android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : ચાંદખેડામાં સામાન્ય બાબતે યુવક પર જીવલેણ હુમલો, 3 હુમલાખોરોની ધરપકડ
calendar_today January 9, 2026

Ahmedabad News : ચાંદખેડામાં સામાન્ય બાબતે યુવક પર જીવલેણ હુમલો, 3 હુમલાખોરોની ધરપકડ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ સ્કાયવોક ફ્લેટના બેઝમેન્ટમાં એક યુવકને ઢોર માર મારવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મયંક જોષી નામના યુવકને ફ્લેટના બેઝમેન્ટમાં આવવા જેવી નજીવી બાબતે આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી. આ તકરાર એટલી હદે વધી ગઈ હતી કે આરોપીઓએ ઉશ્કેરાઈને મયંક પર હિંસક હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલાને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.ચાંદખેડા હુમલા કેસમાં પોલીસની એક્શન આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ ચાંદખેડા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરી તપાસ તેજ કરી હતી, જેમાં આકાશ ઠક્કર, હીરેન સોલંકી અને ક્રિષ્ના ઉર્ફે કાનો બોરાણા નામના ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ શા માટે આટલો ઉગ્ર હુમલો કર્યો તે દિશામાં પોલીસ અત્યારે પૂછપરછ કરી રહી છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે પોલીસે સુરક્ષા વ્યવસ્થા અને આવા અસામાજિક તત્વો સામે કડક વલણ અપનાવવાની ખાતરી આપી છે. આ પણ વાંચો : Gandhinagar News : ભૂકંપના આંચકાથી ડરશો નહીં, સિસ્મોલોજી વિભાગે જણાવ્યું આંચકા પાછળનું અસલી કારણ

Read Full Story arrow_forward
Sabarkantha News: વિજયનગરમાં સગીરા પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસે ફરિયાદ નહીં લેતા પરિવારે ત્રણ દિવસ મૃતદેહ મુકી રાખ્યો
calendar_today January 9, 2026

Sabarkantha News: વિજયનગરમાં સગીરા પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસે ફરિયાદ નહીં લેતા પરિવારે ત્રણ દિવસ મૃતદેહ મુકી રાખ્યો

સાબરકાંઠાના વિજયનગરમાં સગીરા પર દુષ્કર્મ બાદ હત્યાનો બનાવ સામે આવ્યો છે. ધોરીવાવ ગામે સગીરાની હત્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાનો આક્ષેપ કરાયો છે. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. પરિવારજનોનું કહેવું છે કે ત્રણ દિવસથી મૃતદેહ રાખી મુક્યો છે ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી તેને નહીં ઉઠાવીએ. પરિજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર સાબરકાંઠાના વિજયનગરમાં ધોરીવાવ ગામે એક સગીરા પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા કરી દેવાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં પરિવારજનોએ છેલ્લા ત્રણ દિવસથી મૃતદેહ મુકી રાખ્યો છે. તેમનું કહેવું છે કે પોલીસ ફરિયાદ લેતી નથી અને ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. પોલીસે ફરિયાદ નહીં લેતા મામલો ઉગ્ર બન્યો છે. પરિવારજનોએ ન્યાય માટે મૃતદેહને મુકી રાખ્યો છે. સગીરા પર દુષ્કર્મ બાદ તેની હત્યાના આક્ષેપને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે હડકંપ જોવા મળ્યો છે. આ પણ વાંચોઃ Narmada News : રાજપીપળા વન્યજીવ તસ્કરી કેસ, 37 વાઘના ચામડા અને 133 નખ મળતા ખળભળાટ

Read Full Story arrow_forward
Vadodara News: નશાના નેટવર્કનો પર્દાફાશ, દોઢ કિલો ચરસ સાથે 2 શખ્સોની ધરપકડ
calendar_today January 9, 2026

Vadodara News: નશાના નેટવર્કનો પર્દાફાશ, દોઢ કિલો ચરસ સાથે 2 શખ્સોની ધરપકડ

ગુજરાતને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ વડોદરા શહેર પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. વડોદરા શહેરના હરણી ગોલ્ડન ટોલનાકા પાસેથી ઉત્તર પ્રદેશના કાંસગંજથી લાવવામાં આવતો માદક પદાર્થ ચરસનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કુલ રૂપિયા 19.17 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, વડોદરા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ઉત્તર પ્રદેશના કાંસગંજથી કેટલાક ઇસમો નશીલા પદાર્થો સાથે વડોદરામાં પ્રવેશી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે હરણી ગોલ્ડન ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ હાલતમાં આવતા બે ઇસમોને અટકાવી તેમની તલાશી લેતા, તેમની પાસેથી 1 કિલો 510 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. કરોડોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો વડોદરા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા આ ચરસની બજાર કિંમત અંદાજે રૂપિયા 3,77,500/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે આરોપીઓ પાસેથી વાહન, મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ મળી કુલ રૂપિયા 19,17,790/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમના નામ સબીર અનવરમીયા શેખ અને જાહીદ બાબુભાઈ શેખ છે. પોલીસ કાર્યવાહી ઝડપાયેલા બંને આરોપીઓ આ નશીલો પદાર્થ ક્યાંથી લાવ્યા હતા અને વડોદરામાં કોને સપ્લાય કરવાના હતા, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ નેટવર્ક ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું છે. વડોદરા પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી વડોદરામાં નશીલા પદાર્થોનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Vadodara માં બુટલેગરોની અનોખી તરકીબ, બાઈકની પેટ્રોલ ટાંકીમાં 'દારૂખાનું' બનાવી કરી હેરાફેરી

Read Full Story arrow_forward