android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : સુરતના રાંદેરના શાકભાજી માર્કેટમાંથી MD ડ્રગ્સ ઝડપાયું, પોલીસે આરોપી નઝીલ રશીદ સયૈદની ધરપકડ કરી
calendar_today January 8, 2026

Surat News : સુરતના રાંદેરના શાકભાજી માર્કેટમાંથી MD ડ્રગ્સ ઝડપાયું, પોલીસે આરોપી નઝીલ રશીદ સયૈદની ધરપકડ કરી

સુરતના રાંદેરમાં તાડવાડી શાકભાજી માર્કેટમાંથી ડ્રગ્સ ઝડપાયું છે અને ડ્રગ્સની બાતમી મળતાની સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જેની પાસેથી રૂ. 53 હજારનું ડ્રગ્સ મળી આવ્યું છે અને 95 હજારનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે, પોલીસે આરોપી નઝીલ રશીલ સૈયદની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે. સુરતના રાંદેર વિસ્તારમાંથી ઝડપાયું MD ડ્રગ્સ સુરતના તાડવાડી શાકભાજી માર્કેટમાં વેચાતું હતું MD ડ્રગ્સ અને પોલીસને બાતમી મળતા કાર્યવાહી કરવામાં આવી છે, આરોપી અલગ-અલગ વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતો હતો અને આ ડ્રગ્સ કયાંથી લાવી કોને આપતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, ડ્રગ્સ કેસને લઈ પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો પણ નોંધ્યો છે. ડ્રગ્સ આપનાર બે ઈસમોને પોલીસે વોન્ટેડ બતાવી શોધખોળ હાથ ધરી છે. ગઈકાલે સુરતમાંથી ઝડપાઈ હતી ડ્રગ્સ બનાવતી લેબોરેટરી  ડ્રગ્સ હેવન બની રહેલા સુરત શહેરમાં મેફેડ્રોન બનાવતી લેબોરેટરી મળી આવી હતી. લક્ઝરી એસો.ના પૂર્વ પ્રમુખ અને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદમાં ગુજરાતના વ્યાપારી અધ્યક્ષ દિનેશ અણઘણની પુત્રીએ પરવટ પાટિયાના પોલારીસ મોલમાં શરૂ કરેલી ડીક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબોરેટરીમાં એસ.ઓ.જી.એ રેડ કરી હાઈપ્યોરિટી મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાનું નેટવર્ક ઝડપી પાડયું હતું. પોલીસે અહીં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના નામે લેબનો એક પોર્શન રાખનાર ટેકનિશિયન સહિત ત્રણની ધરપકડ કરી ૧૭ ગ્રામ મેફેડ્રોન અને તે બનાવવા માટે ઉપયોગી રો-મટીરિયલ સહિત ૨.૯૨ લાખની મતા સીઝ્ડ કરી હતી. એક વર્ષથી અભ્યાસ માટે લંડન ગયેલો અમરોલીનો જનક જાગાણી માસ્ટરમાઇન્ડ હોવાનું બહાર આવ્યું હતું. આ પણ વાંચો : Ankleshwar News : અંકલેશ્વરમાં રખડતા ઢોરનો આતંક, મંદિરે દર્શન કરવા આવેલા દંપતીને ઢોરે બાનમાં લીધા

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈ પોલીસ કર્મચારી-અધિકારીઓની રજાઓ રદ
calendar_today January 8, 2026

Gujarat Latest News Live : PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈ પોલીસ કર્મચારી-અધિકારીઓની રજાઓ રદ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Weather News : ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો
calendar_today January 8, 2026

Weather News : ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો

અમદાવાદમાં 13 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, રાજકોટમાં 10.1 ડિગ્રી, કંડલામાં 10.7 ડિગ્રી, કેશોદમાં 11.8 ડિગ્રી, ભુજમાં 11.8 ડિગ્રી, ડીસામાં 12.3 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી, મહુવામાં 13.9 ડિગ્રી, વડોદરામાં 14.6 ડિગ્રી, ભાવનગરમાં 14.7 ડિગ્રી, મુન્દ્રામાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છેછેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું. આગામી 5 દિવસોમાં ઠંડી વધુ વધવાની શક્યતા ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી 5 દિવસોમાં ઠંડી વધુ વધવાની શક્યતા છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. ખાસ કરીને રાત અને સવારના સમયે શીતલહેરનો પ્રભાવ વધુ તીવ્ર બનશે. પર્વતીય વિસ્તારોમાં થઈ રહેલી બરફબારીનો અસર મેદાની વિસ્તારોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે, જેના કારણે ઠંડી પવન ફૂંકાઈ રહ્યા છે અને ઠંડીનો અહેસાસ વધુ વધી ગયો છે. અનેક રાજ્યો માટે શીતલહેર અને ધુમ્મસની ચેતવણી IMDએ અનેક રાજ્યો માટે શીતલહેર અને ધુમ્મસની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ‘કોલ્ડ ડે’ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જ્યાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું રહેશે. જ્યારે પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહારમાં સવારના સમયે ઘનથી અતિઘન ધુમ્મસ છવાવાની શક્યતા છે. આ પણ વાંચો : Gujarat Latest News Live : PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈ પોલીસ કર્મચારી-અધિકારીઓની રજાઓ રદ 

Read Full Story arrow_forward