android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navsari News: હાઈવે પર મોતની સવારી! શેરડી ભરેલા ઓવરલોડ ટ્રેક્ટરના ચાલકે કર્યા જોખમી સ્ટંટ
calendar_today January 9, 2026

Navsari News: હાઈવે પર મોતની સવારી! શેરડી ભરેલા ઓવરલોડ ટ્રેક્ટરના ચાલકે કર્યા જોખમી સ્ટંટ

દક્ષિણ ગુજરાતમાં અત્યારે શેરડીની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. ચીખલીના ટાંકલ ગામ નજીક સ્ટેટ હાઈવે પર એક ટ્રેક્ટર ચાલકે ભયાનક સ્ટંટ કરીને અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મૂક્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ટ્રેક્ટરમાં ક્ષમતા કરતા વધુ શેરડી ભરેલી છે. આટલો ભારે લોડ હોવા છતાં, ચાલકે ટ્રેક્ટરને એવી રીતે હંકાર્યું હતું કે ટ્રેક્ટરના આગળના બંને ટાયર હવામાં અધ્ધર થઈ ગયા હતા.ટ્રેક્ટર ચાલકે સ્ટેટ હાઈવે ઉપર કર્યા જોખમી સ્ટંટમાત્ર પાછળના બે પૈડા પર ટ્રેક્ટરને હાઈવે પર દોડાવીને ચાલકે જોખમી સ્ટંટ કર્યા હતા. ભારે વજન અને સ્ટંટને કારણે જો ટ્રેક્ટર પલટી ગયું હોત, તો મોટી જાનહાનિ થઈ શકી હોત. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા લોકો ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ઓવરલોડ શેરડી ભરી જતા ટ્રેક્ટરના ચાલકે કર્યા સ્ટંટહાઈવે પર અન્ય નિર્દોષ વાહનચાલકો માટે આ પ્રકારની બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. ટાંકલ અને ચીખલી પંથકમાં ઓવરલોડ વાહનોની સમસ્યા લાંબા સમયથી છે, પરંતુ આ પ્રકારે જોખમી સ્ટંટના કિસ્સાએ પોલીસ અને આરટીઓ (RTO) તંત્રની કામગીરી પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. હવે જોવાનું એ રહેશે કે વાયરલ વીડિયોના આધારે પોલીસ આ ચાલક સામે શું પગલાં લે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
સોમનાથમાં સ્વાભિમાન પર્વને લઈ અનેરો ઉત્સાહ, ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ- સંતો દર્શનાર્થે પહોંચ્યા
calendar_today January 9, 2026

સોમનાથમાં સ્વાભિમાન પર્વને લઈ અનેરો ઉત્સાહ, ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ- સંતો દર્શનાર્થે પહોંચ્યા

ગીર સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે ભવ્ય અને દિવ્ય માહોલ સર્જાયો છે,આજે ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ-સંતોએ સોમનાથના શંખચોકથી પદયાત્રા કરીને દેવાધિદેવ ભગવાન મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા.

Read Full Story arrow_forward
Sabarkantha: ઈડરિયા ગઢ ખાતે છઠ્ઠી આરોહણ અવરોહણ રાજ્યકક્ષા સ્પર્ધાનું આયોજન, સુવિધાઓની અછત વચ્ચે સ્પર્ધકોએ ભાગ લીધો
calendar_today January 9, 2026

Sabarkantha: ઈડરિયા ગઢ ખાતે છઠ્ઠી આરોહણ અવરોહણ રાજ્યકક્ષા સ્પર્ધાનું આયોજન, સુવિધાઓની અછત વચ્ચે સ્પર્ધકોએ ભાગ લીધો

