android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: આજે ભાજપના 800 કાર્યકરો સોમનાથ જશે, સાંસદ અને મેયર ટ્રેનને લીલીઝંડી આપશે
calendar_today January 7, 2026

Ahmedabad News: આજે ભાજપના 800 કાર્યકરો સોમનાથ જશે, સાંસદ અને મેયર ટ્રેનને લીલીઝંડી આપશે

પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે આગામી 8 થી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય મંત્રીમંડળના સભ્યો સહિત સમગ્ર વહીવટી તંત્ર આ પર્વને સફળ બનાવવા માટે કાર્યરત છે. આ પર્વ એ માત્ર ધાર્મિક મહોત્સવ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિના અતૂટ વિશ્વાસ અને આત્મગૌરવનું પ્રતીક પૂરવાર થશે.વડાપ્રધાન મોદી 11 જાન્યુઆરીના રોજ ભગવાન સોમનાથના દર્શન કરીને આ પર્વમાં સહભાગી થશે. આજે ભાજપના 800 કાર્યકરો સોમનાથ જશે સોમનાથ ખાતેના પર્વમાં ભાજપના કાર્યકર્તાઓને પણ મહાદેવના દર્શન કરાવાશે. આજે ટ્રેન દ્વારા 800 જેટલા કાર્યકરો સોમનાથ જશે. આ ટ્રેનને શહેરના સાંસદ અને મેયર લીલીઝંડી આપશે. સોમનાથમાં વડાપ્રધાન મોદી એક ભવ્ય રોડ-શો કરશે અને શૌર્ય યાત્રામાં જોડાશે તથા એક વિશાળ જનસભાને સંબોધન કરી દેશવાસીઓને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપશે. આ પર્વને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું હતું કે, 8 થી 11 જાન્યુઆરી દરમિયાન સ્વાભિમાન પર્વની ઉજવણી કરાશે.સળંગ 72 કલાક સુધી અખંડ ઓમકાર નાદનો જાપ કરાશે.ઓમકાર નાદમાં ભારતના પ્રમુખ તીર્થો પણ તેમાં જોડાશે.આ પણ વાંચોઃ Mehsana News : હદમાં વધારો થતાં વિજાપુર નગર પાલિકાને સ્પેશિયલ કેસમાં અપગ્રેડ કરવા માગ

Read Full Story arrow_forward
Navsari News : નવસારીના વિજલપોર પોલીસ મથકના કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ, 2.75 લાખની કરી હતી માગણી
calendar_today January 7, 2026

Navsari News : નવસારીના વિજલપોર પોલીસ મથકના કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ, 2.75 લાખની કરી હતી માગણી

કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેની જવાબદારી છે. તે જ જ્યારે કાયદો હાથમાં લે ત્યારે સામાન્ય જનતા ક્યાં જાય? નવસારીના વિજલપોર પોલીસ મથકમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પોલીસ કોન્સ્ટેબલ ભરત પાટીલ અને ચેતન પટેલ સામે ગંભીર આક્ષેપો થયા છે. રક્ષક જ બન્યા ભક્ષક આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે કોન્સ્ટેબલ ભરત પાટીલે એક યુવકને નિશાન બનાવ્યો. આરોપ છે કે ભરત પાટીલે ફરિયાદીના પુત્રને પકડી તેને ઢોર માર માર્યો હતો. માત્ર માર મારીને સંતોષ ન થયો હોય તેમ, યુવકને 'સાયબર ફ્રોડ'ના ખોટા ગુનામાં ફિટ કરી દેવાની અને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ધમકી આપી હતી. આ ધરપકડ અને કાયદાકીય ગૂંચવણોમાંથી બચાવવા માટે કોન્સ્ટેબલે 2.75 લાખરૂપિયાની માતબર રકમની માંગણી કરી તોડ કર્યો હતો. પોલીસના ત્રાસથી લેખિત ફરિયાદ નોંધાવી પોલીસના ત્રાસ અને આર્થિક લૂંટથી કંટાળેલા ફરિયાદીએ હિંમત હારી બેસવાને બદલે નવસારીના જિલ્લા પોલીસ વડા (SP) રાહુલ પટેલનો સંપર્ક કર્યો અને લેખિત ફરિયાદ નોંધાવી. મામલાની ગંભીરતા જોતા, SP રાહુલ પટેલે તાત્કાલિક પગલાં ભર્યા હતા. પ્રાથમિક તપાસ બાદ શિસ્તભંગ અને સત્તાના દુરુપયોગ બદલ કોન્સ્ટેબલ ભરત પાટીલ અને તેને સાથ આપનાર ચેતન પટેલની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચાવી દીધી છે. ટેકનોલોજીના જમાનામાં સાયબર ફ્રોડનો ડર બતાવી સામાન્ય લોકોને લૂંટતા આવા પોલીસકર્મીઓ સામે કડક દાખલો બેસાડવો જરૂરી છે. હાલમાં આ મામલે વિભાગીય તપાસ તેજ કરવામાં આવી છે જેથી ભવિષ્યમાં કોઈ રક્ષક ભક્ષક બનવાની હિંમત ન કરે. આ પણ વાંચોઃ Gandhinagar : સેક્ટર-17 પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રનો કરાયો પ્રારંભ,સવારે 8 થી સાંજે 6 સુધી મળશે સુવિધા

Read Full Story arrow_forward
Ahmedabad News: AMC એસ્ટેટ વિભાગનો મેગા સપાટો, બે દિવસમાં હજારો દબાણોનો કર્યો સફાયો
calendar_today January 7, 2026

Ahmedabad News: AMC એસ્ટેટ વિભાગનો મેગા સપાટો, બે દિવસમાં હજારો દબાણોનો કર્યો સફાયો

શહેરના વ્યસ્ત માર્ગો પર વધતા જતા દબાણો અને તેને કારણે સર્જાતી ટ્રાફિકની જટિલ સમસ્યાઓને ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ વિભાગે કમર કસી છે. નવા વર્ષની શરૂઆતમાં જ, એટલે કે 5 અને 6 જાન્યુઆરીના રોજ શહેરના તમામ 7 ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. 193 લારી-ગલ્લા જપ્ત કરાયા એસ્ટેટ વિભાગની ટીમોએ શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોને આવરી લીધા હતા. ખાસ કરીને એસ.જી. હાઈવે, ગીતા મંદિર, કાલુપુર, અને માણેકચોક જેવા અતિ વ્યસ્ત વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ બે દિવસીય કામગીરી દરમિયાન, રસ્તા પર અડિંગો જમાવીને બેઠેલા 193 લારી-ગલ્લા જપ્ત કરવામાં આવ્યા હતા અને 312 જેટલી તાડપત્રીઓ દૂર કરી માર્ગો ખુલ્લા કરાયા હતા. આડેધડ પાર્કિંગ કરનારા 405 વાહનોને લોક મારવામાં આવ્યા શહેરની સુંદરતા બગાડતા અને વાહનચાલકોનું ધ્યાન ભટકાવતા 506 ગેરકાયદેસર જાહેરાત બોર્ડ કે બેનરો ઉતારી લેવામાં આવ્યા હતા.રોડ પર આડેધડ પાર્કિંગ કરનારા 405 વાહનોને લોક મારી દેવામાં આવ્યા હતા, જેનાથી ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત જોવા મળી હતી. દંડની પણ વસૂલાત કરાઇ માત્ર દબાણ હટાવવા પૂરતું મર્યાદિત ન રહીને, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક હાથે વહીવટી કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ બે દિવસીય મેગા ડ્રાઈવ દરમિયાન નિયમ ભંગ કરનારાઓ પાસેથી કુલ 2.44 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. જાહેર રસ્તાઓ પર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ AMC ની આ આક્રમક કાર્યવાહીથી ફૂટપાથ અને જાહેર રસ્તાઓ પર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવાના સંકેત આપવામાં આવ્યા છે. જેથી અમદાવાદીઓને ટ્રાફિક જામની સમસ્યામાંથી કાયમી છુટકારો મળી શકે. આ પણ વાંચોઃ Navsari News : નવસારીના વિજલપોર પોલીસ મથકના કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ, 2.75 લાખની કરી હતી માગણી

Read Full Story arrow_forward