Nadiad: વડતાલ મંદિરમાં પોષી પૂનમે દર્શનાર્થે સવા લાખથી વધુ ભકતો ઉમટી પડયા
સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ મંદિરમાં પોષી પૂર્ણિમા નિમિતે હરિભકતોનો મહેરામણ ઊમટી પડયો હતો. સવા લાખ ઉપરાંત ભકતોએ મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ સહિત દેવોના દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી. મંદિરમાં આખો દિવસ હરિભકતોના સ્વામિનારાયણ મહામંત્રના નાદથી ગુંજતું રહ્યું હતું. આ પ્રસંગે 50 હજાર ઉપરાંત ભકતોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં પોષી પૂનમ નિમિતે વહેલી સવારથીજ હરિભકતોનો ધસારો જોવા મળ્યો હતો. આ પ્રસંગે મંદિરમા બિરાજમાન દેવોને વિશેષ વાઘા અને શણગાર કરવામાં આવ્યો હતો. મંગળાઆરતી સમયે મંદિરનો ઘુમ્મટ હકડેઠઠ ભકતો જોવા મળ્યા હતા. પૂનમ નિમિતે ઘણા હરિભકતોએ દંડવત પ્રણામ અને પ્રદક્ષિણા કરતાં જોવા મળ્યા હતા. આ પર્વને લઇને મંદિર પરિસરના વિશાળ ભોજનાલયમાં હરિભકતો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward