android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : આવતીકાલે સોમનાથમાં ઓમકાર મંત્રના દિવ્ય જાપમાં હિસ્સો બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે: PM મોદી
calendar_today January 9, 2026

Ahmedabad : આવતીકાલે સોમનાથમાં ઓમકાર મંત્રના દિવ્ય જાપમાં હિસ્સો બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10-11 જાન્યુઆરી 2026ના રોજ સોમનાથની મુલાકાત લેશે અને સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે. 10 જાન્યુઆરીએ રાત્રે લગભગ 8 વાગ્યે તેઓ ઓમકાર મંત્રના જાપમાં ભાગ લેશે. ત્યારબાદ સોમનાથ મંદિરમાં ડ્રોન શો યોજાશે.11 જાન્યુઆરીએ સવારે લગભગ 9:45 વાગ્યે પ્રધાનમંત્રી શૌર્ય યાત્રામાં ભાગ લેશે.શૌર્ય યાત્રામાં 108 અશ્વોની પ્રતીકાત્મક શોભાયાત્રાનો સમાવેશ થશે, જે બહાદુરી અને બલિદાનનું પ્રતીક છે. ત્યારબાદ સવારે આશરે 10:15 વાગ્યે પ્રધાનમંત્રી સોમનાથ મંદિરમાં દર્શન અને પ્રાર્થના કરશે. લગભગ 11 વાગ્યે, પ્રધાનમંત્રી સોમનાથ ખાતે એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે અને જનતાને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદીનું ટ્વિટ વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર ટ્વિટ કરીને કહ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ આપણી આધ્ચાત્મિક પરંપરાનું એક સશક્ત પ્રતિક છે. જેને દેશભરમાં પૂરી શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યું છે. આવતીકાલે રાત્રે લગભગ આઠ વાગ્યે સોમનાથ મંદિરમાં ઓમકાર મંત્રના દિવ્ય જાપમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળશે. ત્યાર બાદ બીજા દિવસે સવારે 9.45 વાગ્યે માં ભારતીના અનેક વીર સંતાનોને સમર્પિત શૌર્ય યાત્રામાં સામેલ થયા બાદ મંદિરમાં મહાદેવના દર્શન અને પૂજા કરીશ. ત્યાર બાદ એક સાર્વજનિક કાર્યક્રમમાં પણ હિસ્સો લેવાનો અવસર મળશે. સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી 8 થી 11 જાન્યુઆરી, 2026 દરમિયાન સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વ તે અસંખ્ય નાગરિકોને યાદ કરવા માટે આયોજિત કરવામાં આવી રહ્યું છે જેમને મંદિરના રક્ષણ માટે આપેલું બલિદાન આવનારી પેઢીઓની સાંસ્કૃતિક ચેતનાને પ્રેરણા આપતું રહેશે.આ ઘટના 1026માં સોમનાથ મંદિર પર મહમૂદ ગઝનવીના હુમલાની 1000મી વર્ષગાંઠ છે. સદીઓથી તેને નષ્ટ કરવાના વારંવાર પ્રયાસો છતાં, સોમનાથ મંદિર હજુ પણ સ્થિતિસ્થાપકતા, શ્રદ્ધા અને રાષ્ટ્રીય ગૌરવના શક્તિશાળી પ્રતીક તરીકે ઉભું છે, જે સામૂહિક સંકલ્પ અને તેને તેના પ્રાચીન ગૌરવમાં પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોને આભારી છે.સ્વતંત્રતા પછી મંદિરના પુનર્નિર્માણ પ્રયાસની શરૂઆત સરદાર પટેલ દ્વારા કરવામાં આવી હતી. ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને જાળવવા પુનઃસ્થાપનની આ યાત્રામાં સૌથી મહત્વપૂર્ણ સીમાચિહ્નો પૈકી એક 1951માં પ્રાપ્ત થયું હતું, જ્યારે ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં નવીનીકૃત સોમનાથ મંદિરને વિધિવત રીતે ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. 2026માં આ ઐતિહાસિક પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાથી સોમનાથ સ્વાભિમાન પર્વને વિશેષ મહત્વ મળે છે.આ ઉત્સવમાં દેશભરમાંથી સેંકડો સંતો મંદિર સંકુલમાં 72 કલાક સુધી 'ઓમ'ના સતત જાપ સાથે ઉજવણીમાં ભાગ લેશે.સોમનાથ સ્વાભિમાન પર્વમાં પ્રધાનમંત્રીની ભાગીદારી ભારતની સભ્યતાની સ્થાયી ભાવનાને રેખાંકિત કરે છે અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને જાળવવા અને ઉજવવા માટેની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. આ પણ વાંચોઃ Budget Session 2026 News: બજેટ 1 ફેબ્રુઆરીએ થશે રજૂ, 28 જાન્યુઆરીથી સત્રની શરૂઆત

Read Full Story arrow_forward
Amreliમાં રેલવે ટ્રેક પર અડિંગો જમાવી બેઠેલા વનરાજાનો થયો આબાદ બચાવ, ટ્રેનને 1 કલાક થંભાવી દેવાઈ
calendar_today January 9, 2026

Amreliમાં રેલવે ટ્રેક પર અડિંગો જમાવી બેઠેલા વનરાજાનો થયો આબાદ બચાવ, ટ્રેનને 1 કલાક થંભાવી દેવાઈ

ગીરની સરહદે આવેલા અમરેલી જિલ્લામાં વન્યપ્રાણી અને ટ્રેન વચ્ચેના અકસ્માતો અવારનવાર ચર્ચામાં રહે છે, પરંતુ ગત રાત્રે રાજુલા પંથકમાં વન વિભાગ અને રેલવે તંત્રની સમયસૂચકતાને કારણે એક સિંહનો જીવ બચી ગયો હતો. ગુડ્સ ટ્રેન નીચે સિંહ કચડાય તે પહેલા જ ટ્રેનને રોકી દઈ વનરાજાને સુરક્ષિત રીતે ખસેડાયા હતા.સાવરકુંડલામાં ટ્રેક ઉપર ગુડ્સ ટ્રેન 1 કલાક ઉભી રખાવી પીપાવાવ પોર્ટથી સાવરકુંડલા તરફ જતી રેલવે લાઈન પર રાજુલાના વાવેરા ગામ નજીક રાત્રિના સમયે એક સિંહ અચાનક ટ્રેક પર આવી ચઢ્યો હતો. સિંહ ટ્રેક પર જ બેસી જતાં માલગાડી (ગુડ્સ ટ્રેન) ના પાયલોટે દૂરથી સિંહને જોઈ લીધો હતો અને તાત્કાલિક ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેન ઉભી રાખી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. સિંહ ટ્રેક છોડવા તૈયાર ન હોવાથી વનકર્મીઓ ભારે ચિંતામાં મુકાયા હતા. રેલવેના ટ્રેક ઉપર સિંહ રાતે બેસી જતા દોડધામ મચીઆશરે એક કલાક સુધી ટ્રેન ઉભી રખાવી વન વિભાગે મહામુસીબતે સિંહને ટ્રેક પરથી દૂર ખસેડ્યો હતો. સિંહ સુરક્ષિત રીતે જંગલ તરફ રવાના થયા બાદ જ ટ્રેનને આગળ વધવા દેવામાં આવી હતી. રેલવેના પાયલોટ અને વનકર્મીઓની આ સાવચેતીની સોશિયલ મીડિયા પર ભારે પ્રશંસા થઈ રહી છે. જો પાયલોટે સમયસર ટ્રેન ન રોકી હોત તો અમરેલી જિલ્લામાં વધુ એક સિંહનું અકસ્માતે મોત નિપજ્યું હોત. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat: સોમનાથમાં સ્વાભિમાન પર્વમાં ઉપસ્થિત રહેવા ગાંધીનગર જિલ્લાના 825 શિવભક્તો રવાના
calendar_today January 9, 2026

Gujarat: સોમનાથમાં સ્વાભિમાન પર્વમાં ઉપસ્થિત રહેવા ગાંધીનગર જિલ્લાના 825 શિવભક્તો રવાના

ભારતની આધ્યાત્મિક આસ્થાના પ્રતિક 'સ્વાભિમાન પર્વ' અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શિવભક્ત શ્રદ્ધાળુઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વિવિધ શહેરોથી સોમનાથ જવા ઇચ્છતા શ્રદ્ધાળુઓ માટે વિશેષ ટ્રેનોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ત્યારે ગાંધીનગર જિલ્લા માંથી પણ ૮૨૫ શિવભક્તો ભજન મંડળીઓ સહિત સોમનાથ જવા તા.૦૮ જાન્યુઆરીના રોજ સાબરમતી રેલવે સ્ટેશન અમદાવાદથી રવાના થયા છે. પવિત્ર સોમનાથ ધામે જતા શ્રદ્ધાળુઓને સુલભ, સુરક્ષિત અને અનુકૂળ મુસાફરી મળી રહે તે માટે સરકાર દ્વારા આયોજનબદ્ધ વ્યવસ્થા કરવામાં આવી છે. ફુડ પેકેટ સહિત પીવાના પાણીની પણ સુંદર વ્યવસ્થા કલેકટર ગાંધીનગર મેહુલ કે.દવેના દિશાનિર્દેશ હેઠળ સોમનાથ જતાં યાત્રીઓ માટે ૮૬૪ ફુડ પેકેટ સહિત પીવાના પાણીની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે જઈ રહેલા શિવભક્ત શ્રદ્ધાળુઓનો ઉત્સાહ વધારતા પ્રાંત ગાંધીનગર પાર્થ કોટડીયા, મામલતદાર મહેશ ગોહિલ તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરથી ભક્તિભાવ, આત્મીયતા અને સોમનાથ પ્રત્યેની અડગ આસ્થાના ભાવ સાથે જિલ્લાના શિવભક્તોને તંત્ર દ્વારા હર્ષોલ્લાસ ભેર સોમનાથ મહાપર્વમાં જવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.આ પણ વાંચોઃ Budget Session 2026 News: બજેટ 1 ફેબ્રુઆરીએ થશે રજૂ, 28 જાન્યુઆરીથી સત્રની શરૂઆત

Read Full Story arrow_forward