android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kochrab Ashram Controversy: કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગે ડીજે વાગતા વિવાદ, જાણો ગાંધીજીના આ આશ્રમનું મહત્વ
calendar_today January 5, 2026

Kochrab Ashram Controversy: કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગે ડીજે વાગતા વિવાદ, જાણો ગાંધીજીના આ આશ્રમનું મહત્વ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. આઝાદીના ઐતિહાસિક સ્મારક સમી આ ધરોહર અત્યારે વિવાદમાં આવી છે. જ્યાં 'વૈષ્ણવજન'ની ગુંજ હતી, જયાંની દિવાલો ગાંધીજી અને આઝાદીના ભવ્ય વારસો કહી રહી છે, એવા સ્થાન પર ફિલ્મી ગીતો અને ડીજેના તાલે લોકો ઝૂમ્યા હતા. આ કિસ્સો પ્રકાશમાં આવતા લઈ ગાંધીવાદીઓ રોષ ભરાયા છે.

Read Full Story arrow_forward
unagadhમાં સિંહણને પકડવા જતા ટ્રેકરે ગુમાવ્યો જીવ,  ટ્રાન્ક્યુલાઈઝર ગનનો ડોઝ સિંહણની જગ્યાએ ટ્રેકરને લાગ્યો
calendar_today January 5, 2026

unagadhમાં સિંહણને પકડવા જતા ટ્રેકરે ગુમાવ્યો જીવ, ટ્રાન્ક્યુલાઈઝર ગનનો ડોઝ સિંહણની જગ્યાએ ટ્રેકરને લાગ્યો

જૂનાગઢના ગીર પંથકમાં વન્યજીવ અને માનવ વચ્ચેના સંઘર્ષની એક એવી કરુણ ઘટના બની છે, જેણે વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમીઓને હચમચાવી દીધા છે. વિસાવદર રેન્જના નાની મોણપરી ગામમાં એક સિંહણે માસૂમ બાળકી પર હુમલો કર્યો હતો. આ સિંહણ માનવભક્ષી ન બને અને ગ્રામજનોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી વન વિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી.સિંહણ પર કરવામાં આવેલું ફાયરિંગ કમનસીબે ચૂક્યું આ ઓપરેશનમાં વન વિભાગના નિષ્ણાત ટ્રેકર અશરફ ચૌહાણ પણ સામેલ હતા. સિંહણને સુરક્ષિત રીતે પકડી શકે તેના માટે તેને બેભાન કરવી જરૂરી હતી. જેના માટે વનવિભાગની ટીમ દ્વારા ટ્રાંક્વીલાઈઝર ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સિંહણને નિશાન બનાવીને કરવામાં આવેલું ફાયરિંગ કમનસીબે ચૂકાઇ ગયુ અને કોઇ ટેકનિકલ કારણોસર ટ્રેકર અશરફને લાગ્યુ. જેના કારણે તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ પણ લઇ જવામાં આવ્યાં. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યુ. ટ્રાંક્વીલાઈઝર ગનનું ફાયરિંગ અશરફને લાગ્યુ મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના વિસાવદરના નાની મોણપરિમામાં આ ઘટના બનવા પામી હતી. અવાર નવાર બાળકો કે લોકો પર સિંહણના હુમલા વિશે સાંભળતા આવીએ છીએ. એવી જ એક ઘટના અહીં બની હતી. જ્યાં સિંહણે બાળકી પર હુમલો કર્યો હતો અને તે સિંહણ સહી સલામત પકડવા માટે વન વિભાગના કર્મીઓ ગયા હતા. જ્યાં તેને ટ્રાંક્વીલાઈઝર ગનનું ફાયરિંગ કરવા જતા તે ફાયરિંગ ચૂકી ગયુ અને તે અશરફને વાગ્યુ જેના કારણે તેણે જીવ ગુમાવવો પડ્યો. આ પણ વાંચોઃ પાટનગરનું પાણી બન્યું પ્રદૂષિત, ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધીને 132 થતા આરોગ્ય વિભાગ ચિંતામાં

Read Full Story arrow_forward
Vadodara News: માંજાની રીલ પર ખોટા લેબલ લગાવતા કડક કાર્યવાહી
calendar_today January 5, 2026

Vadodara News: માંજાની રીલ પર ખોટા લેબલ લગાવતા કડક કાર્યવાહી

મકરસંક્રાંતિના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પ્રતિબંધિત દોરી વેચનારાઓ વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલી રાજપરાની પોળના એક ગોડાઉન પર પોલીસે રેડ કરીને લાખો રૂપિયાની કિંમતનો ડુપ્લિકેટ અથવા ખોટા લેબલવાળી દોરીનો જથ્થો કબ્જે કર્યો છે.916 નંગ રીલ સાથે છેતરપિંડીનો પર્દાફાશ વડોદરા SOGની ટીમ દ્વારા મળેલી બાતમીના આધારે રાજપરાની પોળમાં આવેલા ગોડાઉન પર તપાસ હાથ ધરી હતી. અહીંથી પોલીસને અલગ-અલગ કંપનીના 9 તાર અને 12 તારના લેબલવાળી કુલ 916 નંગ દોરીની રીલ મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, રીલ પર જે લેબલ લગાવવામાં આવ્યા હતા તે મુજબના તાર દોરીમાં ન હતા. આમ, વેપારીઓ ગ્રાહકો પાસેથી વધુ પૈસા પડાવી છેતરપિંડી પણ કરી રહ્યા હતા. 7.27 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ પોલીસે કબ્જે કરેલી 916 રીલની કુલ કિંમત આશરે રૂપિયા 7,27,200 થી વધુ થાય છે. આ મામલે SOG એ સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે આ કૌભાંડમાં સામેલ અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ વાડી પોલીસ સ્ટેશનમાં નવા કાયદા BNS-2023 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની કડક ચેતવણી ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ કે સિન્થેટિક દોરી વેચનારાઓ અને સંગ્રહખોરો પર પોલીસની બાજ નજર છે. વડોદરા પોલીસ દ્વારા જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે પશુ-પક્ષીઓ અને માનવીઓ માટે જોખમી એવી પ્રતિબંધિત દોરીનો ઉપયોગ ન કરવો અને આવા વેચાણની જાણ પોલીસને કરવી. આ પણ વાંચો - Vadodara: નર્મદા વસાહતના અસરગ્રસ્તોની ધીરજ ખૂટી, પ્રાથમિક સુવિધાઓ મુદ્દે ધારાસભ્યને ઉગ્ર રજૂઆત

Read Full Story arrow_forward