android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Agriculture News : માટીની પ્રાકૃતિક સુગંધ સાથે બદલાયું જીવન, ગઢડાના યોગેશભાઈની પ્રાકૃતિક ખેતીની પ્રેરક સફર
calendar_today January 8, 2026

Agriculture News : માટીની પ્રાકૃતિક સુગંધ સાથે બદલાયું જીવન, ગઢડાના યોગેશભાઈની પ્રાકૃતિક ખેતીની પ્રેરક સફર

છેલ્લાં 22 વર્ષથી આધુનિક ઢબે ખેતી કરતા યોગેશભાઈએ 2017માં એક હિંમતભર્યો નિર્ણય લીધો અને રાસાયણિક ખેતી છોડીને સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં. શરૂઆતમાં અનેક પ્રશ્નો હતાં જેમાં ઉત્પાદન ઘટશે? ખર્ચ વધશે? પરંતુ સમય જતાં તેમના ખેતરે જ જવાબ આપ્યો. આજે એમનું જીવન સુખ સગવડભર્યું બન્યું છે 50 વીઘાની જમીન પર આજે કપાસ, મગફળી, જીરૂં, તલ, બાજરી, જુવાર, ઘઉં, ચણા અને શાકભાજી લહેરાઈ રહી છે. તેઓ ગર્વથી કહે છે કે “જ્યારે માટી જીવંત બને છે ત્યારે પાક પણ મબલખ આવે છે.” ખાતર અને જંતુનાશક દવાઓ પાછળ થતા 4 થી 4.50 લાખ રૂપિયાના ખર્ચે પરિવારની આર્થિક ગણતરી બગડી જતી. પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછી એ ખર્ચ એક લાખથી પણ ઓછો થઈ ગયો. દર વર્ષે થતી 3 થી 3.50 લાખની બચતે તેમના બાળકોના શિક્ષણ અને પરિવારના સપનાઓને નવી પાંખો આપી છે.  મુત્રમાંથી બનતા પોષક દ્રવ્યો તેઓ ડ્રીપ સિંચાઈ દ્વારા પાકના મૂળ સુધી પહોંચાડે છે યોગેશભાઈએ તેમના ખેતરમાં “અમૃતકુંડ” તૈયાર કરાવ્યું છે જે તેમની સર્જનશીલતાનું પાણીદાર ઉદાહરણ છે. ખેતરમાંથી નીકળતો કચરો, ગાયનું છાણ અને મુત્રમાંથી બનતા પોષક દ્રવ્યો તેઓ ડ્રીપ સિંચાઈ દ્વારા પાકના મૂળ સુધી પહોંચાડે છે. આહિર પરિવારની ગાયો જાણે ખેતીની સહભાગી બની ગઈ છે. તેઓ CVR મેથડ જેવા વૈજ્ઞાનિક વિચારને ગામઠી સમજ સાથે ભેળવી અનોખા પ્રયોગો કરે છે. જમીનમાં ફોસ્ફરસની ઉણપ હોય ત્યારે એરંડાના તેલનો છંટકાવ કરી માટીને જરૂરી શક્તિ આપે છે. યોગેશભાઈની આ સફળતા અને પ્રાકૃતિક કૃષિ પ્રયોગો માત્ર તેમના ખેતર સુધી સીમિત રહ્યાં નથી તેઓ સવારે સૂર્ય ઊગે તે પહેલાં જ બીજા ખેડૂતોને મળવા નીકળી પડે છે. દરરોજ આશરે 40 ખેડૂત મિત્રોને પોતાના ખેતરની મુલાકાત કરાવે છે અને તેમને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી તેની સમજ આપે છે. યોગેશભાઈએ અત્યાર સુધીમાં આશરે 4000થી પણ વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રોત્સાહિત કર્યા છે. ઘણા ખેડૂતો આજે તેમને “ પ્રાકૃતિક ખેતીના ગુરુ” તરીકે સંબોધે છે. હવે તો ગામના વૃદ્ધો પણ કહે છે કે યોગેશભાઈના કારણે ફરી એકવાર માટીમાં જૂના સમય જેવી સોડમ પાછી આવી છે. યુવા ખેડૂતો માટે તેઓ આશાનું કેન્દ્ર બન્યા છે. તેમના શબ્દોમાં, “જો એક ખેડૂત બદલાય, તો આખું ગામ બદલાઈ શકે.” ખેડૂતોને સામાજિક માન અને કૃષિ વિષયક ફાયદાઓ મળી રહ્યાં છે યોગેશભાઈની આ સફર સંઘર્ષ, વિશ્વાસ અને પર્યાવરણ પ્રેમની એવી કહાની છે જે ગઢડા તાલુકા સહિત સમગ્ર બોટાદ જિલ્લાનાં ખેડૂતો માટે સાચો પ્રેરણાસ્ત્રોત બની રહી છે. યોગેશભાઈ આજની યુવાપેઢીને પ્રાકૃતિક કૃષિ અપનાવી ધરતીમાંનું ઋણ અદા કરવાની દિશામાં સાચા પથદર્શક બન્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના ચિંધ્યા માર્ગે આજે બોટાદના ખેડૂતો મોટી સંખ્યામાં પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. રાજ્યપાલના પ્રાકૃતિક કૃષિ અપનાવવાના આહવાનને ખેડૂતોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને જેના થકી ખેડૂતોને સામાજિક માન અને કૃષિ વિષયક ફાયદાઓ મળી રહ્યાં છે. આ પણ વાંચો : Somnath Templeમાં સ્વાભિમાન પર્વની ઉજવણી કરાશે, જુઓ Video 

Read Full Story arrow_forward
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો મુખ્યમંત્રીને પત્ર..કલેક્ટર, DDO,SP, કમિશનર પ્રજાના કામની વાત સાંભળતા નથી
calendar_today January 8, 2026

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો મુખ્યમંત્રીને પત્ર..કલેક્ટર, DDO,SP, કમિશનર પ્રજાના કામની વાત સાંભળતા નથી

વડોદરા જિલ્લાના ભાજપના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી જિલ્લા વહીવટીતંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પત્રમાં અધિકારીઓ અને કર્મચારીઓ પ્રજાના પ્રશ્નો પ્રત્યે અસંવેદનશીલ હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. કલેક્ટર, DDO, SP અને મ્યુનિસિપલ કમિશનરની કામગીરી સામે રજૂઆત ધારાસભ્યોએ કલેક્ટર, DDO, SP અને મ્યુનિસિપલ કમિશનરની કામગીરી સામે રજૂઆત કરતા જણાવ્યું છે કે અધિકારીઓ પ્રજાના કામની વાત સાંભળતા નથી. વિપરીત પરિસ્થિતિનું ગુલાબી ચિત્ર સરકાર સમક્ષ રજૂ કરે છે ધારાસભ્યોએ આરોપ લગાવ્યો હતો કે અધિકારીઓ જમીન પરની હકીકતથી વિપરીત પરિસ્થિતિનું ગુલાબી ચિત્ર સરકાર સમક્ષ રજૂ કરે છે. આવા અધિકારીઓ સરકારને હકીકતથી દૂર રાખે છે પત્રમાં ધારાસભ્યોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, “આવા અધિકારીઓ સરકારને હકીકતથી દૂર રાખે છે,” જેના કારણે લોકપ્રતિનિધિઓના પ્રશ્નો અને પ્રજાના દુઃખદર્દ સુધી યોગ્ય રીતે પહોંચતા નથી. કેટલાક અધિકારીઓ પોતાને જ સરકાર માની અંધાધૂંધ વહીવટ ચલાવે છે આગળ તેમણે આક્ષેપ કર્યો છે કે કેટલાક અધિકારીઓ પોતાને જ સરકાર માની અંધાધૂંધ વહીવટ ચલાવે છે, જેના કારણે લોકશાહી પ્રક્રિયા અને જવાબદારી પર પ્રશ્નચિહ્ન ઊભું થાય છે. આ ધારાસભ્યોના હસ્તાક્ષર આ પત્ર પર ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા, ચૈતન્ય ઝાલા, કેતન ઇનામદાર, અક્ષય પટેલ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તાક્ષર છે. આ ઘટનાને લઈ વડોદરાના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.ખરાબ મનસ્વીતા દર્શાવતા થઈ ગયા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત જિલ્લાના પાંચેય ધારાસભ્યો એ લેખિત માં વિવિધ રજૂઆતો કરતો પત્ર મુખ્યમંત્રી ને સંબોધીને પાઠવ્યો હતો. વહીવટી તંત્ર ના વાંકે પ્રજા ના કામો ખોરંભે પડ્યા છે અને પ્રજાએ નાનું કામ કરાવવું યુદ્ધ સમાન હોય ગણાવી ને મોટા અધિકારી ઓ થી લઈને નાના કર્મચારીઓ પોતાની ખરાબ મનસ્વીતા દર્શાવતા થઈ ગયા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જિલ્લા કલેકટર પોલીસ કમિશનર જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પોતાની ઓફિસોમાં બેસીને વિડિઓ કોન્ફરન્સ મારફતે જમીની હકીકત જાણ્યા વગર સરકારને ગુલાબી ચિત્ર બતાવતા હોવાનો લેખિત આક્ષેપ કર્યો ધારાસભ્ય એ સૂચવેલા પ્રજાના કામો થતા નથી પ્રજા અને પ્રજાના જન પ્રતિનિધિને અવગણીને પોતે જ સરકાર હોય તેવી રીતે કામ કરતા હોવાથી સરકારની છબી ખરડાઈ રહી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. ધારાસભ્ય એ સૂચવેલા પ્રજાના કામો થતા નથી અને ઉપરી અધિકારીઓ તમે ધારાસભ્ય ની મદદ કેમ માગી ખરાબ માનસિકતા અને સુચારૂ રૂપથી વહીવટી તંત્ર ચલાવવા યોગ્ય નથી તેવી લેખિત ફરિયાદ કરી જરૂરી કડક પગલા લેવામાં આવે તેવી માંગપત્ર દ્વારા જિલ્લાના ધારાસભ્યોએ ખરાબ મનસ્વીતા ધરાવતા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે અને જન પ્રતિનિધિ દ્વારા અને પ્રજા દ્વારા સૂચવવામાં આવેલ કામો કરવામાં આવે અને સાથે જ જરૂરી કડક પગલા લેવામાં આવે તેવી માંગ કરી પત્ર મુખ્યમંત્રી ને પાઠવ્યો આ પણ વાંચો----   Somnath સ્વાભિમાન પર્વ, 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ, અગ્નિદેવની સાક્ષીએ ગૂંજ્યા મહાદેવના ઓમકાર નાદ

Read Full Story arrow_forward
Narmada News : રેવાકાંઠા રાજપૂત પરિષદે રચ્યો ઇતિહાસ, સામાજિક એકતાના અવિરત 100 વર્ષ પૂર્ણ
calendar_today January 8, 2026

Narmada News : રેવાકાંઠા રાજપૂત પરિષદે રચ્યો ઇતિહાસ, સામાજિક એકતાના અવિરત 100 વર્ષ પૂર્ણ

કોઈપણ સામાજિક સંગઠન માટે 100 વર્ષષ સુધી સક્રિય રહીને સમાજ ઉત્થાનનું કાર્ય કરવું એ એક વિરલ સિદ્ધિ છે. નર્મદા નદીના કાંઠે વસેલા રાજપૂત સમાજનું પ્રતિષ્ઠિત સંગઠન "રેવાકાંઠા રાજપૂત પરિષદ" આજે તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ કરી ઇતિહાસ રચી રહ્યું છે. 25 ડિસેમ્બર, 1925 ના રોજ સ્થપાયેલું આ સંગઠન પંચમહાલ, મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ, ભરૂચ અને સુરત જેવા જિલ્લાઓના રાજપૂત પરિવારોને એક તાંતણે બાંધે છે. ભવ્ય ઇતિહાસ અને સેવાકીય પ્રદાન આ પરિષદની શરૂઆત રજવાડાઓના સમયમાં રાજા-મહારાજાઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તત્કાલીન મુંબઇ રાજ્યથી લઇને આજના આધુનિક ગુજરાત સુધી, આ સંગઠને શિક્ષણ, સામાજિક સુધારા અને આર્થિક વિકાસના ક્ષેત્રે પાયાનું કામ કર્યુ છે. કુરિવાજો નાબૂદ કરવા અને તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આ સંસ્થા અગ્રેસર રગી છે. હાલમાં જ આ સંગઠન મુખ્ય પરિષદ ઉપરાંત મહિલા પાંખ અને યુવા પાંખ એમ ત્રણ સ્તરે કાર્યરત રહ્યા છે. શતાબ્દી મહોત્સવની ઉજવણી કરાઇ  આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા માટે આગામી ૯ જાન્યુઆરીના રોજ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં,આધ્યાત્મિક શક્તિ માટે ૫૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ. સમાજના શ્રેષ્ઠીઓ અને ભૂતપૂર્વ પ્રમુખોનું વિશેષ બહુમાન. ખ્યાતનામ કલાકારો કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહીરની જોડી સાથે લોક-ડાયરાની જમાવટ. સમાજના યુવાનો દ્વારા એક ભવ્ય બાઈક રેલીનું આયોજન. રેવાકાંઠા રાજપૂત પરિષદનો આ શતાબ્દી મહોત્સવ માત્ર એક ઉજવણી નથી, પરંતુ આવનારી પેઢી માટે સામાજિક એકતા અને સેવાના વારસાને જાળવી રાખવાની પ્રેરણા છે. આ પણ વાંચોઃ Chhota Udepur: કેસરીયા રેલીમાં ગાયની એન્ટ્રી, કવાંટમાં ભાજપની સભા પહેલા મચી નાસભાગ

Read Full Story arrow_forward