Nadiad: નડિયાદમાં કન્યા છાત્રાલયમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ !!!
નડિયાદ પીજ રોડ કેનાલ પાસે આવેલ સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થિનીઓની સુરક્ષા સામે સવાલ ઉભો કરતી ઘટના બની છે.છેલ્લા પાંચ, છ દિવસથી રાત્રે અંધકારમાં અજાણ્યા શખ્સો દ્વારા હોસ્ટેલની રૂમની બાકીઓ ખખડાવી અને બેટરીઓનો ફોકસ મારવામા આવે છે. જેને લઇને છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓમાં ભારે ભયનો માહોલ છવાઇ ગયો છે. રાત્રે પોણાએક વાગ્યાના અરસામાં આ ઘટના બને છે. જેથી વિદ્યાર્થીનીઓ ડર સાથે આખી રાત જાગતી રહે છે. આ ઘટનાને પગલે વાલીઓમાં પણ ચિંતા પ્રસરી છે. નડિયાદમાં શિક્ષણ અર્થે બહારગામથી આવીને સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે આ છાત્રાલયના પાછના ભાગે આવેલ અવાવરૂ વિસ્તાર માંથી રાત્રિના સુમારે અજાણ્યા ઇસમો દ્વારા છાત્રાલયની પાછળના ભાગે દિવાલ કૂદીને રૂમની બારીઓ ખખડવામાં આવે છે અને બારી ખખડાવવાનો અવાજ આવે છે. ઉપરા છાપરી બારીઓ ખખડવાનો અવાજથી રૂમમાં સૂતેલી વિદ્યાર્થીનીઓ ડરના માર્યા જાગી જાય છે. સમગ્ર હોસ્ટેલમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાથી ગભરાયેલી વિદ્યાર્થીનીઓએ તાત્કાલિક હોસ્ટલના ગૃહમાતા અને સુરક્ષા કર્મચારીઓને જાણ કરી હતી.જો કે અંધારાનો લાભ લઇને અજાણ્યા તત્વો ત્યાંથી પલાયન થઇ જતા હોય છે. ગુરૂવાર રાત્રે આ પ્રવૃતિ વધતા તેઓ સુરક્ષિત નથી તેવી લાગણીઓ અનુભવી રહી છે . કન્યા છાત્રાલયની આસપાસના વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવામા આવે અને કમ્પાઉન્ડ વોલની સુરક્ષા વધારવામા આવે તેવી માગ છે. અને પાછળની સાઇડે પણ સીસીટીવી કેમેરો લગાવવામા આવેલી તેવી પણ માગ ઉઠી છે. આ ઘટના બાદ વિદ્યાર્થીનીઓ રાત્રે ઉંઘતા પણ ડરી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward