android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bagdana: કોળી યુવકને માર મારવાની ઘટનાને લઇ સમાજના આગેવાનો CMને રજૂઆત માટે પહોંચ્યા
calendar_today January 5, 2026

Bagdana: કોળી યુવકને માર મારવાની ઘટનાને લઇ સમાજના આગેવાનો CMને રજૂઆત માટે પહોંચ્યા

પવિત્ર યાત્રાધામ બગદાણામાં એક કોળી યુવક પર થયેલા હુમલાની ઘટનાએ હવે મોટું રાજકીય અને સામાજિક સ્વરૂપ ધારણ કર્યુ છે. આ મામલે કોળી સમાજમાં ફેલાયેલા ભારે રોષને પગલે સમાજના દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓ આજે મુખ્યમંત્રની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. માયાભાઇ આહીરના પુત્ર જયરાજ સામે આક્ષેપ આ હુમલાની ઘટનામાં પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઇ આહીરના પુત્ર જયરાજ આહીર સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. પીડિત પક્ષ અને સમાજના આગેવાનોનું કહેવું છે કે હુમલા પાછળ જયરાજ આહીરનો હાથ છે. જોકે ઘટનાના કેટલાય દિવસો વીતવા છતાય મુખ્ય આરોપીઓની ધરપકડ ન થતા સમાજમાં અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. ગાંધીનગરમાં રાજકીય હલચલ ન્યાયની માંગણી સાથે આજે ગાંધીનગરમાં મોટી રાજકીય હલચલ જોવા મળી હતી. મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચતા પહેલા તમામ આગેવાનોની મંત્રી નિવાસસ્થાને એક મહત્વની બેઠક યોજાઇ હતી. આ રજૂઆતમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, ધારાસભ્યા હીરા સોલંકી, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને સાંસદ રાજેશ ચુડાસમા જેવા કદાવર નેતાઓ જોડાયા હતા. કોળી સમાજના આગેવાનોની માગ કોળી સમાજના આગેવાનોની સ્પષ્ટ માગ છે કે હુમલામાં સંડોવાયેલા તમામ મુખ્ય આરોપીઓની સત્વરે ધરપકડ કરવામાં આવે. પોલીસ તપાસમાં થઇ રહેલા વિલંબ અને પક્ષપાતી વલણની તપાસ થાય અને પીડિત યુવકને ન્યાય મળે અને તેને સુરક્ષા પૂરી પાડવામાં આવે. આ ઘટનાને કારણે બગદાણા પંથક અને સમગ્ર કોળી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ પણ વાંચોઃ Surat: સુરતમાં 17 વર્ષીય દીકરીને ફસાવનાર નરાધમ ઝડપાયો, લોકોમાં ભારે રોષ

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદ ખાલીસ્તાનના ટાર્ગેટ પર હોવાની ધમકી, મિરઝાપુર કોર્ટમાં ધમકીનો મેઈલ
calendar_today January 5, 2026

Ahmedabad News : અમદાવાદ ખાલીસ્તાનના ટાર્ગેટ પર હોવાની ધમકી, મિરઝાપુર કોર્ટમાં ધમકીનો મેઈલ

અમદાવાદમાં એરપોર્ટ, સ્કૂલો અને હાઈકોર્ટ બાદ હવે મિરઝાપુર કોર્ટમાં બોમ્બની ધમકીનો મેઈલ મળ્યો છે. આ મેઈલમાં 3.11 વાગ્યે બ્લાસ્ટ થશે તેવી ધમકી અપાઈ છે. આ ઉપરાંત અમદાવાદ ખાલિસ્તાનના ટાર્ગેટ પર હોવાની પણ ધમકી આપવામાં આવી છે. આ ધમકીને પગલે ડોગ સ્કવોડ અને SOGની ટીમ મિરઝાપુર પહોંચી ગઈ હતી. આ ઉપરાંત BDDSની ટીમ દ્વારા પણ કોર્ટ પરિસરમાં તપાસ શરૂ કરવામાં આવી છે.અમદાવાદ ખાલીસ્તાનના ટાર્ગેટ પર હોવાનું પણ જણાવાયુંઅમદાવાદમાં તાજેતરમાં 19 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામા આવી હતી. ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. આ બોમ્બની ધમકીઓ બાદ સ્કૂલોમાં બાળકોને રજા આપી દેવાઈ હતી અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.  પોલીસને તપાસમાં કંઈ જ નહીં મળતા રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે હવે અમદાવાદના મધ્યમાં ભરચક વિસ્તારમાં સ્થિત મિરઝાપુર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો છે. આ મેલઈમાં અમદાવાદ ખાલીસ્તાનના ટાર્ગેટ પર હોવાનું પણ જણાવાયું છે. મેઈલમાં એવું પણ લખવામા આવ્યું હતું કે, 3.11 વાગ્યે બ્લાસ્ટ થશે. પોલીસની ટીમ મિરઝાપુર કોર્ટ પહોંચી ગઈ હતીઆ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ મિરઝાપુર કોર્ટ પહોંચી ગઈ હતી. પોલીસની ડોગ સ્ક્વોર્ડ અને એસઓજીની ટીમે કોર્ટમાં પહોંચીને તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત બીડીડીએસની ટીમ દ્વારા પણ કોર્ટમાં તપાસ કરવામાં આવી રહી છે.  આ પણ વાંચોઃ Ahmedabad News: કોચરબ આશ્રમમાં ગાંધીજીને ભૂલી 'કજરા રે', વિવાદ વકર્યો

Read Full Story arrow_forward
Sabarkantha: ઈડરની લાલોડા દૂધ મંડળીમાં 53.53 લાખની ઉચાપત, સેક્રેટરી અને ટેસ્ટર જેલહવાલે
calendar_today January 5, 2026

Sabarkantha: ઈડરની લાલોડા દૂધ મંડળીમાં 53.53 લાખની ઉચાપત, સેક્રેટરી અને ટેસ્ટર જેલહવાલે

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાંથી સહકારી ક્ષેત્રને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. તાલુકાની લાલોડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં લાખો રૂપિયાની આર્થિક ઉચાપત થતા પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંડળીના જ જવાબદાર કર્મચારીઓએ પશુપાલકોના પરસેવાની કમાણી પર તરાપ મારતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.દૂધ મંડળીના વહીવટમાં ગેરરીતિ લાલોડા દૂધ મંડળીના વહીવટમાં લાંબા સમયથી ગેરરીતિ ચાલી રહી હોવાની આશંકા વચ્ચે ઓડિટ દરમિયાન મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. મંડળીના ચેરમેન અશ્વિન પટેલે આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે મંડળીના સેક્રેટરી અને ટેસ્ટરે સત્તાનો દુરુપયોગ કરી કુલ ₹53,53,000 થી વધુની રકમની ઉચાપત કરી છે.આરોપીઓની વિગત અને ધરપકડચેરમેન દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ મુખ્ય બે વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સતીશ ડાહ્યા પટેલ (સેક્રેટરી), જયંતિ રત્ના પટેલ (ટેસ્ટર) આ બંને કર્મચારીઓએ પરસ્પર મિલીભગત કરીને મંડળીના રેકોર્ડમાં ચેડાં કર્યા હતા અને દૂધ ઉત્પાદકોના નાણાં પોતાના અંગત સ્વાર્થ માટે વાપરી નાખ્યા હતા. ઈડર પોલીસે ફરિયાદના આધારે ત્વરિત કાર્યવાહી કરી બંને આરોપીઓની અટકાયત કરી લીધી છે.પશુપાલકોમાં ભારે આક્રોશદૂધ મંડળી એ ગામડાના પશુપાલકો માટે આર્થિક કરોડરજ્જુ સમાન હોય છે. પોતાની મહેનતના નાણાં આ રીતે ઉચાપત થતા પશુપાલકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોની માંગ છે કે આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવે અને ઉચાપત થયેલી રકમની વસૂલાત કરવામાં આવે. હાલમાં પોલીસ દ્વારા બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝીણવટભરી તપાસ દરમિયાન ઉચાપતનો આ આંકડો હજુ પણ વધી શકે છે. આગામી દિવસોમાં આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવશે.આ પણ વાંચો: Rajkot News: બે રેડમાં જુગાર રમતા 8 શકુનીઓ ઝડપાયા

Read Full Story arrow_forward