android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar news: લાખોની ચાઈનીઝ દોરી સાથે ઈસમ ઝડપાયો
calendar_today January 9, 2026

Surendranagar news: લાખોની ચાઈનીઝ દોરી સાથે ઈસમ ઝડપાયો

ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા જ ઘાતક અને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ગેરકાયદેસર વેપલો કરતા શખ્સો સક્રિય થયા છે. ત્યારે સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે દસાડા તાલુકાના માનાવાડા ગામે રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે વાડીની ઓરડીમાં છુપાવેલો ચાઈનીઝ દોરીનો મસમોટો જથ્થો ઝડપી લીધો છે. પોલીસ દ્વારા આ મામલે કુલ 384 નંગ પ્રતિબંધિત રીલ સાથે એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે.વાડીની ઓરડીમાં ચાલતું હતું નેટવર્ક ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, દસાડાના માનાવાડા ગામમાં વાડી વિસ્તારમાં આવેલી એક ઓરડીમાં ચાઈનીઝ દોરીનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા માનાવાડાના સંજય સેનાજી ઠાકોર નામના શખ્સને ઝડપી લીધો છે. પોલીસે ઓરડીમાં તપાસ કરી હતી. જે દરમિયાન ઓરડીમાંથી રૂપિયા 1.53 લાખની કિંમતની 384 નંગ ચાઈનીઝ દોરીની રીલ મળી આવી હતી. પૂછપરછમાં બીજા વેપારીનું નામ ખુલ્યું પોલીસે જ્યારે ઝડપાયેલા શખ્સની કડક પૂછપરછ કરી, ત્યારે આ દોરીનો જથ્થો તેણે મયુરકુમાર નાનુભાઈ નામના વ્યક્તિ પાસેથી મેળવ્યો હોવાનું કબૂલાત કરી હતી. પોલીસે આ બંને શખ્સો સામે દસાડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. પ્રતિબંધ હોવા છતાં આટલી મોટી માત્રામાં ચાઈનીઝ દોરી ક્યાંથી આવી અને કોને સપ્લાય કરવાની હતી, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. જીવલેણ દોરીથી બચવા અપીલ ચાઈનીઝ દોરી પક્ષીઓ અને માનવીઓ માટે જીવલેણ સાબિત થતી હોવાથી તેના પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જે કારણે પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે જો કોઈ આવી દોરીનું વેચાણ કરતા જણાય તો તેની જાણ પોલીસને કરવાની અપીલ પણ કરી છે. સુરેન્દ્રનગર પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર વેપાર કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Surendranagar News: લીંબડીમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો, 'મુન્નાભાઈ'ની ધરપકડ

Read Full Story arrow_forward
Makar Sankranti 2026 : ઉત્તરાયણ પર્વમાં ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવાર માટે રાજયભરમાં 10 થી 20 જાન્યુઆરી દરમિયાન યોજાશે ‘કરૂણા અભિયાન’
calendar_today January 9, 2026

Makar Sankranti 2026 : ઉત્તરાયણ પર્વમાં ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવાર માટે રાજયભરમાં 10 થી 20 જાન્યુઆરી દરમિયાન યોજાશે ‘કરૂણા અભિયાન’

જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે. આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે વર્ષ ૨૦૧૫થી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યભરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આવતીકાલે તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરવામાં આવશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું. ‘કરૂણા અભિયાન’નું આદર્શ મોડલ આજે સમગ્ર દેશ માટે પથદર્શક બન્યું મંત્રી મોઢવાડિયાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરૂણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ-પક્ષીઓને નવજીવન મળ્યું છે. છેલ્લા ૦૯ વર્ષમાં કરૂણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં ૧.૧૨ લાખથી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા છે. ગુજરાતે સૌપ્રથમવાર શરુ કરેલું ‘કરૂણા અભિયાન’નું આદર્શ મોડલ આજે સમગ્ર દેશ માટે પથદર્શક બન્યું છે. મંત્રીએ ઉત્તરાયણ પર્વની સૌને શુભેચ્છા આપી અપીલ કરતા કહ્યું હતું કે, સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચરતા હોય છે જેથી સવારે અને સાંજે શક્ય હોય તો પતંગ ન ચગાવવા જોઈએ. સાથે જ ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો પણ ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. રાજ્યભરમાં 450 જેટલા કલેક્શન સેન્ટર, 85 જેટલા કંટ્રોલરૂમ કાર્યરત થશે મંત્રી મોઢવાડિયાએ આ અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યમાં કરૂણા અભિયાન ૨૦૨૬ અંતર્ગત વન વિભાગ, પશુપાલન વિભાગ અને સ્વયંસેવી સંસ્થાઓ સાથે મળીને રાજ્યભરમાં કુલ ૪૫૦ જેટલા કલેક્શન સેન્ટર, ૮૫ જેટલા કંટ્રોલરૂમ તથા ૪૮૦ વધુ સારવાર કેન્દ્રો અબોલ પક્ષીઓના સારવાર તેમજ બચાવ કાર્ય માટે કાર્યરત કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો પર કુલ ૭૪૦થી વધુ વેટરનરી ડોકટર તથા અંદાજે ૮,૫૦૦ થી વધુ કર્મચારીઓ-સ્વયંસેવકો પક્ષીઓના બચાવ-સારવાર માટે સેવા આપી રહ્યા છે. કરૂણા એમ્બુલન્સ સ્થળ પર જઈ ઘાયલ પક્ષીઓની બચાવ કામગીરીમાં જોડાશે વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ કહ્યું હતું કે, રાજ્યભરમાં ૧૯૬૨ નંબર ડાયલ કરી ઘાયલ પક્ષીઓની સારવાર માટે સહાય મેળવી શકાશે. આગામી તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન ઘાયલ પક્ષીઓના બચાવ માટે અને પક્ષીઓને સમયસર સારવાર આપવા વાઈલ્ડ લાઈફ હેલ્પ લાઈન નંબર ૮૩૨૦૦ ૦૨૦૦૦ જાહેર કરાયો છે. આ નંબર પર વોટ્સએપમાં “Hi” લખવાથી નજીકના પક્ષી સારવાર કેન્દ્રોની જાણકારી મેળવી શકાશે. સવારે ૭ થી સાંજે ૬ દરમિયાન દરેક તાલુકામાં કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. જરૂર જણાશે તો કરૂણા એમ્બુલન્સ સ્થળ પર જઈ ઘાયલ પક્ષીઓની બચાવ કામગીરીમાં જોડાશે. ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવાનું ટાળો મંત્રી માળીએ કહ્યું હતું કે, ઘાયલ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા વન વિભાગ દ્વારા જિલ્લાવાર નોડલ અધિકારી તથા નિયંત્રણ અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે. તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને અન્ય વિસ્તારોમાં આ કરૂણા અભિયાનને વેગ આપી તેમાં સ્વંયસેવી સંસ્થાઓ અને શિક્ષણ સંસ્થાઓનો સહયોગ લેવામાં આવશે. આ અભિયાનમાં મોટી સંખ્યામાં યુવાનો અને સામન્ય પ્રજાજનો જોડાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાગૃતિ કાર્યક્રમો પણ ઠેર ઠેર યોજાશે. ચાઈનીઝ માંજાનો ઉપયોગ ન કરવા અને સુર્યોદય તથા સુર્યાસ્ત સમયે પક્ષીઓ વધુ પ્રમાણમાં આકાશમાં ઉડતા હોવાથી આ સમયે પતંગ ન ચગાવવા પણ મંત્રીએ નાગરિકોને અપીલ કરી હતી. આ પણ વાંચો : Makar Sankranti 2026 : દાદા અને પિતા બાદ દીકરીઓના હાથમાં પતંગની ડોર, સુરતના એક જ પરિવારની ત્રીજી પેઢીની 8 બહેનો ચલાવે છે પતંગનો વ્યવસાય

Read Full Story arrow_forward
Gold Silver Price: સોના અને ચાંદીના ભાવ આજે ઘટ્યા કે વધ્યા? જાણો 10 ગ્રામ સોનુ અને કિલો ચાંદીનો લેટેસ્ટ રેટ
calendar_today January 9, 2026

Gold Silver Price: સોના અને ચાંદીના ભાવ આજે ઘટ્યા કે વધ્યા? જાણો 10 ગ્રામ સોનુ અને કિલો ચાંદીનો લેટેસ્ટ રેટ

સોના ચાંદીના ભાવમાં દિવસ જાય તેમ ફેરફાર આવી રહ્યો છે. સોના અને ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. સોના ચાંદીના ભાવ સતત વધી જ રહ્યા છે. તેમાં પણ ચાંદી તો અઢી લાખની નજીક પહોંચી છે. આજે સોનાનો ભાવ 9 જાન્યુઆરીના રોજ સવારે 11:25 વાગ્યે, 5 ફેબ્રુઆરીની સમાપ્તિ તારીખ ધરાવતું MCX સોનું ₹1,38,214 પર ટ્રેડ થઈ રહ્યું હતું, જે પાછલા દિવસના બંધ ભાવ કરતાં આશરે ₹470 વધારે હતું. શરૂઆતના વેપારમાં MCX સોનું ₹1,38,320 ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. આજે ચાંદીનો ભાવ 5 માર્ચ, 2026ની સમાપ્તિ તારીખ સાથે ચાંદીનો ભાવ MCX પર પ્રતિ કિલોગ્રામ ₹2,46,631 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ પાછલા દિવસના બંધ ભાવથી આશરે ₹3300 નો ઉછાળો દર્શાવે છે. શરૂઆતના વેપારમાં MCX ચાંદી ₹2,47,127 ની ઊંચી સપાટીએ પહોંચી ગઈ. જો કે ગુડ રિટર્ન્સ અનુસાર ચાંદીના ભાવમાં આજે 3000નો ઘટાડો થયો છે. હાલ એક કિલો ચાંદી 249000 પર ટ્રેડ થઇ રહી છે. મોટા શહેરોમાં સોના ચાંદીનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામઅમદાવાદ ₹1,38,760 ₹127,200બેંગ્લોર ₹1,38,710 ₹1,27,150ચેન્નાઇ ₹1,39,640 ₹128,000મુંબઇ ₹1,38,710 ₹127,150દિલ્હી ₹1,38,150 ₹126,650કોલકાતા ₹1,38,860 ₹127,300વડોદરા ₹1,38,760 ₹127,200ભારતમાં સોનાના ભાવ કેવી રીતે નક્કી થાય છે?ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમાંથી સૌથી મુખ્ય છે સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ, ડોલર-રૂપિયાનો વિનિમય દર, આયાત જકાત અને કર, સ્થાનિક માંગ અને પુરવઠો અને લગ્ન અને તહેવારોની મોસમ. મિસ્ડ કોલથી જાણો સોનાની હાલની કિંમત 22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના રીટેલ દર જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયમાં તમને SMS દ્વારા તાજેતરના દર મળવાની વ્યવસ્થા છે. સતત અપડેટ્સ અને વધુ માહિતી માટે, તમે IBJA વેબસાઇટ અથવા IBJA Rates પ્લેટફોર્મ પર મુલાકાત લઈ શકો છો.

Read Full Story arrow_forward