android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News :  કોચરબ આશ્રમ શું છે, જાણો મહાત્મા ગાંધીએ સ્થાપેલા ભારતના પ્રથમ આશ્રમનો ઇતિહાસ
calendar_today January 5, 2026

Ahmedabad News : કોચરબ આશ્રમ શું છે, જાણો મહાત્મા ગાંધીએ સ્થાપેલા ભારતના પ્રથમ આશ્રમનો ઇતિહાસ

કોચરબ આશ્રમ કે જેને સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કોચરબ આશ્રમ અમદાવાદમાં પાલડી ખાતે આવેલો છે. આ આશ્રમ ભારતની આઝાદીની ચળવળમાં મહત્વનું સ્થાન ધરાવે છે. અમદાવાદના પાલડીમાં આવેલ આ કોચરબ આશ્રમ ફક્ત ગુજરાત જ નહીં ભારતમાં એક ઐતિહાસિક સ્થળ અને સંગ્રહાલય છે. દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા પછી ગાંધીજીએ ભારતમાં સ્થાપેલો આ પ્રથમ આશ્રમ હતો. સાબરમતી આશ્રમ પહેલા આ આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. ગાંધીજીએ કોચરબ આશ્રમની કરી સ્થાપના કોચરબ આશ્રમની સ્થાપના આઝાદી પહેલા કરવામાં આવી હતી. મોટાભાગના લોકો અમદાવાદ અને ગાંધીજીને સાબરમતી આશ્રમ સાથે વધુ સાંકળે છે. બહુ ઓછા લોકો આ કોચરબ આશ્રમ વિશે જાણે છે. આ આશ્રમની સ્થાપના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કરી હતી. ગાંધીજીએ અંગ્રેજો સામે અહિંસાની લડત ચલાવવા અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. કોચરબની આશ્રમની સ્થાપના બાદ ગાંધીજી બે વર્ષ સુધી તેઓ આંદોલનના અન્ય કેટલાક સભ્યો સાથે આશ્રમમાં રહ્યા હતા. આ કોચરબ આશ્રમ પહેલા જીવણલાલ વ્રજરાય દેસાઈ નામના વકીલનો બંગલો હતો. ગાંધીજીએ વકીલ જીવણલાલ પાસેથી આ જગ્યા ભાડે લીધી અને 25 મે 1915માં કોચરબ આશ્રમની સ્થાપના કરી. કોચરબ આશ્રમ આઝાદીની ચળવળનું ઐતિહાસિક સ્થળઅમદાવાદમાં આવેલ કોચરબ આશ્રમ આઝાદીની ચળવળનું ઐતિહાસિક સ્થળ છે. ગાંધીજીએ આ આશ્રમને સત્યાગ્રહીઓની પ્રયોગશાળા બનાવી હતી. આ આશ્રમની સ્થાપના બાદ ગાંધીજી લાંબા સમય સુધી અંહી રહ્યા હતા. ધીરે-ધીરે તેમની સાથે રહેતા લોકોની સંખ્યા વધી ગઈ. ગાંધીજીની દેશમાં લોકપ્રિયતા વધતા કોચરબ આશ્રમ નાનો પડવા લાગ્યો અને તેને સાબરમતી ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદથી લોકો સાબરમતી નદી કિનારે આવેલ સાબરમતી આશ્રમને વધુ ઓળખવા લાગ્યા છે. કોચરબ આશ્રમ જર્જરીત થવા લાગ્યો હતો. PM મોદીએ મોદીએ કોચરબ આશ્રમનું લોકાર્પણ કર્યુંજો કે રાજ્ય સરકાર દ્વારા આ આશ્રમની કાયાપલટ કરવામાં આવી તેને પુનઃ વિકસિત કરવામાં આવ્યો. વર્ષ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોચરબ આશ્રમનું લોકાર્પણ કર્યું હતું. આ આશ્રમનું મૂળ નામ 'સત્યાગ્રહ આશ્રમ' હતું. ગાંધીજીએ અહીંથી જ તેમના સત્ય અને અહિંસાના વિચારોનું ભારતમાં અમલીકરણ શરૂ કર્યું હતું. આ આશ્રમ અત્યારે એક સ્મારક અને મ્યુઝિયમ તરીકે સચવાયેલો છે. ગાંધીજી જે ઓરડામાં રહેતા હતા, તે ઓરડો, તેમની ચરખી (રેંટિયો) અને અન્ય વસ્તુઓ આજે પણ જોવા મળે છે.