ઈડરિયા ગઢ ખાતે છઠ્ઠી આરોહણ અવરોહણ રાજ્યકક્ષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, ઇડરિયા ગઢની તળેટી થી લઈ ગઢ સુધીના 799 જેટલા પગથિયાનું ચડાણ પૂર્ણ કરી ગુજરાતભરના જુનિયર સ્પર્ધકોએ આરોહણ અવરોહણમાં દોડ લગાવી હતી, રાજ્યકક્ષાની સ્પર્ધામાં સ્થાનિક અધિકારીઓ સહિત કલેકટર ધારાસભ્ય, સાંસદની નિષ્ક્રિયતા જોવા મળી છે. આ સાથે તંત્ર દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની સ્પર્ધામાં અનેક સુવિધાઓની અછત વચ્ચે સ્પર્ધકોએ પોતાનો રોષ ઠાલવ્યો છે...ગુજરાતભરના 263 જેટલા જુનિયર સ્પર્ધકોએ ઇડરિયો ગઢ સર કરવા માટે દોડ લગાવી ઈડરીયા ગઢ ખાતે રાજ્ય કક્ષાની છઠ્ઠી આરોહણ અવરોહણ રાજ્યકક્ષાની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું, સમગ્ર ગુજરાત ભરના 263 જેટલા જુનિયર સ્પર્ધકોએ ઇડરિયો ગઢ સર કરવા માટે દોડ લગાવી હતી, ઈડરિયા ગઢ ખાતે આયોજિત રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વહીવટી તંત્રના તાયફા જોવા મળ્યા હતા સાથે રાજ્યકક્ષાની સ્પર્ધામાં સ્થાનિક ધારાસભ્ય, સાંસદ, કલેકટર, પ્રાંત અધિકારી જેવા અધિકારીઓની નિષ્ક્રિયતા અનેક સવાલો ઉભા કરી રહી છે. ખાસ કરીને ગુજરાત ભરના વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં જ્યારે ભાગ લેતા હોય ત્યારે અધિકારીઓ સહિત સત્તાધીશો વિદ્યાર્થીઓના ઉત્સાહ વધારવા માટે અચૂક હાજરી આપતા હોય છે, જોકે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વહીવટી તંત્રના અધિકારીઓ સહિત સત્તાધિશોની ગેરહાજરી સ્પર્ધકોમાં પણ નિરાશા વ્યાપી છે.... વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ગ્લુકોઝમાં પણ તંત્રએ કચાસ દાખવી તાજેતરમાં ગિરનાર ખાતે યોજાયેલી સિનિયર આરોહણ અવરોહણ સ્પર્ધામાં એક વિદ્યાર્થીનીની તબિયત લથડી હતી, સારવાર દરમિયાન તેનું મૃત્યુ પણ નિપજ્યું હતું, તેવામાં ઇડર ખાતે યોજાયેલી જુનિયર આરોહણ અવરોહણ સ્પર્ધામાં આરોગ્ય વિભાગની બેદરકારી સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ગ્લુકોઝમાં પણ તંત્રએ કચાસ દાખવતા સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી છે, તંત્રની બેદરકારી સામે વિદ્યાર્થીઓએ પોતાનો રોષ ઠાલવ્યો આ સાથે ઇડર ગઢ તળેટીથી લઈ ઇડર ગઢ સુધી યોજાયેલી દોડ સ્પર્ધામાં કોઈપણ પ્રકારની આરોગ્યની તેમજ વિદ્યાર્થીઓ માટે એનર્જી ડ્રીંક અને લીંબુ શરબત સહિત પાણીના અભાવ વચ્ચે સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના કાર્યક્રમમાં સૌથી મોટી તંત્રની બેદરકારી સામે વિદ્યાર્થીઓએ પોતાનો રોષ ઠાલવ્યો છે, આ સાથે આગામી વર્ષે યોજનાર સ્પર્ધામાં ચોક્કસ આયોજન કરવામાં આવે તેમજ પૂરતી વ્યવસ્થા નું આયોજન કરવામાં આવે તે પ્રમાણેનો સ્પર્ધકો દ્વારા આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગિરનાર ખાતે યોજાનારી જુનિયર નેશનલ સ્પર્ધામાં ખેલાડી ભાગ લેશે  તંત્ર દ્વારા આયોજન કરવામાં આવતી આરોહણ અવરોહણ સ્પર્ધામાં ચોક્કસ સુવિધાઓના અભાવ વચ્ચે નિષ્ક્રિયતા સામે રાજ્યકક્ષાનો કાર્યકમ યોજાયો હતો. સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ઇનામ વિતરણ થકી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે આવનાર દિવસોમાં ગિરનાર ખાતે યોજાનારી જુનિયર નેશનલ સ્પર્ધામાં રાજ્યકક્ષાના જુનિયર સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકો ભાગ લેશે....આ પણ વાંચો-----    Dhoraji માં ભૂકંપના આંચકાઓ વચ્ચે નગરપાલિકા દ્વારા જાગૃતિ અભિયાન, નગરપાલિકા દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા

Read Full Story arrow_forward