android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sridhar Vembu Divorce Dispute : ભારતનો સૌથી મોંઘો ડિવોર્સ? ઝોહોના સ્થાપક સામે ₹15,000 કરોડનો બોન્ડ
calendar_today January 9, 2026

Sridhar Vembu Divorce Dispute : ભારતનો સૌથી મોંઘો ડિવોર્સ? ઝોહોના સ્થાપક સામે ₹15,000 કરોડનો બોન્ડ

છેલ્લા કેટલાક સમયથી ભારતમાં છૂટાછેડાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે એક એવો કેસ સામે આવ્યો છે, જેણે બિઝનેસ જગત અને સામાન્ય લોકો બંનેને ચોંકાવી દીધા છે. ઝોહો કોર્પોરેશનના સહ-સ્થાપક અને ટેક ઉદ્યોગના જાણીતા નામ શ્રીધર વેમ્બુ અને તેમની ભૂતપૂર્વ પત્ની પ્રમિલા શ્રીનિવાસન વચ્ચે ચાલી રહેલો ડિવોર્સ કેસ હાલમાં US કોર્ટમાં ચાલી રહ્યો છે. આટલા બિલિયનનો બોન્ડ જમા કરવવાનો આદેશ આ કેસમાં કેલિફોર્નિયાની સુપિરિયર કોર્ટે શ્રીધર વેમ્બુને અંદાજે $1.7 બિલિયન (₹15,000 કરોડથી વધુ) નો બોન્ડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટને શંકા છે કે ડિવોર્સની કાર્યવાહી દરમિયાન વૈવાહિક સંપત્તિનું ગેરરીતે ટ્રાન્સફર થઈ શકે છે, જેથી આ કડક પગલું લેવામાં આવ્યું છે. પ્રમિલાનો આરોપ પ્રમિલા શ્રીનિવાસને આરોપ લગાવ્યો છે કે શ્રીધર વેમ્બુએ લગ્ન દરમિયાન બનાવેલી ઝોહો કંપનીમાં પોતાની મોટી હિસ્સેદારી ગુપ્ત રીતે અન્ય એન્ટિટીમાં ટ્રાન્સફર કરી દીધી. તેમના કહેવા મુજબ, આ એન્ટિટી શ્રીધરના લાંબા સમયથી સહયોગી સાથે જોડાયેલી છે. આ ટ્રાન્સફર ત્રણ તબક્કામાં કરવામાં આવ્યો હોવાનું પણ દાવો કરવામાં આવ્યો છે. પોતાની આવકથી કર્યો સ્પોર્ટ પ્રમિલાનું કહેવું છે કે તેમણે પોતાની આવકથી શ્રીધરને સપોર્ટ કર્યો હતો જેથી તેઓ નોકરી છોડી પોતાનો બિઝનેસ કરી શકે. પરંતુ છૂટાછેડા માટે અરજી કર્યા બાદ જ તેમને ખબર પડી કે કંપનીમાં શ્રીધર માત્ર 5 ટકા હિસ્સો હોવાનો દાવો કરે છે, જ્યારે બાકીની મોટાભાગની માલિકી તેમના ભાઈ-બહેનો પાસે છે.  શ્રીધર વેમ્બુએ આરોપોને નકારી કાઢયા બીજી તરફ, શ્રીધર વેમ્બુએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમનો દાવો છે કે ઝોહોમાં તેમનો હિસ્સો શરૂઆતથી જ માત્ર 5 ટકા રહ્યો છે. ફોર્બ્સ 2025 ની યાદી અનુસાર, વેમ્બુ અને તેના ભાઈ-બહેનો (જેઓ હવે કંપનીના મોટાભાગના શેર (80 ટકાથી વધુ) ધરાવે છે) ની કુલ સંપત્તિ $6 બિલિયન છે. લગભગ ત્રીસ વર્ષના લગ્નજીવન અને યુએસમાં એક પુત્રનો ઉછેર કર્યા પછી, વેમ્બુ 2019 ના અંતમાં ભારત પરત ફર્યા. છૂટાછેડાની કાર્યવાહી 2021 માં શરૂ થઈ. મોટા કોર્પોરેટ ફેરફારો કોર્ટએ આ મામલે ઝોહોની વિવિધ એન્ટિટીઝ પર નજર રાખવા માટે એક રીસીવરની નિમણૂક પણ કરી છે અને મોટા કોર્પોરેટ ફેરફારો પર પ્રતિબંધ મૂક્યો છે. જો કોર્ટનો અંતિમ ચુકાદો વેમ્બુ વિરુદ્ધ આવે છે, તો આ ડિવોર્સ ભારતના સૌથી મોંઘા છૂટાછેડામાં સ્થાન મેળવી શકે છે.આ પણ વાંચો : Knowledge : કૃષ્ણા નદી કેમ ઓળખાય છે ‘ડાયમંડ નદી’ તરીકે? જાણો ઇતિહાસ

Read Full Story arrow_forward
Maharashtraના આ વિસ્તારોમાં દિવસ દરમિયાન રજાની જાહેરાત, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય, શું છે મામલો?
calendar_today January 9, 2026

Maharashtraના આ વિસ્તારોમાં દિવસ દરમિયાન રજાની જાહેરાત, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય, શું છે મામલો?

મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે જાહેર કર્યુ હતુ કે, 15 જાન્યુઆરીના રોજ 29 મહાનગરપાલિકાઓમાં જે ક્ષેત્રમાં મતદાન થવાનું છે. ત્યાં રજાની જાહેરાત કરાઇ છે. મતદાતાઓ મતાધિકારનો કરો ઉપયોગ નગરપાલિકા ક્ષેત્રમાં આવનાર સરકારી અને અર્ધ-સરકારી કાર્યાલયો, નિગમો, બોર્ડ, સાર્વજનિક ઉપક્રમ, બેંક અને કેન્દ્ર સરકારના કાર્યાલયોમાં તમામ કાર્ય બંધ રાખવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યુ છે કે, ઇવીએમની વ્યવસ્થા સહિત તમામ કાર્યોને આખરી ઓપ અપાયો છે. અને મતદાતાઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચના અધ્યક્ષનો આદેશ રાજ્ય ચૂંટણી પંચના અધ્યક્ષ દિનેશ વાઘમારે નિર્દેશ આપ્યા છે કે, પર્યાપ્ત સંખ્યામાં મતદાન અને મતગણતરી કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવે. અને તમામ કર્મચારીઓએ પોતાના સમય મુજબ તાલીમ પ્રાપ્ત કરે. દિનેશ વાઘમારેએ વધુમાં કહ્યુ હતુ કે, તાલીમ દરમિયાન જે કર્મચારીઓ ગેરહાજર રહેશે તેમના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. આ શહેરોમાં યોજાશે મતદાન મુંબઇ, ઠાણે, નવી મુંબઇ, ઉલ્હાસનગર, કલ્યાણ-ડોંબિવલી, ભિવંડી-નિઝામપુર, મીરા-ભાયદંર, વસઇ-વિરાર, પનવેલ, નાસિક, માલેગાંવ, અહિલ્યાનગર, જળગાંવ, ધુળે, પુણે, પિંપરી-ચિંચવડ, સોલાપુર, કોલ્હાપુર, ઇચલકરંજી, સાંગલી-મિરાજ-કુપવાડ, છત્રપતિ સંભાજીનગર, નાંદેડ-વાઘાલા, પરભણી, જાલના, લાતૂર, અમરાવતી, અકોલા, નાગપુર અને ચંદ્રપુરમાં મતદાન હાથ ધરવામાં આવશે. મતદાન કેન્દ્ર પર તમામ સુવિધાઓ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે, મતદાનની પ્રક્રિયા વ્યવસ્થિત કરવામાં આવે. મતદાન કેન્દ્ર પર ઉભી કરવામાં આવેલી વ્યવસ્થામાં કોઇ ખલેલ ન પહોંચે તે માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. મતદાતાઓને કોઇપણ પ્રકારની અસુવિધા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. આ પણ વાંચોઃ ઉદ્યોગપતિ ચેન ઝી પર અમેરિકાએ લગાવ્યા છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ, જાણો શું છે મામલો? 

Read Full Story arrow_forward
World Cheapest Silver Price: અહીં મળે છે સૌથી સસ્તી ચાંદી, 30થી 40 હજાર રૂપિયા ઓછી હોય છે કિંમત
calendar_today January 9, 2026

World Cheapest Silver Price: અહીં મળે છે સૌથી સસ્તી ચાંદી, 30થી 40 હજાર રૂપિયા ઓછી હોય છે કિંમત

ભારતમાં અત્યારે સોના અને ચાંદીની કિંમત ટોચ પર છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો થઇરહ્યો છે. અત્યારે ચાંદી અઢી લાખ રૂપિયા પ્રતિ કિલોને આસપાસ પહોંચી છે. જો કે પહેલા એવુ હતું કે માત્ર સોનાના ભાવમાં જ રેકોર્ડ બ્રેક વધારો થતો હતો જો કે હવે ચાંદી પણ તે દિશામાં જ આગળ વધી રહી છે. ભારતમાં ચાંદીની કિંમત સૌથી વધારે મોટાભાગના લોકો એવુ માને છે કે દુબઇમાં સોનું સસ્તુ મળે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે દુનિયામાં એવા ઘણા દેશોમાં ચાંદી ભારત કરતા સસ્તી મળે છે. આ લિસ્ટમાં ચિલી સૌથી ઉપર આવે છે. અહીં ચાંદીની કિંમત મામલે ચિલી દુનિયાનો સૌથી સસ્તો દેશ ગણાય છે. ક્યાં મળે છે ભારત કરતા સસ્તી ચાંદી? ગોલ્ડ બ્રોકર રિપોર્ટ મુજબ ચિલીમાં ચાંદીની કિંમત ભારત કરતા 30થી 40 હજાર રૂપિયા પ્રતિ કિલોએ ઓછા છે. ચિલી ચાંદીનું ઉત્પાદન કરનારા મોટા કેન્દ્રોમાં સામેલ છે. જેથી ત્યાં ચાંદીના ભાવ ઓછા હોય છે. ચિલી બાદ બીજા નંબરે રશિયા આવે છે. અહીં ભારતની તુલનાએ ચાંદી 20 થી 30 હજાર રૂપિયા પ્રતિ કિલો સસ્તી મળે છે. સ્થાનિક ઉત્પાદન અને ઓછા ટેક્સ હોવાને કારણે અહીં ચાંદીનો ભાવ ઓછો છે. ત્રીજા સ્થાને છે ચીન. સિલ્વર પ્રાઇસના રિપોર્ટ અનુસાર 1 કિલો ચાંદીની કિંમત 2 લાખ 21 હજાર છે. જે ભારત કરત ઘણી ઓછી છે. કારણ કે ચીન પોતે ચાંદીનો મુખ્ય ઉત્પાદક અને ગ્રાહક પણ છે. ભારત આ યાદીમાં ચોથા ક્રમે છે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ, આર્જેન્ટિના, બોલિવિયા, મેક્સિકો, પોર્ટુગલ અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશોનો ક્રમ આવે છે.ચાંદીમાં વધી રહ્યું છે રોકાણ છેલ્લા કેટલાક વર્ષોમાં, ફુગાવો, વૈશ્વિક અનિશ્ચિતતા અને ડોલરના મજબૂતીકરણે રોકાણકારોને સુરક્ષિત વિકલ્પો તરફ ધકેલી દીધા છે. પહેલાં, આ વિશ્વાસ ફક્ત સોના પર કેન્દ્રિત હતો, પરંતુ હવે ચાંદી પણ સલામત રોકાણ વિકલ્પ તરીકે ઉભરી રહી છે. આ જ કારણ છે કે ઔદ્યોગિક માંગની સાથે રોકાણની માંગ પણ ઝડપથી વધી છે.આ પણ વાંચો- Ruchak Rajyog: 7 દિવસ બાદ મંગળ ચમકાવશે આ રાશિની કિસ્મત, નોકરી ધંધામાં થશે પ્રગતિ

Read Full Story arrow_forward