Kheda: જિલ્લામાં પીધેલા 43 ઝપટે ચડયાં
ખેડા જિલ્લામાં થર્ટી ફર્સ્ટને લઈને કોઈ અસામાજિક તત્વો દારુ પીને નવા વર્ષની ઉજવણીમાં સારા નાગરિકોને ખલેલ ન પહોંચાડે તે માટે આગોતરું આયોજન હાથ ધર્યું હતું. જેને લઈને બે દિવસ અગાઉથી જ પોલીસે વિવિધ પોઈન્ટ પર પોલીસને 150 જેટલા બોડીવોર્ન કેમેરા અને 150 જેટલા બ્રેથ એનલાઈઝર દ્વારા આવતા જતા શંકાસ્પદ જણાતા, ડ્રાઈવીંગ કરતા દરેક વ્યક્તિ પુરુષ હોય કે મહિલા તેમનું ચેકીંગ હાથ ધર્યું હતું. થર્ટી ફર્સ્ટની મોડી રાત્રી સુધી જિલ્લાના વડા મથક નડિયાદ સહિત જિલ્લાના મહત્વના પોઈન્ટ પર પોલીસ તૈનાત રહી હતી. અને જિલ્લાની વિવિધ ચેકપોસ્ટ પર પણ વાહન ચેકીંગ તથા ડ્રોન કેમેરા થકી પણ અંતરિયાળ વિસ્તાર અને ફાર્મહાઉસ, ટેરેસ પર સતત વોચ રાખી હતી. થર્ટી ફર્સ્ટની સવારથી જ પોલીસ દારુ પીને વાહન ચલાવતા હોય કે દેશી કે વિદેશી દારુની હેરાફેરી કરતાં કે દારુ પીને જાહેર સ્થળો પર લવરી કરી ધમાલ કરતાં ઈસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લામાંથી ઝડપાયેલ આવા 43 વિરુદ્ધ પોલીસે જે તે પોલીસ મથકો પર ગુનો નોંધી કાર્યવાહી પણ હાથ ધરી હતી. જેમાં દારુ પીને વાહન ચલાવતા ડાકોરમાંથી 02, કપડવંજ રુરલમાં 01, કઠલાલમાંથી 03, ખેડામાંથી 01, લીંબાસીમાંથી 01, મહેમદાવાદમાંથી 03, મહુધામાંથી 01, નડિયાદ રુરલમાંથી 01, નડિયાદ ટાઉનમાંથી 08, સેવાલિયામાંથી 01 મળી 22 ઝડપાયા હતા. જ્યારે દારુ પીને લવરી કરતાં મહુધામાંથી 05 અને નડિયાદ રુરલમાંથી 01 મળી છ ઝડપાયા હતા. જ્યારે દારુની હેરાફેરી કરતાં ડાકોરમાંથી 02, કઠલાલમાંથી 01, ખેડામાંથી 04, લીંબાસીમાંથી 02, મહેમદાવાદમાંથી 01, મહુધામાંથી 02, સેવાલિયામાંથી 01 અને વડતાલ અને વસોમાંથી પણ એક એક ઈસમ મળી કુલ 15 ઈસમો ઝડપાયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward