android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Viral Video: એક ડિલિવરી બોયનો ઈનકાર, કોઇકની જીંદગી બચાવી ગયો
calendar_today January 9, 2026

Viral Video: એક ડિલિવરી બોયનો ઈનકાર, કોઇકની જીંદગી બચાવી ગયો

ટેકનોલોજીના જમાનામાં આજે આપણી દરેક જરૂરિયાત એક ક્લિક પર પૂરી થાય છે, પણ શું મશીની અલ્ગોરિધમ ક્યારેય માણસની વેદના સમજી શકે? તમિલનાડુમાં બનેલી આ ઘટના સાબિત કરે છે કે ગમે તેટલી પ્રગતિ થાય, પણ એક માણસની સતર્ક નજર અને સંવેદનશીલતા જ બીજાનો જીવ બચાવી શકે છે. વાત છે એક સામાન્ય રાતની, જ્યારે બ્લિન્કિટ (Blinkit) કંપનીના એક ડિલિવરી પાર્ટનર પાસે એક ઓર્ડર આવ્યો. ઓર્ડર સાવ નાનો હતો –'ઉંદર મારવાની દવા'. મોડી રાતનો સમય અને આવો ઓર્ડર જોઈને સામાન્ય રીતે કોઈ પણ વિચારે કે ઘરમાં ઉંદરોનો ત્રાસ હશે. પરંતુ જ્યારે ડિલિવરી બોય લોકેશન પર પહોંચ્યો, ત્યારે દ્રશ્ય કંઈક અલગ જ હતું.આવો જાણીએ આખી વાત શું છે? શંકા અને સમજદારીમાં બચ્યો મહિલાનો જીવ જેમ જ ડિલિવરી બોય મહિલાના ઘર પાસે પહોંચ્યો, તેણે જોયું કે ઓર્ડર આપનાર મહિલા માનસિક રીતે ખૂબ જ અસ્વસ્થ હતી. તેની આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી અને તેના ચહેરા પર ગંભીર હતાશા હતી. ડિલિવરી બોયના મનમાં તરત જ ફાળ પડી. તેને સમજાયું કે આ દવા ઉંદરો માટે નહીં, પણ કદાચ આ મહિલા પોતાના અંતિમ પગલા માટે મંગાવી રહી છે અને તેણએ ડિલિવરી ન કરી. જીવન બચાવવાનો નિર્ણય ડિલિવરી બોયે વ્યવસાયિક શિષ્ટાચાર બાજુ પર મૂકીને માનવતાને પ્રાધાન્ય આપ્યું. તેણે તે સામાન આપવાનો સાફ ઇનકાર કરી દીધો. જ્યારે મહિલાએ દલીલ કરી કે તેણે આના માટે પૈસા ચૂકવ્યા છે, ત્યારે ડિલિવરી બોયે મક્કમતાથી કહ્યું, તમારી હાલત જોઈને મને ડર છે કે તમે કંઈક અઘટિત કરી બેસશો. જો તમારે ખરેખર ઉંદર મારવા માટે જ આ દવા જોઈતી હોય, તો તમે કાલે સવારે ફરી ઓર્ડર કરજો, હું અત્યારે આ ડિલિવરી નહીં કરું. == સોશિયલ મીડિયા પર પ્રશંસા આ ઘટનાનો વીડિયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે લાખો લોકોએ તેને સલામ કરી. લોકોએ કહ્યું કે જો આ જગ્યાએ કોઈ ડ્રોન કે રોબોટ હોત, તો તેણે સૂચના મુજબ દવા પહોંચાડી દીધી હોત અને કદાચ એક જિંદગી મચી ન હોત. ભારતમાં કીટનાશક દવાઓના વેચાણ માટે કડક નિયમો છે, પરંતુ ઓનલાઈન પ્લેટફોર્મ પર તેની ઉપલબ્ધતા જોખમી સાબિત થઈ શકે છે. આ કિસ્સામાં ડિલિવરી બોયની સમયસૂચકતાએ દર્શાવ્યું કે સમાજમાં હજુ પણ 'માણસાઈ' જીવતી છે. તેની એક નાનકડી 'ના' એ એક પરિવારનો દીવો બુઝાવતા બચાવી લીધો.આ પણ વાંચોઃ Viral Video : હાથ નહીં, છતાં અદ્ભુત રીતે રમે છે વોલીબોલ, વીડિયો ચોંકાવી દેશે

Read Full Story arrow_forward
Kutch News:  ભાવમાં 15 ટકાનો વધારો છતાં પતંગરસિકોમાં જોવા મળ્યો જબરો ઉત્સાહ, માર્કેટમાં ખરીદીની ભારે ભીડ
calendar_today January 9, 2026

Kutch News: ભાવમાં 15 ટકાનો વધારો છતાં પતંગરસિકોમાં જોવા મળ્યો જબરો ઉત્સાહ, માર્કેટમાં ખરીદીની ભારે ભીડ

ઉત્તરાયણના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. ભૂજના માર્કેટમાં તહેવાર પૂર્વે જ ભારે ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે મોંઘવારીની અસર પણ આકાશી ઉત્સવ પર જોવા મળી રહી છે. પતંગ અને દોરીના ભાવમાં 15 ટકા જેટલો તોતિંગ વધારો જોવા મળ્યો છે. અવનવી ડિઝાઇન વાળા પતંગો માટે માર્કેટમાં ભીડ શહેરના બજારોમાં અવનવી ડિઝાઇનના પતંગો અને ધારદાર દોરીઓની ખરીદી માટે પતંગરસિયાઓની ભીડ જોવા મળી રહી છે. જોકે, આ વર્ષે મોંઘવારીની અસર આકાશી ઉત્સવ પર પણ જોવા મળી રહી છે. કાચા માલના ભાવ વધવાને કારણે પતંગ અને દોરીના ભાવમાં 15 ટકા જેટલો તોતિંગ વધારો થયો છે, તેમ છતાં લોકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો દેખાતો નથી. દોરીના બજારમાં તેજી ભુજના બજારમાં આ વખતે પતંગોમાં ભારે વિવિધતા જોવા મળી રહી છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં કાગળના પતંગોનો ક્રેઝ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ટકાઉપણું જોતા પ્લાસ્ટિકના પતંગોની વધુ માંગ છે. આ વર્ષે પ્રથમ વખત ભુજમાં પંજાબી પતંગ, જોધપુરી પતંગ અને પ્રખ્યાત ખંભાતી પતંગોનું આગમન થયું છે, જે ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બાળકોમાં છોટા ભીમ, ઈગલ અને ઝાલર પ્રિન્ટની પતંગોની ભારે માંગ છે. આખો દિવસ માર્કેટમાં ખરીદારોની ભારે ચહલપહલ પતંગ કાપવા માટે જરૂરી એવી ધારદાર દોરીમાં પણ અનેક વેરાયટી ઉપલબ્ધ છે. પતંગરસિયાઓ ખાસ કરીને લાલકિલ્લા, ગ્લાઈન્ડર અને તેજ કમાન્ડો જેવી મજબૂત દોરીઓ પર પસંદગી ઉતારી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, ભલે ભાવમાં વધારો થયો હોય, પરંતુ હાલ બજારમાં જે રીતે ધરાકી જોવા મળી રહી છે તે જોતા આ વર્ષે સીઝન ખૂબ જ સારી રહેવાની આશા છે. પતંગની દુકાનોમાં સવારથી સાંજ સુધી ગ્રાહકોની અવરજવરને કારણે બજારમાં ભારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચોઃ Bhavnagar News: નકલી નોટો માર્કેટમાં ઘૂસાડવાનો કીમિયો, પોલીસ એક્શન મોડમાં

Read Full Story arrow_forward
Surat News: અમિતાભ બચ્ચનને જોવા ભીડ ઉમટી, અફરાતફરી થતાં પાલ કાંસાના એન્ટ્રી ગેટના કાચ તૂટ્યા
calendar_today January 9, 2026

Surat News: અમિતાભ બચ્ચનને જોવા ભીડ ઉમટી, અફરાતફરી થતાં પાલ કાંસાના એન્ટ્રી ગેટના કાચ તૂટ્યા

સુરતમાં આજે સેલિબ્રિટીઓનો જમાવડો થયો હતો. આજથી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. જેની ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન, પૂર્વ ક્રિકેટર સચિન તેંડૂલકર સહિતના સ્ટાર આવી પહોંચ્યા હતાં. પાલ કાંસામાં અમિતાભ બચ્ચનને જોવા ભીડ ઉમટી હતી. ભીડમાં અફરાતફરી મચી જતાં પાલ કાંસામાં એન્ટ્રી ગેટના કાચ તૂટ્યા હતાં. સુરતના બિઝનેસમેનના ઘરે અભિતાભ ગયા હતા અમિતાભ બચ્ચન સુરતમાં એક બિઝનેસમેનના ઘરે ગયા હતાં. બચ્ચનને જોવા માટે લોકોની ભીડ જામી હતી. સુરતમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે યોજાઈ રહેલી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં વિવિધ ટીમોના માલિકો બોલિવૂડના અભિનેતાઓ છે. જેમાં સલમાન ખાન, અક્ષય કુમાર, અજય દેવગણ, સૈફ અલી ખાનનો સમાવેશ થાય છે. આ લીગમાં દેશમાંથી આઠ ટીમો ભાગ લેશે. જેમાં સુરતના ચાર ખેલાડીઓનો પણ સમાવેશ કરાયો છે. આ ટુર્નામેન્ટમાં 10 10 ઓવરની મેચ રમાય છે. આ ઈવેન્ટની આજે ઓપનિંગ સેરેમની હતી. જેમાં અમિતાભ બચ્ચન, સૂર્યા, સચિન તેંદૂલકર, રામ ચરણ અને હ્રિતિક રોશન હાજર રહ્યાં છે. આ પણ વાંચોઃ Narmada News : રાજપીપળા વન્યજીવ તસ્કરી કેસ, 37 વાઘના ચામડા અને 133 નખ મળતા ખળભળાટ

Read Full Story arrow_forward