Thangadh: ગોકળગતિએ ચાલી રહેલ રેલવે અંદર બ્રિજ નાળાના કારણે વેપારી લોકો ત્રાહિમામ્
થાનગઢ છેલ્લા 2 વર્ષે થી ગોકળગતિ એ ચાલી રહેલ રેલ્વે અંદર બ્રીજ નાળા ના કારણે વેપારી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.આ ન્યુ વેપારી એસોસિયેશન અને વેપારી લોકો દ્વારા થાનગઢ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ.ન્યુ વેપારી એસોસિયેશન દ્રારા છેલ્લા ધણા સમયથી ચાલી રહેલ રેલ્વે અંદર બ્રીજ નાળા ને કારણે થાનગઢ પંથક માં બે ભાગ જેવો માહોલ, ફ્ટાક બહાર ના વિસ્તારમાં આવેલ સ્મશાન જવા રેલ્વે લાઈન ક્રોસ કરી સ્મશાને જવી પડતી હાલાકી,એક દોઢ વર્ષમાં આશરે ત્રણથી ચાર વ્યક્તિ ટ્રેનની ઝડપે આવી ગયેલ અને નાના અને સામાન્ય કક્ષાના વેપારી છેલ્લા બે વર્ષથી ખૂબ મોટી તકલીફ્માં જીવી રહ્યા આવી અનેક રજુઆત આવેદન પત્ર આપી કરી હતી. જેથી નમ્ર વિનંતી કે અમો થાનગઢ ગામના નાગરિકની મુશ્કેલીને ધ્યાને લઈને જે અંડર ગ્રાઉન્ડ પુલની વ્યવસ્થા બંધ કરવામાં આવેલ છે તેને પૂર્ણ ચાલુ કરી જેટલું બને એટલો વહેલામાં વહેલા અંડર ગ્રાઉન્ડ પુલનું કામ પૂર્ણ કરી થાનગઢના તમામ નાગરિકને નવું જીવનદાન આપશો. જો આમ નહીં થવામાં આવે, ન જાણે કેટલાય નાના અને સામાન્ય ધંધો કરતા વેપારી હિજરત કરશે અથવા ખોટો રસ્તો પકડી આત્મવિલોપન ના માર્ગ પકડશે.આવી રજુઆત કરી કલેકટર સુરેન્દ્રનગર, પ્રાંત અધિકારી ચોટીલા, મામલતદાર થાનગઢ, ચીફ્ ઓફ્સિર થાનગઢ, સી એમ કાર્યાલય ગાંધીનગર, રેલ્વે સ્ટેશન માસ્તર થાનગઢ અને રેલવે મંત્રીશ્રી ને નકલ મોકલવામાં આવી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward