android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: મુખ્યમંત્રીને પત્ર લખનારા ભાજપના 5 ધારાસભ્યો કરતાં સાંસદ હેમાંગ જોશીનો મત અલગ
calendar_today January 9, 2026

Vadodara News: મુખ્યમંત્રીને પત્ર લખનારા ભાજપના 5 ધારાસભ્યો કરતાં સાંસદ હેમાંગ જોશીનો મત અલગ

વડોદરામાં ભાજપના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને અધિકારીઓ કોઈનું સાંભળતા નથી. લોકોની રજૂઆતો સાંભળવામાં આવતી નથી તેવી રજૂઆત કરી હતી. આ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતાં. ધારાસભ્યોએ આરોપ લગાવ્યો હતો કે અધિકારીઓ જમીન પરની હકીકતથી વિપરીત પરિસ્થિતિનું ગુલાબી ચિત્ર સરકાર સમક્ષ રજૂ કરે છે. ભાજપના આ ધારાસભ્યો કરતાં સાંસદ હેમાંગ જોશીનો મત કંઈક જુદો જ છે. અમારે ત્યાં બધી જ યોજનાઓના કેમ્પ ચાલે છે વડોદરાના ભાજપના જ સાંસદ હેમાંગ જોશીએ કહ્યું હતું કે, જનતાના કામ થાય જ છે. ધારાસભ્યોએ શું રજૂઆત કરી છે તે મને ખ્યાલ નથી. તમામ લોકો એકબીજાને સહયોગ કરે છે. મારી ઓફિસ જ કલેક્ટર કચેરીના સંકુલમાં છે.અમારે ત્યાં બધી જ યોજનાઓના કેમ્પ ચાલે છે. કલેક્ટર સહિત તમામ અધિકારીઓ અમારા સંકલનમાં રહે છે. અમને હજુ કોઈ કડવો અનુભવ થયો નથી. ધારાસભ્યોએ મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો છે આ પત્ર મને મળશે તો તેની તપાસ કરીશ. ભાજપમા જ મતભેદ હોય તેવા ભણકારા વડોદરામાં ધારાસભ્યો અને સાંસદ સામ સામે હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને અધિકારીઓની ફરિયાદ કરી અને તે જગજાહેર થઈ તે છતાંય સાંસદ એવું કહે છે કે આ પત્ર અંગે મને ખબર નથી. સાંસદના આ પ્રકારના નિવેદનથી ભાજપમા જ મતભેદ હોય તેવા ભણકારા વાગી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ડભોઈના ધારાસભ્ય શૈલેશ સોટ્ટા, સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કરજણના અક્ષય પટેલ અને પાદરાના ચૈતન્યસિંહ ઝાલાએ એક પત્ર લખી મુખ્યમંત્રીને અધિકારીઓ કામ નથી કરતા તે અંગે રજૂઆત કરી હતી. આ પણ વાંચોઃ Weather News : ગુજરાતમાં હજુ 48 કલાક હાડ થીજવતી ઠંડી પડશે, હવામાન વિભાગની મહત્વની આગાહી

Read Full Story arrow_forward
Gir Somnath News: વેરાવળ-કોડીનાર હાઇવે પર જોવા મળ્યા વનરાજના આંટાફેરા
calendar_today January 9, 2026

Gir Somnath News: વેરાવળ-કોડીનાર હાઇવે પર જોવા મળ્યા વનરાજના આંટાફેરા

ગીર સોમનાથ જિલ્લામાં વન્ય પ્રાણીઓ હવે જંગલ વિસ્તાર છોડીને માનવ વસ્તી અને હાઇવે તરફ સ્થળાંતર કરી રહ્યા હોય તેવા દ્રશ્યો વધુને વધુ સામે આવી રહ્યા છે. વેરાવળ-કોડીનાર નેશનલ હાઇવે પર આવેલા પ્રાચી નજીક ઘંટીયા ફાટક પાસે એક વિશાળકાય સિંહ ચઢી આવતા અફરાતફરી મચી ગઈ હતી.સર્વિસ રોડ પર સિંહની શાહી સવારી પ્રાચી નજીક હાઇવેના સર્વિસ રોડ પર જ્યારે સિંહ આવી ચઢ્યો, ત્યારે ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો દંગ રહી ગયા હતા. વનરાજે કોઈ પણ ડર વગર રસ્તા પર ટહેલવાનું શરૂ કર્યું હતું. સિંહને જોતા જ હાઇવે પર વાહનોના પૈડાં થંભી ગયા હતા. કેટલાક સાહસિક રાહદારીઓએ આ મનમોહક અને ડરામણા દ્રશ્યોને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ખોરાકની શોધમાં આવી રહ્યા છે વન્ય જીવો ગીરના જંગલની સરહદ નજીક હોવાથી અવારનવાર ખોરાક અને પાણીની શોધમાં સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારોમાં અને મુખ્ય રસ્તાઓ પર આવી ચઢતા હોય છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. વાહનો ઉભા રહી જતા સિંહે શાંતિથી રસ્તો પસાર કરી દીધો હતો અને વગડા તરફ રવાના થયો હતો. સિંહ પસાર થઈ ગયા બાદ વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની પણ માંગ ઉઠી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: બંધ બોડીના ટ્રકમાં કૂલર ફાઇબરના જૂના બોક્સની આડમાં લવાઇ રહેલો 36 લાખ ઉપરાંતનો દારુ ઝડપાયો, ચાલકની ધરપકડ
calendar_today January 9, 2026

Vadodara: બંધ બોડીના ટ્રકમાં કૂલર ફાઇબરના જૂના બોક્સની આડમાં લવાઇ રહેલો 36 લાખ ઉપરાંતનો દારુ ઝડપાયો, ચાલકની ધરપકડ

વડોદરા જિલ્લા એલસીબી પોલીસે કૂલરના ફાઇબરના જૂના બોક્સની આડમાં લવાઇ રહેલો 36 લાખ ઉપરાંતનો દારુ સાથે ડ્રાઇવરને ઝડપી લીધો છે. ટ્રકમાં ગુપ્ત ચોર ખાનુ બનાવીને તેમાં દારુ છુપાવામાં આવ્યો હતો.પોલીસને બાતમી મળી જિલ્લા એલસીબી પોલીસની ટીમ ગુરુવારે રાત્રે મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકસપ્રેસ વે પર પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક બંધ બોડીની ટ્રક દારુનો જથ્થો લઇને રાજસ્થાનથી આવી રહી છે અને આ ટ્રક વડોદરા એકસપ્રેસ હાઇવેથી અમદાવાદ તરફ જવાનો છે જેથી પોલીસે વોચ ગોઠવી હતી કૂલરના ફાઇબરના જુના બોક્સની આડમાં આગળના ભાગે ચોર ખાનુ બનાવેલું જોવા મળ્યું પોલીસે આજોડ ગામની સીમમાં આવેલા એકસપ્રેસ વેના ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી. પોલીસે બાતમી મુજબની ટ્રક આવતા અટકાવી હતી. ટ્રકમાં રાજસ્થાનનો દેવારામ રાજુરામ જાટ નામનો રાજસ્થાનનો ટ્રક ચાલક હતો. પોલીસે તેને સાથે રાખીને તપાસ કરતાં ટ્રકના પાછળના ભાગમાં કૂલરના ફાઇબરના જુના બોક્સની આડમાં આગળના ભાગે ચોર ખાનુ બનાવેલું જોવા મળ્યું હતું.  દારુની 7068 બોટલો (કિંમત 3666960 રુપિયા) મળી આવી પોલીસે ચોરખાનામાં તપાસ કરતાં તેમાંથી દારુની 7068 બોટલો (કિંમત 3666960 રુપિયા) મળી આવી હતી. પોલીસે દારુ તથા ટ્રક સહિતનો 4689460 રુપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મહેન્દ્રએ ઉદેપુર બાયપાસ પર ગોગુંદા રોડ પરથી દારુ ભરેલો ટ્રક આપ્યો ચાલકની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે તેને ત્રણ દિવસ પહેલા રાજસ્થાનના પવન માલવ ઉર્ફે મહેન્દ્રએ ઉદેપુર બાયપાસ પર ગોગુંદા રોડ પરથી દારુ ભરેલો ટ્રક આપ્યો હતો અને તેના કહ્યા મુજબ તે અમદાવાદ પહોંચ્યા પછી ફોન કરવાનું જણાવ્યું હતું પણ તે પહેલાં તે પકડાઇ ગયો હતો. આ પણ વાંચો----   Ahmedabad: પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવવાનો પ્રયાસ, કોન્સ્ટેબલને બોનેટ પર જ રાખીને એકથી દોઢ કીલોમીટર ગાડી ચલાવી

Read Full Story arrow_forward