android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: લોકાર્પણ પહેલા જ 85 લાખનો રોડ તૂટ્યો!
calendar_today January 3, 2026

Rajkot News: લોકાર્પણ પહેલા જ 85 લાખનો રોડ તૂટ્યો!

રાજકોટમાં ભ્રષ્ટાચારે માજા મુકી છે. આવામાં રોડ બાંધકામમાં એક વધુ એક ભ્રષ્ટાચારની ઘટના સામે આવતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. રાજકોટ જિલ્લાના જસદણના આટકોટ વિસ્તારમાં નવા બનેલી રહેલા રોડમાં તિરાડો જોવા મળી છે. જે કારણે સ્થાનિકો રોષે ભરાયા છે. ઉલ્લેખનીય છે કે, આ રોડનું હજૂ લોકાર્પણ કરવામાં આવ્યું નથી. આટકોટ વિસ્તારમાં સરદાર પટેલ ચોકડીથી અંબાજી ફાર્મ હાઉસ સુધી રોડ આ રોડ બનાવવામાં આવ્યો છે.રાજકોટ જિલ્લામાં સરકારી કામોમાં ભ્રષ્ટાચારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં જસદણ તાલુકાના આટકોટ વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. અહીં હજુ તો રોડનું લોકાર્પણ પણ થયું નથી, ત્યાં જ નવા બનેલા સીસી રોડમાં મોટી તિરાડો જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. 85 લાખના ખર્ચે બનેલા 1 કિમી રોડની હાલત બિસ્માર ઘટનાની મળતી માહિતી અનુસાર, આટકોટના સરદાર પટેલ ચોકડીથી અંબાજી ફાર્મ હાઉસ સુધી અંદાજે 85 લાખ રૂપિયાના માતબર ખર્ચે 1 કિલોમીટર લાંબા સીસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલો આ રોડ હજુ તો પૂર્ણતાના આરે છે, ત્યાં જ તેમાં ઠેર-ઠેર તિરાડો પડી ગઈ છે. સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે, જેના કારણે રોડની આ દશા થઈ છે. માટીને બદલે કાટમાળનો ઉપયોગ ભ્રષ્ટાચારની હદ તો ત્યાં જોવા મળી કે રોડની બંને બાજુએ સુરક્ષા માટે માટી પુરાણ કરવાનું હોય છે, પરંતુ તેના બદલે જૂની નિશાળનો કાટમાળ નાખીને કામ પતાવી દેવામાં આવ્યું છે. આ પ્રકારની કામગીરીથી વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. ગ્રામજનોની આંદોલનની ચીમકી રોડની નબળી કામગીરી જોઈને આટકોટના ગ્રામજનોમાં ભારે આક્રોશ છે. લોકોની માંગ છે કે, રોડની બંને બાજુથી કાટમાળ દૂર કરી તાત્કાલિક યોગ્ય માટી પુરાણ કરવામાં આવે, તિરાડો પડેલા રોડનું ફરીથી ગુણવત્તાયુક્ત સમારકામ થાય. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તેઓ ઉચ્ચ સ્તરે રજૂઆત કરશે અને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે. આ પણ વાંચો - Rajkot News: સિવિલ હોસ્પિટલમાં નેપાળી યુવકનું મોત

Read Full Story arrow_forward
Junagadh: સિવિલ હોસ્પિટલ બનશે હાઈટેક, 13 અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર તૈયાર કરાશે
calendar_today January 3, 2026

Junagadh: સિવિલ હોસ્પિટલ બનશે હાઈટેક, 13 અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર તૈયાર કરાશે

જૂનાગઢ અને આસપાસના જિલ્લાના દર્દીઓ માટે આશીર્વાદ સમાન GMERS જનરલ હોસ્પિટલ (સિવિલ) ના આધુનિકીકરણ માટે મોટા નિર્ણયો લેવાયા છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ હોસ્પિટલની અચાનક મુલાકાત લઈ રિવ્યુ બેઠક યોજી હતી, જેમાં હોસ્પિટલના 13 ઓપરેશન થિયેટરને (OT) વૈશ્વિક સ્તરના ‘મોડ્યુલર’ થિયેટરમાં ફેરવવાની જાહેરાત કરવામાં આવી છે.GMERS જનરલ હોસ્પિટલમાં આધુનિકીકરણ માટે નિર્ણયોબેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, હોસ્પિટલના તમામ 13 ઓપરેશન થિયેટરોને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે.  મોડ્યુલર OT ની ખાસિયત એ છે કે ત્યાં ચેપ (Infection) લાગવાનું જોખમ નહિવત થઈ જાય છે. અત્યાધુનિક મશીનરી અને સિસ્ટમને કારણે જટિલ ઓપરેશનો વધુ ચોકસાઈથી થઈ શકશે, જેનાથી રિકવરી ઝડપી આવશે. હાલ 2 ઓપરેશન થિયેટરની કામગીરી પૂર્ણતાના આરે છે, જ્યારે બાકીના OT ને તબક્કાવાર રીતે અપગ્રેડ કરવામાં આવશે.તબીબી વિદ્યાર્થીઓ માટે પણ ડિજિટલ લર્નિંગઆ સુવિધા માત્ર દર્દીઓ માટે જ નહીં, પરંતુ હોસ્પિટલમાં અભ્યાસ કરતા UG અને PG તબીબી વિદ્યાર્થીઓ માટે પણ માઈલસ્ટોન સાબિત થશે. વિદ્યાર્થીઓ આધુનિક સિસ્ટમ દ્વારા જટિલ ઓપરેશનની પ્રક્રિયાઓને લાઈવ જોઈ શકશે, જે તેમના પ્રેક્ટિકલ શિક્ષણમાં ખૂબ મદદરૂપ થશે.ધારાસભ્યની કડક સૂચનાસરપ્રાઈઝ વિઝિટ દરમિયાન ધારાસભ્ય સંજય કોરડિયાએ હોસ્પિટલના તમામ વિભાગીય વડાઓ અને PIU ના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કેબાકી રહેલી નિર્માણ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવી.હોસ્પિટલનું વાતાવરણ દર્દીઓ અને સ્ટાફ બંને માટે કાર્યક્ષમ હોવું જોઈએ.સારવાર માટે આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને કોઈ હાલાકી પડવી જોઈએ નહીં.આ પણ વાંચો: પોલીસ ભરતીને લઈ સૌથી મોટા સમાચાર, 21 જાન્યુઆરીથી શારીરિક કસોટીનો પ્રારંભ, 13,591 જગ્યાઓ માટે જંગ જામશે

Read Full Story arrow_forward
Sabarkantha News: સ્કૂલ બસ અને કાર વચ્ચે ટક્કર, વૃદ્ધનું મોત
calendar_today January 3, 2026

Sabarkantha News: સ્કૂલ બસ અને કાર વચ્ચે ટક્કર, વૃદ્ધનું મોત

હિંમતનગર-ધનસુરા હાઇવે પર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આકોદરા ગામ નજીક એક ખાનગી સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં કારચાલક વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. સદનસીબે સ્કૂલ બસમાં કોઈ વિદ્યાર્થીઓ સવાર ન હોવાથી મોટી હોનારત ટળી હતી.કેવી રીતે સર્જાયો અકસ્માત? ઘટનાની મળતી માહિતી અનુસાર, હિંમતનગરના આકોદરા નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કૂલ બસ અને કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત અતિ ભયાનક હતો કે કારના કુચરા ઉડી ગયા હતા. આ ઘટનામાં કાર ચલાવી રહેલા 65 વર્ષીય વિઠ્ઠલભાઈ પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત થયું હતું. મૃતક વિઠ્ઠલ હિંમતનગરના બળવંતપુરા કંપા વિસ્તારમાં રહે છે. મોટી જાનહાનિ ટળી આ અકસ્માત સમયે સ્કૂલ બસમાં કોઈ પણ વિદ્યાર્થી સવાર ન હતા, જેને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે. જો બસમાં બાળકો હોત તો મોટી જાનહાનિ થવાની ભીતિ હતી. અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. તંત્રની કામગીરી ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે કારમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે બળવંતપુરા કંપા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ પણ વાંચો - Sabarkantha News : ખેડબ્રહ્મામાં ચાઈનીઝ દોરીનો કહેર, પતંગ ચગાવતા દાદીવાડના યુવકનો ચહેરો ચીરાયો

Read Full Story arrow_forward