android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad: SOGએ ગાંજાનો જથ્થો ઝડપ્યો, પોલીસ અધિક્ષકની સૂચના બાદ ડ્રગ્સ માફિયાઓ પર કડક કાર્યવાહી
calendar_today January 3, 2026

Valsad: SOGએ ગાંજાનો જથ્થો ઝડપ્યો, પોલીસ અધિક્ષકની સૂચના બાદ ડ્રગ્સ માફિયાઓ પર કડક કાર્યવાહી

વલસાડ જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચનાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સતર્ક બન્યું છે. આ ઝુંબેશ અંતર્ગત SOGની ટીમે શહેરના વ્યસ્ત ગણાતા ધોબીતળાવ વિસ્તારમાં આકસ્મિક દરોડો પાડીને એક યુવકને ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે.યુવકને ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો SOGની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે મોગરાવાડીનો એક યુવક ગાંજાના જથ્થા સાથે કોઈની રાહ જોઈ રહ્યો છે. બાતમી મુજબ, ધોબીતળાવમાં આવેલા પ્રાગજી ટાવર સામેના બાપા સીતારામ મંદિર પાસે પોલીસે વોચ ગોઠવી હતી. બાતમીવાળો શખ્સ ત્યાં આવતા જ પોલીસે તેને કોર્ડન કરી લીધો હતો.2 કિલો ગાંજો અને બાઇક જપ્તપોલીસે શંકાસ્પદ યુવકની તપાસ કરતા તેની પાસેથી આશરે 2 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ધોરણેઆશરે 2 કિલો પ્રતિબંધિત ગાંજો, એક મોટરસાઇકલ (બાઇક), અન્ય આનુષંગિક ચીજવસ્તુઓનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ પણ વાંચો:ચાંદખેડાના પોશ ફ્લેટમાં પીસીબીનો દરોડો, 11 જુગારીઓ 18 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

Read Full Story arrow_forward
Jamnagar-કાલાવડ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એસટી બસ પલટી જતાં 30 મુસાફરો થયા ઈજાગ્રસ્ત
calendar_today January 3, 2026

Jamnagar-કાલાવડ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એસટી બસ પલટી જતાં 30 મુસાફરો થયા ઈજાગ્રસ્ત

જામનગર-કાલાવડ હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જૂનાગઢથી જામનગર તરફ જઈ રહેલી એસટી બસ ખંઢેરા ગામ પાસે આવેલા છિપરા હનુમાનની ગોલાઈમાં અચાનક પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર આશરે 30 જેટલા મુસાફરો ઘાયલ થયા છે, જેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. એસટી બસ જ્યારે વળાંક લઈ રહી હતી ત્યારે ચાલકે કાબૂ ગુમાવતા બસ માર્ગની બાજુમાં પલટી ગઈ હતી. અકસ્માતને પગલે મુસાફરોની ચીસાચીસથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.ઘાયલોને કાલાવડ અને જામનગર હોસ્પિટલ ખસેડાયાબનાવની જાણ થતા જ કાલાવડ ગ્રામ્ય પી.આઈ. પનારા સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે કાલાવડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 4 મુસાફરોની હાલત અત્યંત ગંભીર હોવાથી તેઓને વધુ સારવાર માટે જામનગર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી. હાલમાં પોલીસ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચલાવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Unaના ચીખલીમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર: ચોરીના આરોપીઓને પકડાતા ભાંડો ફૂટ્યો
calendar_today January 3, 2026

Unaના ચીખલીમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર: ચોરીના આરોપીઓને પકડાતા ભાંડો ફૂટ્યો

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામેથી રાષ્ટ્રીય પક્ષી મોરના અવશેષો મળી આવતા વનવિભાગ અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બગસરા પોલીસ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા ચીખલી ગામના ખારા વિસ્તારમાં પહોંચી હતી. પોલીસને જોઈને એક મહિલાએ થેલી ફેંકી દીધી હતી, જેમાં તપાસ કરતા મોરના પીંછા અને અવશેષો મળી આવ્યા હતા. વન વિભાગના જસાધાર રેન્જના આર.એફ.ઓ. (RFO) ભરવાડે પ્રાથમિક તપાસમાં જણાવ્યું કે મોરનો તાજો શિકાર કરવામાં આવ્યો હતો.વન વિભાગે મોરના શિકાર અંગે તપાસ હાથ ધરીથેલીમાંથી માંસનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે. ઘટનાસ્થળેથી ગિલોલ અને દાતરડા જેવા હથિયારો મળી આવ્યા છે, જે શિકાર માટે વપરાયા હોવાની આશંકા છે. પોલીસે જે બે આરોપીઓની ધરપકડ કરી છે, તેઓ અગાઉ પણ ચોરી અને લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. તેમની પાસેથી સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે. હાલમાં પોલીસ ચોરીના ગુનાની તપાસ કરી રહી છે, જ્યારે વન વિભાગ રાષ્ટ્રીય પક્ષીના શિકાર બદલ વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી રહ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward