android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
10 દીકરીઓ પછી દીકરાનો જન્મ થયો... 19 વર્ષમાં 11મી વખત માતા બની સુનિતા
calendar_today January 7, 2026

10 દીકરીઓ પછી દીકરાનો જન્મ થયો... 19 વર્ષમાં 11મી વખત માતા બની સુનિતા

પહેલાના સમયમાં આપણે ઘણી વાર સાંભળ્યું છે કે દીકરા માટે લોકો અંધશ્રદ્ધા, દબાણ અને ક્યારેક અણમાનવીય નિર્ણય પણ લેતા હતા. આશ્ચર્યની વાત એ છે કે ટેકનોલોજી અને આધુનિકતાના યુગમાં પણ દીકરાની ઝંખના અનેક પરિવારોમાં જીવંત છે. હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ભૂના બ્લોકમાં આવેલા ધાની ભોજરાજ ગામમાંથી આવી જ એક અનોખી અને વિચારપ્રેરક વાર્તા સામે આવી છે. 19 વર્ષે બની 11માં દિકરાની માંઆ ગામમાં રહેતા સંજય અને તેમની પત્ની સુનિતા છેલ્લા 19 વર્ષથી લગ્નજીવનમાં છે. આ લાંબા સમયગાળા દરમિયાન તેમને 10 દીકરીઓનો આશીર્વાદ મળ્યો. આર્થિક સંઘર્ષ હોવા છતાં, સંજય અને સુનિતાએ ક્યારેય પોતાની દીકરીઓને બોજ માન્યા નથી. સંજય ગર્વથી કહે છે કે તેણે હંમેશા દીકરીઓને દીકરાઓ જેવી જ પરવરિશ આપી છે. ગામલોકોના ટોણા અને વાતો વચ્ચે પણ તેમણે પોતાની દીકરીઓને શિક્ષણ, સંસ્કાર અને આત્મસન્માન આપવાનું ક્યારેય છોડ્યું નથી. મોટી દિકરી 18 વર્ષની પરિવારની મોટી દીકરી આજે 18 વર્ષની છે અને ધોરણ 12માં અભ્યાસ કરે છે. બાકીની દીકરીઓ પણ નિયમિત ભણે છે. મર્યાદિત સાધનો હોવા છતાં, આ પરિવાર આજે સમગ્ર વિસ્તારમાં એક ઉદાહરણ તરીકે ઓળખાય છે. 11માં બાળકનો જન્મ તાજેતરમાં, સુનિતાએ તેમના 11મા બાળકને જન્મ આપ્યો અને આ વખતે પરિવારને દીકરાનો આશીર્વાદ મળ્યો. ખાસ વાત એ છે કે સુનિતાની 11મી ડિલિવરી પણ સામાન્ય રહી. બાળકને જન્મ સમયે લોહીની ઉણપ હતી, પરંતુ સમયસર સારવારથી આજે માતા અને પુત્ર બંને સ્વસ્થ છે. દીકરાના જન્મથી ગામમાં ખુશી દીકરાના જન્મથી પરિવાર અને ગામમાં ખુશીનો માહોલ છે. સંજયની માતા માયા દેવીની વર્ષો જૂની ઇચ્છા પૂરી થઈ છે. તેઓ ભાવુક થઈને કહે છે કે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી. જોકે સંજય સ્પષ્ટ કહે છે કે દીકરો ખુશી લાવ્યો છે, પરંતુ દીકરીઓ તેમના જીવનની સૌથી મોટી સંપત્તિ છે. આર્થિક મુશ્કેલીઓ, બેરોજગારી અને સંઘર્ષ છતાં, આ પરિવારનું ઉત્સાહ અને મૂલ્યો આજે પણ અડગ છે. આ પણ વાંચો : Americaના મિનેપોલિસમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઇમિગ્રેશન ઓપરેશન.

Read Full Story arrow_forward
Gold Silver Price Today: 7 જાન્યુઆરીએ ચાંદીની ચમક વધી, જાણો સોનાના ભાવ ઘટ્યા કે વધ્યા?
calendar_today January 7, 2026

Gold Silver Price Today: 7 જાન્યુઆરીએ ચાંદીની ચમક વધી, જાણો સોનાના ભાવ ઘટ્યા કે વધ્યા?

બુધવાર 7 જાન્યુઆરીના રોજ સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે 5 ફેબ્રુઆરી 2026ની સમાપ્તિ તારીખ સાથેનો સોનાનો વાયદો મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પ્રતિ 10 ગ્રામ ₹136140 પર ખુલ્યો. પાછલા ટ્રેડિંગ દિવસે, સોનું ₹ 139083 પર બંધ થયું હતું.આજે સોનાનો ભાવ 7 જાન્યુઆરીના રોજ સવારે 9.50 વાગ્યે 5 ફેબ્રુઆરીની સમાપ્તિ તારીખ સાથેનો સોનો MCX પર ₹138389 પર ટ્રેડ થઈ રહ્યો હતો જે પાછલા દિવસના બંધ ભાવથી આશરે ₹650નો ઘટાડો હતો. શરૂઆતના વેપારમાં MCX સોનું ₹139140ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. આજે ચાંદીનો ભાવ સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ બુધવારે ઘટાડો જોવા મળ્યો. 5 માર્ચ, 2026 ની સમાપ્તિ તારીખ સાથેનો ચાંદી MCX પર પ્રતિ કિલો ₹255755  પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ પાછલા દિવસના બંધ ભાવથી આશરે ₹3050નો ઘટાડો દર્શાવે છે. શરૂઆતના ટ્રેડિંગમાં MCX સિલ્વર ₹2,59,692 ની ઊંચી સપાટીએ પહોંચ્યો. જો કે ગુડ રિટર્ન અનુસાર ચાંદીનો ભાવ 260000 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. આજે ચાંદીના ભાવમાં 10 હજારનો વધારો થયો છે. મોટા શહેરોમાં સોના ચાંદીનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામઅમદાવાદ 1,39,530 ₹127,900બેંગ્લોર  ₹1,39,480 ₹1,27,850ચેન્નાઇ ₹1,40,400 ₹128,700મુંબઇ ₹1,39,480 ₹127,850દિલ્હી ₹1,37,550 ₹126,100કોલકાતા ₹1,39,480 ₹127,850વડોદરા ₹1,39,530 ₹127,900ભારતમાં સોનાના ભાવ કેવી રીતે નક્કી થાય છે? ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમાંથી સૌથી મુખ્ય છે સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ, ડોલર-રૂપિયાનો વિનિમય દર, આયાત જકાત અને કર, સ્થાનિક માંગ અને પુરવઠો અને લગ્ન અને તહેવારોની મોસમ. મિસ્ડ કોલથી જાણો સોનાની હાલની કિંમત22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના રીટેલ દર જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયમાં તમને SMS દ્વારા તાજેતરના દર મળવાની વ્યવસ્થા છે. સતત અપડેટ્સ અને વધુ માહિતી માટે, તમે IBJA વેબસાઇટ અથવા IBJA Rates પ્લેટફોર્મ પર મુલાકાત લઈ શકો છો.

Read Full Story arrow_forward
Maharashtra Poilitics: શિંદેનો ખેલ બગાડવા ભાજપ અને કોંગ્રેસે કરી લીધુ ગઠબંધન? આ બેઠકને લઇને ગરમાયું રાજકારણ
calendar_today January 7, 2026

Maharashtra Poilitics: શિંદેનો ખેલ બગાડવા ભાજપ અને કોંગ્રેસે કરી લીધુ ગઠબંધન? આ બેઠકને લઇને ગરમાયું રાજકારણ

મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રસાકસી તેજ બની છે. આમ તો આપણે જોઇએ છીએ કે ભાજપ અને કોંગ્રેસ બંને સામસામે જ હોય. પરંતુ મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કટ્ટર હરીફ ભાજપ અને કોંગ્રેસ એક થયા છે. આવુ બન્યુ છે મહારાષ્ટ્રની અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલમાં. BJP અને કોંગ્રેસ થયા એક ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના આ અણધાર્યા જોડાણનું કારણ એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના (શિંદે) ને સત્તાથી દૂર રાખવાનો ઇરાદો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભાજપે કોંગ્રેસ સાથે જોડાણ કર્યું છે અને આ જોડાણને કારણે અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલમાં સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગે છે. મ્યુનિસિપલ કાઉન્સિલ પ્રમુખની ચૂંટણીમાં ભાજપની તેજશ્રી કરંજુલે વિજયી બની છે. શું છે અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલની બેઠકનું ગણિત અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલની કુલ સંખ્યા 59 કાઉન્સિલરોની છે. એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલમાં 28 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી. રાજ્ય સરકારમાં શિવસેનાના સહયોગી ભાજપ 15 કાઉન્સિલરો સાથે બીજા સ્થાને રહ્યો. કોંગ્રેસે 12 કાઉન્સિલરો જીતીને ત્રીજા સ્થાને રહ્યો, જ્યારે અજિત પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ચાર સાથે ચોથા સ્થાને રહી. શિવસેના લાંબા સમયથી અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલમાં સત્તા પર છે. આ વખતે બીજા ક્રમનો સૌથી મોટો પક્ષ હોવા છતાં ભાજપે શિવસેના (શિંદે) ને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસ સાથે જોડાણ કર્યું. આ જોડાણને અંબરનાથ વિકાસ આઘાડી નામ આપવામાં આવ્યું છે. અંબરનાથ વિકાસ આઘાડીને 31 કાઉન્સિલરોનું સમર્થન છે, જે સ્પષ્ટ બહુમતી માટે જરૂરી 30 કરતા એક વધુ છે. શિંદેની પાર્ટીએ તેને અભદ્ર જોડાણ ગણાવ્યું કોંગ્રેસ સાથે ભાજપના જોડાણ અંગે અંબરનાથમાં શિવસેના (શિંદે) નેતાઓમાં નારાજગી છે. એકનાથ શિંદેના નેતૃત્વવાળી પાર્ટીએ તેના શાસક સાથી પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે અને તેને "અપવિત્ર ગઠબંધન" ગણાવ્યું છે. શિવસેના (શિંદે) ના ધારાસભ્ય ડૉ. બાલાજી કિનિકરે ભાજપ-કોંગ્રેસ ગઠબંધનને શિવસેનાનો વિશ્વાસઘાત ગણાવ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતી ભાજપે અંબરનાથમાં સત્તા માટે કોંગ્રેસ સાથે જોડાણ કરવું એ શિવસેના (શિંદે) ની પીઠમાં છરા મારવા જેવું છે. ભાજપે શિંદેની પાર્ટી પર વળતો પ્રહાર કર્યો જો કે ભાજપે શિવસેના (શિંદે) જૂથ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. ભાજપના ઉપપ્રમુખ ગુલાબરાવ કરંજુલે પાટીલે કહ્યું છે કે જો છેલ્લા 25 વર્ષથી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ શિંદે જૂથ અંબરનાથમાં સત્તામાં આવ્યું હોત તો તે ખરેખર "અપવિત્ર ગઠબંધન" હોત. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલમાં મહાગઠબંધન માટે શિંદે જૂથ સાથે વાટાઘાટો કરવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તેમના નેતાઓ તરફથી કોઈ સકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી. અંબરનાથને લઈને મહાગઠબંધન ગઠબંધનમાં તણાવ અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલમાં ભાજપ-કોંગ્રેસ ગઠબંધન સત્તા સમીકરણને સ્પષ્ટ કરી રહ્યું હોય તેવું લાગે છે. પરંતુ તેનાથી મહાગઠબંધનની અંદર પણ તણાવ વધ્યો છે. અંબરનાથમાં આ ગઠબંધન અયોગ્ય છે કે રાજકીય લાભ માટે છે તે અંગે આરોપ-પ્રતિઆક્ષેપો તીવ્ર બની રહ્યા છે.

Read Full Story arrow_forward