Read Full Story arrow_forward
Valsad News: પારડી હાઈવે પર ચાલુ કારમાં ભીષણ આગ
calendar_today January 5, 2026

Valsad News: પારડી હાઈવે પર ચાલુ કારમાં ભીષણ આગ

વલસાડ જિલ્લાના પારડી નજીક નેશનલ હાઈવે 48 પર મોડી રાત્રે એક ભયાનક દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. હાઈવે પરથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, કાર ચાલકની સતર્કતાને કારણે સમયસર નીચે ઉતરી જવાથી તેમનો આબાદ બચાવ થયો છે.શોર્ટ સર્કિટ બાદ ધુમાડાના ગોટા નીકળ્યા મળતી માહિતી મુજબ, કાર જ્યારે હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. કાર ચાલકને ખ્યાલ આવી જતાં તેમણે તુરંત કાર ઉભી રાખી દીધી હતી. ચાલક નીચે ઉતર્યાની ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ ઈલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે.https://x.com/sandeshnews/status/2008028637233340901 ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી ઘટનાની જાણ થતા જ આસપાસના રાહદારીઓ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તાત્કાલિક પારડી નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરની ટીમે વિલંબ કર્યા વગર સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. મોટી દુર્ઘટના ટળી નેશનલ હાઈવે પર સતત વાહનોની અવરજવર હોય છે, આવી સ્થિતિમાં ભીષણ આગને કારણે અન્ય વાહનોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, કોઈ જાનહાનિ ન થતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. હાઈવે પર આ પ્રકારની ઘટનાઓને પગલે વાહન ચાલકોએ પોતાના વાહનોનું નિયમિત ચેકઅપ કરાવવું જોઈએ તેવી સલાહ પણ નિષ્ણાતો આપી રહ્યા છે. આ પણ વાંચો - Valsad: SOGએ ગાંજાનો જથ્થો ઝડપ્યો, પોલીસ અધિક્ષકની સૂચના બાદ ડ્રગ્સ માફિયાઓ પર કડક કાર્યવાહી

Read Full Story arrow_forward
Gir Somnath News: ભાણેજ પર દીપડાનો હુમલો, મામાએ બચાવી
calendar_today January 5, 2026

Gir Somnath News: ભાણેજ પર દીપડાનો હુમલો, મામાએ બચાવી

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં વન્ય પ્રાણીઓનો આતંક સતત વધી રહ્યો છે. ગીર ગઢડાના નવા ઉગલા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં સાંજની વેળાએ ઘર આંગણે રમી રહેલી 8 વર્ષની માસૂમ બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડો બાળકીને મોઢામાં દબાવીને ખેંચીને ભાગ્યો હતો, પરંતુ બાળકીના મામાની બહાદુરીને કારણે માસૂમનો જીવ બચી ગયો છે.મામાએ દીપડાનો પીછો કરી માસૂમને બચાવી નવા ઉગલા ગામના બાપા સીતારામ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ પરમારની 8 વર્ષની પુત્રી જિજ્ઞાસા સાંજના સમયે ઘરના આંગણે રમી રહી હતી. આ દરમિયાન અચાનક દીપડાએ ત્રાટકીને બાળકી પર હુમલો કર્યો હતો અને તેને ખેંચીને અંધારા તરફ ભાગ્યો હતો. બાળકીની ચીસો સાંભળી નજીકમાં જ કામ કરી રહેલા તેના મામા દોડી આવ્યા હતા. તેમણે જરા પણ ડર્યા વગર દીપડા પાછળ દોટ મૂકી હતી. મામાને પાછળ આવતા જોઈ દીપડો બાળકીને મૂકીને જંગલ તરફ નાસી છૂટ્યો હતો. બાળકીને માથા અને પગમાં ગંભીર ઇજા આ હુમલામાં જિજ્ઞાસાને માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. પરિવારજનોએ તેને તાત્કાલિક ગીર ગઢડા હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ બાળકીની સારવાર ચાલી રહી છે અને તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.https://x.com/sandeshnews/status/2008055119653597347 વન વિભાગે દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા બનાવની જાણ થતા જ વન વિભાગની ટીમ હોસ્પિટલ દોડી ગઈ હતી અને બાળકીના હાલચાલ જાણ્યા હતા. ઘટનાસ્થળ પર લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હોવાથી વન વિભાગે તુરંત કાર્યવાહી હાથ ધરી છે. નવા ઉગલા ગામે દીપડાને પાંજરે પૂરવા માટે અલગ-અલગ જગ્યાએ પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. ગ્રામજનોની માંગ છે કે, આ આદમખોર દીપડાને વહેલી તકે પકડવામાં આવે જેથી ફરી કોઈ આવી ઘટના ન બને. આ પણ વાંચો - Gir Somnath News : ગીર સોમનાથ કોરિડોર મુદ્દે ગ્રામજનોમાં ફરી આક્રોશ ભભૂકી ઉઠ્યો, તંત્ર સમિતિને તોડવા પ્રયાસ કરી રહયાં હોવાનો આક્ષેપ

Read Full Story arrow_forward