android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: ફતેગંજમાં 17 વર્ષીય યુવાને ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, રહસ્ય અકબંધ
calendar_today January 9, 2026

Vadodara: ફતેગંજમાં 17 વર્ષીય યુવાને ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, રહસ્ય અકબંધ

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં નવાયાર્ડમાં રહેતા 17 વર્ષીય યુવકે શનિવારે ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે ફતેગંજ પોલીસએ વધુ તપાસ હાથ ધરી છે.યુવક ખાનગી કોલેજમાં પ્રથમ વર્ષનો અભ્યાસ કરતો હતો પ્રાપ્ત વિગતો અનુસાર,યુવક ખાનગી કોલેજમાં પ્રથમ વર્ષનો અભ્યાસ કરતો હતો. કોલેજમાંથી ઘરે પરત આવતા જ તે પોતાના રૂમમાં ગયો હતો અને પંખાના હુકમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. પરિવારજનોને ઘટના અંગે જાણ થતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. યુવકનો મોબાઈલ એફએસએલમાં મોકલાયો ફતેગંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, અકસ્માત મોતનો ગુનો નોંધ્યો અને વધુ તપાસ હાથ ધરી. યુવકનો મોબાઈલ કબજે લઈ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માટે મોકલાયો છે, જેથી આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળી શકે. મૃતદેહ પરિવારજનોને આપવામાં આવ્યો પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને આપવામાં આવ્યો છે. પોલીસ હજુ આગળની તપાસ કરી રહી છે અને અકસ્માત મોત અંગેના ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી રહી છે. આ પણ વાંચો----    Ahmedabad: પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવવાનો પ્રયાસ, કોન્સ્ટેબલને બોનેટ પર જ રાખીને એકથી દોઢ કીલોમીટર ગાડી ચલાવી

Read Full Story arrow_forward
Somnath Swabhiman Parva: સુરતથી વેરાવળ સ્પેશિયલ ટ્રેનને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે ફ્લેગ ઓફ આપ્યુ, 1200 શ્રદ્ધાળુઓ દર્શનાર્થે રવાના થયા
calendar_today January 9, 2026

Somnath Swabhiman Parva: સુરતથી વેરાવળ સ્પેશિયલ ટ્રેનને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે ફ્લેગ ઓફ આપ્યુ, 1200 શ્રદ્ધાળુઓ દર્શનાર્થે રવાના થયા

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પરિસરમાં સ્વાભિમાન પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. સોમનાથ જવા માટે હજારો શ્રદ્ધાળુઓ રવાના થયાં છે. ત્યારે સુરતથી વેરાવળ સુધી સ્પેશિયલ ટ્રેનને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે ફ્લેગ ઓફ કરાવ્યું હતું. 1200 જેટલા શ્રદ્ધાળુઓ આ ટ્રેન મારફતે સુરતથી સોમનાથ જવા માટે રવાના થયા હતાં. સોમનાથ મંદિરનું અસલ સ્વરૂપમાં નિર્માણ થયું કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, ગઝનવીએ સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો. 2026માં આ ઘટનાને એક હજાર વર્ષ પૂરા થયાં છે.આ હુમલો સનાતન ધર્મ પર કરાયો હતો. લોકોમાં સનાતન અને હિંદુ ધર્મની આસ્થા ટકી છે.આ આક્રમણ પછી પણ સોમનાથ મંદિરનું અસલ સ્વરૂપમાં નિર્માણ થયું છે. 8થી 11 જાન્યુઆરી સુધી સ્વાભિમાન પર્વની ઉજવણી સોમનાથમાં 8થી 11 જાન્યુઆરી સુધી સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન મોદી પણ આ પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. ગઈકાલથી સોમનાથમાં ઓમકાર મંત્રના જાપ શરૂ કરવામાં આવ્યા છે. આજે સાધુ સંતો પણ સોમનાથ પહોંચ્યા હતાં. ડમરૂના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. આ પણ વાંચોઃ Narmada News : રાજપીપળા વન્યજીવ તસ્કરી કેસ, 37 વાઘના ચામડા અને 133 નખ મળતા ખળભળાટ

Read Full Story arrow_forward
Suratમાં આરોગ્ય વિભાગના દરોડા, ગંદકી વચ્ચે બનતી પાણીપુરીનો જથ્થાનો કર્યોનાશ, 4 હજાર વેપારીઓ સામે તપાસ
calendar_today January 9, 2026

Suratમાં આરોગ્ય વિભાગના દરોડા, ગંદકી વચ્ચે બનતી પાણીપુરીનો જથ્થાનો કર્યોનાશ, 4 હજાર વેપારીઓ સામે તપાસ

સુરત શહેરમાં લોકોના આરોગ્યની સુરક્ષાને ધ્યાને રાખી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) એક્શન મોડમાં આવ્યું છે. શહેરના અલથાણ વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમોએ ઓચિંતા દરોડા પાડીને ગંદકી અને અસ્વચ્છ વાતાવરણમાં બનાવવામાં આવતી પાણીપુરીના કેન્દ્રો પર સપાટો બોલાવ્યો હતો.ગંદકી વચ્ચે બનતી પાણીપુરી પર કાર્યવાહીસમગ્ર રાજ્યમાં ખોરાકની ગુણવત્તા તપાસવાની ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત અંદાજે 4 હજાર જેટલા પાણીપુરીના વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી છે. સુરતમાં પણ આ કાર્યવાહીના ભાગરૂપે જાહેર માર્ગો પર દબાણ કરીને ઉભા રહેતા પાણીપુરીના સ્ટોલ પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન અનેક જગ્યાએ અખાદ્ય તેલ, સડેલા બટાકા અને દૂષિત પાણીનો ઉપયોગ થતો હોવાનું માલૂમ પડ્યું હતું. રોડ પર પાણીપુરીના સ્ટોલ પર પણ ચેકિંગઆરોગ્ય વિભાગે દરોડા દરમિયાન મળી આવેલા મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો. પાલિકાએ દબાણ કરીને રસ્તા પર અડચણ ઉભી કરતા લારી-ગલ્લા ધારકો સામે પણ દંડનીય કાર્યવાહી કરી છે. આરોગ્ય અધિકારીઓએ લોકોને ખાસ અપીલ કરી છે કે, રોડ-રસ્તા પર ખુલ્લામાં અથવા ગંદકીવાળી જગ્યાએ મળતી ખાદ્યસામગ્રી ખાવાનું ટાળવું જોઈએ. ચોમાસા અને બદલાતી ઋતુમાં ફૂડ પોઈઝનિંગનો ખતરો વધતો હોવાથી લોકોએ જાગૃત બનવું જરૂરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward