android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dabhoi News: જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ AAPના નેતા સાથે દેખાતા વીડિયો થયો વાયરલ
calendar_today January 3, 2026

Dabhoi News: જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ AAPના નેતા સાથે દેખાતા વીડિયો થયો વાયરલ

વડોદરા જિલ્લાના ડભોઈ રાજકારણમાં અત્યારે ભારે હડકંપ મચી ગયો છે. ડભોઈ જિલ્લા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ અશ્વિનભાઈનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેઓ આમ આદમી પાર્ટીના નેતા સાથે જોવા મળી રહ્યા છે. આ ઘટનાને પગલે ભાજપના આંતરિક વર્તુળોમાં અનેક ચર્ચાઓ જાગી છે. સીમળીયા બેઠક પરથી ચૂંટાયેલા અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ એવા અશ્વિનભાઈ, આમ આદમી પાર્ટીની સભાના આયોજક પ્રવીણ તડવી સાથે સભાસ્થળ પર જતા નજરે પડ્યા છે.ભાજપ ઉપપ્રમુખ અશ્વિનનો AAP નેતા સાથેનો વીડિયોવીડિયોમાં જે પ્રકારે તેઓ વિપક્ષના નેતાઓ સાથે ધરોબો કેળવતા જોવા મળે છે, તેનાથી એવી આશંકા સેવાઈ રહી છે કે તેઓ 'પાછલી બારીએ' આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે અશ્વિનભાઈના પોતાના જ ગામના અનેક ભાજપના કાર્યકરો તાજેતરમાં કેસરીયો છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.AAP ના સભાસ્થળે જતો ભાજપ ઉપ પ્રમુખનો વીડિયો આવા સમયે ખુદ ભાજપના દિગ્ગજ નેતા વિરોધ પક્ષના આયોજકો સાથે અંદરખાને મિટિંગો કરતા અને સભાના સ્થળે ફરતા દેખાતા પક્ષની શિસ્ત સામે સવાલો ઉભા થયા છે. આ વીડિયો વાયરલ થતા ડભોઈ પંથકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ સંગઠન આ મામલે પોતાના પદાધિકારી સામે કોઈ શિસ્તભંગના પગલાં લે છે કે કેમ. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad-ઈન્દોર હાઈવે પર રક્તરંજિત અકસ્માત; ટ્રકની ટક્કરે 28 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે મોત
calendar_today January 3, 2026

Ahmedabad-ઈન્દોર હાઈવે પર રક્તરંજિત અકસ્માત; ટ્રકની ટક્કરે 28 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે મોત

અમદાવાદ-ઈન્દોર હાઈવે પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ઓઢવ વિસ્તારમાં આવેલા વેપારી મહામંડળ કટ પાસે એક પુરપાટ ઝડપે આવતા ટ્રકે રાહદારી યુવકને અડફેટે લેતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અમદાવાદના ઓઢવમાં આદિનાથનગર ખાતે રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરના વતની સાગર અશોકભાઈ યાદવ (ઉંમર ૨૮ વર્ષ) હાઈવે પર વેપારી મહામંડળ કટ પાસે આવેલા ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા.વેપારી મહામંડળ કટ પાસે ટ્રકની રાહદારીને ટક્કરઆ દરમિયાન GJ.01.HT.9057 નંબરના ટ્રક ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી સાગર યાદવને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાને કારણે યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તજવીજ હાથ ધરી છે. 28 વર્ષીય યુવક સાગર યાદવનું કરુણ મોતટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. એક આશાસ્પદ યુવાનના આકસ્મિક અવસાનથી તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાઈવે પરના આ કટ પાસે અવારનવાર થતા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Navsari SOGએ મોબાઈલ એપથી નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતું કૌભાંડ ઝડપી પાડ્યું
calendar_today January 3, 2026

Navsari SOGએ મોબાઈલ એપથી નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતું કૌભાંડ ઝડપી પાડ્યું

નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ બાતમીના આધારે એક મોટી કાર્યવાહી કરતા નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવનારા શખ્સને ઝડપી પાડ્યો છે. વાંસદા વિસ્તારમાંથી ચીખલીના રહેવાસી જીગર પટેલ નામના ઇસમને 59 જેટલા નકલી લાયસન્સ સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી જીગર પટેલ તેના મોબાઈલમાં 'પિક્સ આર્ટ' (PicsArt) નામની એપ્લિકેશનનો ઉપયોગ કરીને નકલી લાયસન્સ તૈયાર કરતો હતો.SOGએ બાતમીના આધારે હાથ ધરી હતી કાર્યવાહીતે અસલી લાયસન્સના નામે ભોળા નાગરિકો પાસેથી 4થી 5 હજાર રૂપિયા વસૂલતો હતો. લાયસન્સ એડિટ કર્યા બાદ તે ઝેરોક્ષની દુકાને જઈને PVC કાર્ડ પર પ્રિન્ટ કઢાવી લોકોને પધરાવી દેતો હતો. લોકોને એવો ભાસ થતો કે આ લાયસન્સ RTO દ્વારા જ ઈસ્યુ કરવામાં આવ્યું છે. SOG ની ટીમે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને જીગરની અટકાયત કરી હતી. તેની પાસેથી મળી આવેલા લાયસન્સના જથ્થાનું જ્યારે RTO માં વેરિફિકેશન કરાવવામાં આવ્યું, ત્યારે તમામ લાયસન્સ બોગસ હોવાનું સાબિત થયું હતું. ચીખલી પોલીસે આરોપી જીગર પટેલની કરી ધરપકડઆ સાથે જ આ આખું કૌભાંડ ખુલ્લું પડ્યું હતું. નવસારી પોલીસે આરોપી જીગર પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે અત્યાર સુધીમાં તેણે કેટલા લોકોને આવા નકલી લાયસન્સ આપ્યા છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ શખ્સ સામેલ છે કે કેમ.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward