેક હોલ્ડર્સ તેમાં ભાગ લઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ આ ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કેન્દ્રીય મંત્રીઓ સર્વ જી.કિશન રેડ્ડી, સી.આર પાટીલ તથા બિહારના ઉપમુખ્યમંત્રી અને રાષ્ટ્રીય ખાણ ખનિજ રાજ્યમંત્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. ઉદ્યોગો અને અર્થવ્યવસ્થાનો મહત્વનો આધાર સ્તંભ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ખાણ ખનિજ દેશના ઉદ્યોગો અને અર્થવ્યવસ્થાનો મહત્વનો આધાર સ્તંભ છે. એ આધાર સ્તંભને વધુ મજબૂત બનાવીને દેશના વિકાસને નવી ગતિ આપવાનું પ્લેટફોર્મ સામૂહિક ચિંતન મંથનથી આ શિબિર પૂરું પાડશે.તેમણે કહ્યું કે, વડાપ્રધાન દેશને આત્મનિર્ભર બનાવવા દરેક સેક્ટરમાં હોલિસ્ટિક એપ્રોચ સાથે રિફોર્મ્સ લાવ્યા છે. માઇનિંગ સેક્ટર પણ આવા રીફોર્મ્સનું સાક્ષી રહ્યું છે. ક્લિયર પોલિસીઝ, પોલિટિકલ વિલ અને ટ્રાન્સપરન્ટ ગવર્નન્સના પરિણામે આ રિફોર્મ્સ શક્ય બન્યા છે એમ તેમણે ઉમેર્યું હતું. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનએ પ્રકૃતિ સાથે સંતુલન જાળવીને વિકાસની જે પરંપરા સ્થાપી છે તેમાં ગ્રીન માઈનિંગ, સાયન્ટિફિક રેક્લેમેશન અને ટેકનોલોજી બેઝ્ડ મોનિટરિંગથી માઈનિંગ સેક્ટરનો વિકાસ કર્યો છે.

Read Full Story arrow_forward
Bhavnagar : પાલીતાણામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ, જાહેરમાં કચરો પણ નહીં ફેંકી શકાય
calendar_today January 9, 2026

Bhavnagar : પાલીતાણામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ, જાહેરમાં કચરો પણ નહીં ફેંકી શકાય

ગુજરાત સરકાર દ્વારા પાલીતાણા શહેરનો પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરવામાં આવેલ છે તેમજ યાત્રાધામ પાલીતાણા ખાતે ભારત અને વિશ્વભરમાંથી હજારો યાત્રિકો શેત્રુંજય ગિરીરાજ પર્વત પર યાત્રા માટે આવે છે. શેત્રુંજય પર્વત અને તેની આસપાસનો વિસ્તાર અનામત જંગલ તરીકે જાહેર થયેલ છે. દર વર્ષે હજારો યાત્રાળુઓ અને પ્રવાસીઓ આ વિસ્તારમાં આવતા હોવાથી પ્લાસ્ટિક કચરાના કારણે પર્યાવરણ પ્રદુષણ, પવિત્ર સ્થળોની સ્વચ્છતા પર પ્રતિકુળ અસર તથા। વન્ય જીવ માટે જોખમ સર્જાઇ શકે છે. પ્લાસ્ટિક સામગ્રી જમીનમાં વિઘટીત થતી નથી. જેના કારણે જમીન, પાણી અને જૈવ વિવિધતાને ગંભીર નુકશાન થવાની શકયતા રહેલી છે. સીંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મિનીસ્ટ્રી ઓફ એનવાયરોન્મેન્ટ, ફોરેસ્ટ અને કલાઇમેટ ચેન્જ, નવી દિલ્હીના જાહેરનામાથી સીંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ અમલમાં છે. જેથી યાત્રાઘામની પવિત્રતા જળવાઈ રહે તથા પ્રદુષણ મુકત રહે તે માટે પાલીતાણા હાઇસ્કુલ, તળેટી રોડથી શરૂ કરી સમગ્ર શેત્રુંજય ડુંગરના આજુબાજુના ૫૦૦ મીટર હેઠળના વિસ્તારમાં પ્લાસ્ટિક વેસ્ટેજ/કચરો જાહેરમાં ફેકવા ઉપર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, પાલીતાણાના પત્રથી અભિપ્રાય સહ દરખાસ્ત રજુ થયેલ છે.જે દરખાસ્ત મુજબ જાહેરનામું પ્રસિધ્ધ કરવું યોગ્ય જણાય છે. કચરો જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધ રહેશે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ ની પેટા કલમ-(૧) હેઠળ મળેલ સત્તાની રૂઇએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફરમાવવામાં આવે છે કે, પાલીતાણા હાઇસ્કુલ, તળેટી રોડથી શરૂ કરી સમગ્ર શેત્રુંજય ડુંગરના આજુબાજુના ૫૦૦ મીટર હેઠળના વિસ્તારમાં ભારત સરકારશ્રીના જાહેરનામા મુજબ સીગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધની ચુસ્તપણે અમલ કરવાનો રહેશે તથા પ્લાસ્ટિક વેસ્ટેજ/કચરો જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધ રહેશે. આ જાહેરનામું તા.૦૯/૦૧/૨૦૨૬ થી તા.૯/૦૩/૨૦૨૬ સુધી દિન-૬૦ માટે અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામા નાં અમલ તથા તેના ભંગ બદલ પગલાં લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારી તથા ચીફ ઓફિસર, નગરપાલિકા, પાલીતાણાને અધિકૃત કરવામાં આવે છે. આ પણ વાંચોઃ Budget Session 2026 News: બજેટ 1 ફેબ્રુઆરીએ થશે રજૂ, 28 જાન્યુઆરીથી સત્રની શરૂઆત

Read Full Story arrow_forward
Ahmedabad: પીએમ મોદીની મુલાકાતને પગલે 12 જાન્યુઆરીએ આ રસ્તો બંધ રહેશે, વાંચો તમારે ક્યા રસ્તાનો ઉપયોગ કરવો
calendar_today January 9, 2026

Ahmedabad: પીએમ મોદીની મુલાકાતને પગલે 12 જાન્યુઆરીએ આ રસ્તો બંધ રહેશે, વાંચો તમારે ક્યા રસ્તાનો ઉપયોગ કરવો

આગામી 12મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે તો સાથે જર્મનીના વાઇસ ચાન્સેલર પણ આવી રહ્યા છે. વીવીઆઇપીઓની મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે ટ્રાફિક માટે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.સાબરમતી રીવરફ્રન્ટ (પશ્ચિમ) ખાતે પીએમ નરેન્દ્ર મોદી તથા જર્મનીના વાઇસ ચાન્સેલર આવશેપોલીસ કમિશનરના જાહેરનામા મુજબ 12 જાન્યુઆરીના રોજ સાબરમતી રીવરફ્રન્ટ (પશ્ચિમ) ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં પીએમ નરેન્દ્ર મોદી તથા જર્મનીના વાઇસ ચાન્સેલર પધારવાના છે જેથી રસ્તાઓ પરથી પસાર થતો ટ્રાફિક પ્રતિબંધીત અને ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યો છે. આ રસ્તો પ્રતિબંધીત કરાયો જાહેરનામા મુજબ વાડજ સ્મશાન ગૃહ કટથી પશ્ચિમનો રીવરફ્રન્ટ રોડ, આંબેડકરબ્રિજ સુધીનો બંને તરફનો માર્ગ વાહનોની અવર જવર માટે બંધ કરાયો છે આ રસ્તાનો ઉપયોગ કરવો જો કે વાહન ચાલકો વાડજ સ્મશાન ગૃહ કટ થઇ વાડજ સર્કલ તઇ ઉસ્માનપુરા ચાર રસ્તા થઇ ઇન્કમટેક્ષ ઓવરબ્રિજ મધ્યભાગ થઇ બાટા શો રુમ થઇ ડી લાઇટ ચાર રસ્તા થઇ ટાઉન હોલ ચાર રસ્તા થઇ પાલડી ચાર રસ્તા તરફ અવર જવર કરી શકશેઆ પણ વાંચો----   Ahmedabad: પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવવાનો પ્રયાસ, કોન્સ્ટેબલને બોનેટ પર જ રાખીને એકથી દોઢ કીલોમીટર ગાડી ચલાવી

Read Full Story arrow_forward