android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod:10 પરીક્ષા કેન્દ્રો પર કુલ 2233 ઉમેદવારો પરીક્ષા આપશે
calendar_today January 2, 2026

Dahod:10 પરીક્ષા કેન્દ્રો પર કુલ 2233 ઉમેદવારો પરીક્ષા આપશે

દાહોદ જિલ્લા સેવા સદન, છાપરી ખાતે GPSC પરીક્ષાને ધ્યાને રાખીને GPSC ચેરમેન હસમુખ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અન્વયે નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ, જિલ્લા શિક્ષણાધિકારી એસ. એલ. દામા, શિક્ષણ નિરીક્ષક રાકેશ ભોકણ, પ્રાંત અધિકારી મિલિન્દ દવે સહિત સંબંધિત સૌ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠક અન્વયે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં યોજાનાર રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમિક કસોટી તા.4 જાન્યુઆરીને રવિવારે સવારે 11 થી 1 કલાક દરમ્યાન યોજાશે. જે સંદર્ભે સંબંધિત સૌ અધિકારીઓને તેમજ પરીક્ષા સમય દરમ્યાન ફરજ બજાવતા અધિકારીઓને પરીક્ષાલક્ષી SOPને ધ્યાને રાખીને વ્યવસ્થા કરવા માર્ગદર્શન સાહિત સૂચનાઓ આપી હતી. દાહોદ તાલુકાની કુલ 10 શાળા - કોલેજોને પરીક્ષા કેન્દ્રો તરીકે પસંદગી કરાઈ છે. જેમાં કુલ બ્લોક 94માં કુલ 2233 જેટલાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. આ તમામ બ્લોકમાં સીસીટીવી વ્યવસ્થા, પ્રાથમિક સેવા તરીકે પાણીની સુવિધા સહિત ઇમરજન્સી માટે આરોગ્ય ટીમ પણ ઉપલબ્ધ કરાશે. એ સાથે પરીક્ષા દરમ્યાન વીજળી વ્યવસ્થા ખોરવાય નહીં, પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળે સરળતાથી પહોંચી શકે એ માટેની વ્યવસ્થા તેમજ જો પરીક્ષાર્થી દિવ્યાંગજન હોય તો એમના માટે પણ વહીવટી તંત્ર દ્વારા અલગથી એમની જરૂરિયાત મુજબ સેવા પુરી પાડશે. પરીક્ષા માટે ઇન્વિજીલેટર, સુપરવાઈઝર, બ્લોક ફાળવણી તેમજ બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada:રૂા.20 લાખના ખર્ચે બનેલો ચેકડેમ 3 વર્ષમાં જ તૂટી ગયો
calendar_today January 2, 2026

Narmada:રૂા.20 લાખના ખર્ચે બનેલો ચેકડેમ 3 વર્ષમાં જ તૂટી ગયો

દેડિયાપાડા તાલુકાના મુલ્કાપાડા ગામે મનરેગા અંતર્ગત રૂા.20 લાખના ખર્ચે બનાવવામાં આવેલ ચેકડેમ ત્રણ વર્ષમાં જ તુટી જતાં આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બુમ ગ્રામજનોમાં સંભળાઇ રહી છે.દેડિયાપાડા મુલ્કાપાડા ગામે મનરેગા અંતર્ગત મેઈન કોતરમાં વર્ષ.2021/22 માં અંદાજિત રકમ રૂ.20,32,283 નાં ખર્ચે ચેકડેમ બનાવવામાં આવેલો છે જે બે થી ત્રણ વર્ષમાંજ તૂટી જવા પામ્યો છે અને ભ્રષ્ટાચાર સામે આવ્યો છે આ મેઈન કોતરમાં બનાવવામાં આવેલો ચેકડેમની દુર્દશા થઇ છે. ચેકડેમના બાંધકામમાં ગુણવત્તા વિહોણી કામગીરી કરવામાં આવી છે જેને કારણે ચેકડેમની સાઈડમાં આવેલી દીવાલ ધરસાઈ થઈ ગઈ છે. ચેકડેમ ખંડેર હાલતમાં છે. ચેકડેમ સિંચાઈના પાણીનો સંગ્રહ કરવા સક્ષમ નથી, ચેકડેમમાં પાણીનો સંગ્રહ થતો નથી. ચેકડેમ માટીથી પુરાઈ ગયો છે આ ચેકડેમ પાણી વિના શોભાના ગાંઠિયા સમાન સાબિત થયો છે અને આ ચેકડેમમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાની ગ્રામજનોએ આશંકાઓ વ્યક્ત કરી હતી. ચેકડેમનો ખર્ચ પાણીમાં ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch:હવે ભરૂચના ખેડૂતો વિદેશમાં પણ ઓર્ગેનિક લેબલ સાથે પાક વેચી શકશે
calendar_today January 2, 2026

Bharuch:હવે ભરૂચના ખેડૂતો વિદેશમાં પણ ઓર્ગેનિક લેબલ સાથે પાક વેચી શકશે

ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના અભિયાનના પ્રણેતા રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને દીશાનિર્દેશન હેઠળ ગુજરાત રાજય આજે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરી રહ્યુ છે. ખાસ કરીને પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવા માટે ખેતીના ઉત્પાદનની વિશ્વસનિયતા જાળવવા માટે GOPKA અને APEDA જેવી સંસ્થાઓમાં ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાવી તેમને સહકારી મંડળીઓમાં જોડી તેમની સહભાગીદારીનું મોડલ હવે જિલ્લાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યુ છે.ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની આગેવાનીમાં કૃષિ વિભાગ દ્વારા કૃષિ ઉત્કર્ષ પહેલ અંતર્ગત ખેડૂતોને પ્રમાણપત્ર મેળવવા માટે કલસ્ટર અનુસાર ખેડૂતોના જૂથ બનાવી સર્ટીફીકેશન પોગ્રામ અમલમાં મુકવામાં આવ્યો હતો. પ્રથમ વર્ષ દરમ્યાન ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં રચાયેલા કુલ 13 જૂથોના 4,007 ખેડૂતોને વર્ષ 2024 માં ગુજરાત ઓર્ગેનિક પ્રોડકટ સર્ટીફિકેશન એજન્સી, અમદાવાદ તરફથી સ્કોપ સીઆઈ સર્ટીફીકેશન આપવામાં આવ્યુ હતુ. કૃષિ ઉત્કર્ષ પહેલ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને લગતા પ્રયત્નોના પરિણામે જિલ્લાના 4007 જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતીના ઉત્પાદન માટે GOPKA અને APEDA સર્ટિફાઈડ બન્યા છે. ગત 17 મી ડિસેમ્બરના રોજ ભરૂચ જિલ્લાની 13 મંડળીઓના પ્રમુખો અને જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ ગુજરાત ઓર્ગેનિક પ્રોડકટસ સર્ટીફિકેશન એજન્સી, અમદાવાદ વચ્ચે એમઓયુ કરવામાં આવ્યુ છે. જેમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેનુ ઉત્પાદન હવે વિદેશમાં પણ ઓર્ગેનિકના લેબલ સાથે વેચાણ કરી શકશે. ખેડૂતોની આવક બમણી થશે સર્ટીફીકેશન પોગ્રામ થકી ખેડૂત સંગઠન સ્વરૂપે મંડળીઓ તરફથી તેમના પેદાશને ઉંચા ભાવમાં વેચાણ કરવાની સાથે દેશ-વિદેશમાં એક્સપોર્ટ કરવાની તક પણ ઉપલબ્ધ થશે જેના કારણે ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થવાની શકયતા છે. પ્રાકૃતીક ખેતી કરવામાં રસ ધરાવતા ખેડૂતોને મંડળીમાં જોડાવા માટે પોતાના ગામના ગ્રામસેવકનો સંપર્ક કરી શકશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward