android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi News: હળવદ પંથકમાં PGVCLનો સપાટો, ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક વીજ ચેકિંગ
calendar_today January 9, 2026

Morbi News: હળવદ પંથકમાં PGVCLનો સપાટો, ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક વીજ ચેકિંગ

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા સઘન સર્ચ ઓપરેશન દરમિયાન તંત્રએ અંદાજે રૂ.45 લાખની વીજચોરી ઝડપી પાડી છે. PGVCLની કુલ 34 જેટલી ટીમોએ હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં ધામા નાખ્યા હતા. આ કામગીરી દરમિયાન અધિકારીઓએ ઘનશ્યામપુર, કોઇબા, અજીતગઢ, માયાપુર, ખેતરડી અને રાતાભેર સહિતના ગામડાઓમાં વીજ જોડાણોની તપાસ કરી હતી.ઘનશ્યામપુર, કોઇબા, અજીતગઢમાં વીજ ચેકિંગતંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીની મુખ્ય વિગતો નીચે મુજબ છે: કુલ તપાસ: ત્રણ દિવસમાં 200થી વધુ મકાનોમાં તપાસ કરવામાં આવી. કુલ 64 જોડાણોમાં વીજ ચોરી કે ગેરરીતિ સામે આવી છે. 63 જેટલા રહેણાંક મકાનોમાં ડાયરેક્ટ આંકડા કે મીટરમાં છેડછાડ ઝડપાઈ. એક પાણીના પ્લાન્ટમાં પણ ગેરરીતિ ઝડપાતા મોટું બિલ ફટકારવામાં આવ્યું છે. માયાપુર, ખેતરડી, રાતાભેર સહિતના ગામમાં ચેકીંગPGVCLના આ મેગા ચેકિંગને પગલે વીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે જેથી વીજ કંપનીને થતું આર્થિક નુકસાન અટકાવી શકાય. પકડાયેલા તમામ આસામીઓને મસમોટા દંડ ફટકારવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
BJP On Mamta Banerjee: મમતાને કૌભાંડો ઉજાગર થવાનો ડર ? BJPએ મમતા બેનર્જી પર સાધ્યુ નિશાન
calendar_today January 9, 2026

BJP On Mamta Banerjee: મમતાને કૌભાંડો ઉજાગર થવાનો ડર ? BJPએ મમતા બેનર્જી પર સાધ્યુ નિશાન

પશ્ચિમ બંગાળના સીએમ પર બીજેપીએ આકરા પ્રહાર કર્યા છે. કોલકાતામાં ipac કાર્યાલય પર ઇડીએ દરોડા પાડ્યા હતા. જેને સીએમ મમતા બેનર્જીએ વિરોધ કર્યો હતો. આ અંગે બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદે ટીએમસી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ગઇકાલે બંગાળમાં જે થયું તે આઝાદ ભારતમાં પહેલા ક્યારેય થયુ નથી. મુખ્યમંત્રી મમતા બેનર્જીનું કામ ન માત્ર અનૈતિક પરંતુ ગેર જવાબદાર અને ગેર બંધારણીય છે. તેમણે આખી લોકતાંત્રિક પ્રક્રિયાને શર્મસાર કરી છે. મમતા ગભરાઇ કેમ ગયા? રવિશંકરે કહ્યું કે એક ખાનગી કંપનીની ઓફિસ પર દરોડો પાડવામાં આવ્યો હતો. અમને સમજાતું નથી કે મમતા બેનર્જી આ અંગે કેમ ગભરાઈ રહ્યા છે. તેમને ડર છે કે તેમના કૌભાંડોના રહસ્યો ખુલ્લા પડી જશે. તપાસ બંધ કરાવી એ કાયદાનું ઉલ્લંઘન છે. જનતા મમતાને જવાબદાર ઠેરવશે.ભાજપે આરોપ લગાવ્યો હતો કે મમતા બેનર્જી બંગાળમાં કોઈપણ તપાસની મંજૂરી આપતા નથી. તેમણે ED અધિકારીઓને ધમકી પણ આપી છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે મમતા બેનર્જી 14 વર્ષથી મુખ્યમંત્રી છે, કેન્દ્રીય મંત્રી પણ રહ્યા છે, અને શાસનને સમજે છે. તેથી જો મમતા બેનર્જીએ બધા નિયમો, કાયદાઓ અને લોકશાહી ધોરણોનું ઉલ્લંઘન કર્યું છે, તો ત્યાં કંઈક ખૂબ જ સંવેદનશીલ હતું જેને કાઢવાની જરૂર છે.મમતા શાસનના પાપનો ઘડો ભરાઇ ગયો છે- રવિશંકર પ્રસાદ ભાજપે આરોપ લગાવ્યો કે મમતા બેનર્જી બંગાળમાં કોઈ તપાસ થવા દેતી નથી. તેમને ડર છે કે તેમના કૌભાંડોના રહસ્યો ખુલ્લા પડી જશે. તપાસ બંધ કરવી એ કાયદાનું ઉલ્લંઘન છે. અમને વિશ્વાસ છે કે થોડા મહિનામાં, બંગાળના લોકો આનો સંપૂર્ણ હિસાબ લેશે. મમતા બેનર્જીના શાસનના પાપોનો ઘડો ભરાઈ ગયો છે. EDના દરોડાએ હોબાળો મચાવ્યો ગુરુવાર 8 જાન્યુઆરીના રોજ EDની ટીમે કોલસાની દાણચોરીના કેસની તપાસના ભાગ રૂપે અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. I-PACના કોલકાતા નિવાસસ્થાન અને કાર્યાલય પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાના સમાચાર મળતાં જ ગુસ્સે ભરાયેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી IPACના પરિસરમાં દોડી ગયા હતા.

Read Full Story arrow_forward
Viral Video : હાથ નહીં, છતાં અદ્ભુત રીતે રમે છે વોલીબોલ, વીડિયો ચોંકાવી દેશે
calendar_today January 9, 2026

Viral Video : હાથ નહીં, છતાં અદ્ભુત રીતે રમે છે વોલીબોલ, વીડિયો ચોંકાવી દેશે

સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ કેટલાક વીડિયો એવા હોય છે જે માત્ર મનોરંજન પૂરતા સીમિત નથી રહેતા, પરંતુ આપણને વિચારવા અને આત્મમંથન કરવા મજબૂર કરે છે કે ખરેખર આવું બની શકે છે. આશ્ચર્યચકિત કરી દે એવો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો માત્ર આશ્ચર્યચકિત જ નથી થતા, પરંતુ ભાવુક પણ બની જાય છે. વીડિયોમાં એક અપંગ વ્યક્તિ અદ્ભુત રીતે વોલીબોલ રમતો જોવા મળે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ વ્યક્તિના બંને હાથ નથી, છતાં તેની રમત, સંતુલન અને આત્મવિશ્વાસ એટલા પ્રભાવશાળી છે કે કોઈપણ વ્યક્તિને પ્રેરણા મળે એવી ક્ષણો સર્જાય છે. વ્યક્તિનું નામ આ વ્યક્તિનું નામ પરસા રામ હોવાનું કહેવાય છે. તે રાજસ્થાનના બાડમેર જિલ્લાનો રહેવાસી છે. વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે પરસા રામ પોતાના પગની મદદથી બોલને ઉપર ફેંકે છે અને પછી અદ્ભુત સંતુલન અને ઝડપ સાથે વોલીબોલ રમે છે. એક હાથ સંપૂર્ણ રીતે નથી અને બીજો હાથ પણ અડધાથી વધુ કપાયેલો છે, છતાં તેની ઝડપ અને રમત પરની પકડ જોઈને લોકો દંગ રહી જાય છે. પારસાની રમત આપે છે સંદેશ પરસા રામની રમત માત્ર એક રમત નથી, પરંતુ તે એક સંદેશ છે. તે સંદેશ છે કે જીવનમાં મુશ્કેલીઓ કેટલી પણ મોટી હોય, જો મન મજબૂત હોય તો તેને પાર કરી શકાય છે. સામાન્ય રીતે ઘણા લોકો નાની મુશ્કેલીમાં પણ હાર માની લે છે, પરંતુ પરસા રામે પોતાની શારીરિક અસમર્થતાને પોતાની કમજોરી બનવા દીધી નથી. આ 41 સેકન્ડનો વીડિયો ટ્વિટર પર @bs_rupawat નામના યુઝરે શેર કર્યો હતો. કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે પરસા રામે સાબિત કર્યું છે કે દૃઢ નિશ્ચય હોય તો શારીરિક નબળાઈ કોઈ અવરોધ નથી. વીડિયો સામે આવતા જ હજારો લોકોએ તેને જોયો, લાઈક કર્યો અને વખાણ કર્યા. કોમેન્ટમાં લોકોએ શું કહ્યું ? એક યુઝરે કોમેન્ટમાં લખ્યું, “આ વીડિયો જીવનનો સાચો પાઠ આપે છે.” જ્યારે બીજા એકે કહ્યું, “બંને હાથવાળા લોકો પણ આટલી ચોકસાઈથી નથી રમતા.” આવી અનેક પ્રતિક્રિયાઓ પરસા રામને આજે લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત બનાવી રહી છે. પરસા રામની આ કહાની આપણને યાદ અપાવે છે કે હાર શરીરની નહીં, પરંતુ મનની હોય છે. જો આત્મવિશ્વાસ અને મહેનત હોય, તો કોઈ પણ મર્યાદા તમને રોકી શકતી નથી.Disclaimer : આ એક વાયરલ વીડિયો આજકાલ સોશ્યલ મીડિયા પર જોરશોરથી શેર થઈ રહ્યો છે અને વીડિયો જોયા બાદ તમને લાગશે કે મેળામાં કોઈક વસ્તુને વેચી રહેલા વ્યક્તિના પગે વળગીને બાળક સુઈ રહ્યો છે. વાયરલ વીડિયોની અમુક બહાર આવેલી વિગતો મુજબ એક પિતાના પગને વળગી બાળક સુઈ રહ્યો છે અને પિતા માટેની દુવિધા એ લાગી રહી છે કે તેના માટે બાળકની ઉંઘ કરતા વધારે રોજી રળવી મહત્વતતા ધરાવે છે... આપ પણ આપના પ્રતિભાવ આપજો વીડિયો જોઈને કે ખરેખર લાચાર કોણ ?આ પણ વાંચો : Viral News : માત્ર શોખ માટે ખરીદી એક જૂની ટેન્ક, અંદરથી મળ્યું એવું કે માલિક પણ દંગ રહી ગયો

Read Full Story arrow_forward