android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ભરૂચમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાજરા ચોથ પર્વની ઉલ્લાસભેર ઉજવણી
calendar_today August 31, 2026

ભરૂચમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાજરા ચોથ પર્વની ઉલ્લાસભેર ઉજવણી

ભરૂચ શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પેઢીઓથી ચાલી આવતી પરંપરા અને માતાજી પ્રત્યેની અખૂટ આસ્થાના પ્રતિક સમાન કાજરા ચોથ પર્વની સોમવારે ભક્તિભાવ અને ધાર્મિક શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી. જય હિંગળાજ માતાના જયઘોષ સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજબંધુઓ જોડાયા હતા.સેવાશ્રામ રોડ પર આવેલા સિંધવાઈ માતાજીના મંદિરે પર્વ નિમિત્તે વહેલી સવારથી ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. અહીં વિધિવત પૂજન, હોમ-હવન સહિતની ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. ત્યારબાદ કાજરાના પ્રતિક અને હિંગળાજ માતાજીના વરઘોડા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. કાજરા ચોથ પર્વ ક્ષત્રિય સમાજની હિંગળાજ માતા પ્રત્યેની શ્રાદ્ધા અને પ્રાચીન પરંપરા સાથે ગાઢ રીતે જોડાયેલો છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન પરશુરામ દ્વારા ક્ષત્રિયોના સંહાર સમયે ક્ષત્રિયોએ જાતિના રક્ષણ માટે હિંગળાજ માતાનો આશ્રય લીધો હતો. માતાજીએ તેમને જીવનનિર્વાહ માટે હાથવણાટનો હુન્નર શીખવ્યો હતો. ત્યારબાદ હાથવણાટથી તૈયાર કરાયેલી પ્રથમ ચૂંદડી માતાજીને અર્પણ કરવામાં આવી હતી. આ પરંપરાની સ્મૃતિરૂપે કાજરા ચોથ ઉજવાતો હોવાનું સમાજના આગેવાનો જણાવે છે.પર્વ નિમિત્તિ સમાજની પરિણીત મહિલાઓએ ઉપવાસ રાખી માતાજીની પૂજા-અર્ચના કરી હતી. શ્રાવણ સુદ અગિયારસથી વિવિધ ઘરોમાં માતાજીના જ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા. શ્રાવણ વદ ચોથના દિવસે માતાજીને બાજટ પર બિરાજમાન કરી ચૂંદડી ઓઢાડવામાં આવી હતી. સિંધવાઈ માતાજીના મંદિરેથી નીકળેલી શોભાયાત્રા કબીરપુરા અને ખત્રીવાડ વિસ્તારમાં ફરી હતી. પરંપરા મુજબ કબીરપુરામાં વિવિધ સમાજના લોકોના ઘરે કાજરાના પ્રતિકનું નમન કરાવવામાં આવ્યુ હતુ. અંતે શોભાયાત્રા બરાનપુરા-ખત્રીવાડ સ્થિત હિંગળાજ માતાજીના મંદિરે પહોંચી હતી. અહીં ધાર્મિક વિધિ બાદ કાજરાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી અને પવિત્ર નર્મદા નદીમાં કાજરાનું વિસર્જન કરવામાં આવ્યુ હતુ. સમગ્ર આયોજન દરમ્યાન ભરૂચમાં ભક્તિ, શ્રાદ્ધા અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
500 એકર જમીન પાણીમાં, એક માસથી કામગીરી અધૂરી !
calendar_today August 31, 2026

500 એકર જમીન પાણીમાં, એક માસથી કામગીરી અધૂરી !

ભરૂચ તાલુકાના લુવારા ગામની સીમમાં વરસાદી પાણીના નિકાલના અભાવે ખેડૂતોની હાલાકી યથાવત છે. વરસાદ બંધ થયાને એક મહિનો વીતી ગયો હોવા છતાં 500 એકરથી વધુ ઉપજાઉ જમીનમાં કેડસમા પાણી ભરાયેલા છે ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી ખેડૂતો ચાલુ સિઝનમાં વાવણી સહિતનું ખેતીકામ કરી શક્યા નથી.સ્થાનિક ખેડૂત ઈમરાન પટેલના જણાવ્યા મુજબ, કવિઠા, ઓસારા અને હલદરવા સહિત આસપાસના ગામોનું વરસાદી પાણી લુવારા ગામની સીમમાં એકઠું થાય છે. અગાઉ ગુરૂદ્વારાથી લુવારા નાળા સુધી વરસાદી પાણીના કુદરતી નિકાલ માટે ગટર વ્યવસ્થા હતી પરંતુ હાઈવે પર નવા બ્રિજની કામગીરી દરમ્યાન આ જુની ગટર પુરાઈ દેવામાં આવી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂતોના દાવા મુજબ, હાઈવે ઓથોરીટી દ્વારા ખેતરોના લેવલ કરતા આશરે ત્રણ ફૂટ ઉંચી નવી ગટર બનાવવામાં આવી છે. ગટરનું લેવલ ઉંચુ હોવાથી ખેતરોનું પાણી તેમાં જતુ નથી અને વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહે છે.ખાસ વાત એ છે કે, આશરે એક મહિના પહેલા એસડીએમ, મામલતદાર સહિતના અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનોએ સ્થળની મુલાકાત લીધી હતી તે સમયે આગામી 10 દિવસોમાં ગટર ખોદીને પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી. જો કે 30 દિવસથી વધુ સમય વીતી જવા છતાં ગટરનો પ્રશ્નો ઠેરનો ઠેર છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર ત્યારબાદ તંત્રના અધિકારીઓ સ્થળ પર પરત ફર્યા નથી. ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ખેડૂતો ચાલુ સિઝનની વાવણી કરી શક્યા નથી. જો તાત્કાલીક પાણીનો નિકાલ નહીં થાય તો આગામી મહિનાઓમાં ખેતરોમાં પ્રવેશ પણ મુશ્કેલ બની શકે છે અને ખેડૂતોને બે સિઝનના પાકથી હાથ ધોવાનો વારો આવે તેવી ભિતી સેવાઈ રહી છે.ખેડૂતોએ હાઈવે ઓથોરીટી અને વહીવટી તંત્ર સમક્ષ જુની ગટરને ઉંડી કરી ખુલ્લી કરવા તેમજ વરસાદી પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા તાત્કાલીક ધોરણે કરવા માંગ કરી છે. ખેડૂતોનો સવાલ છે કે જયારે 10 દિવસમાં કામ પુર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી ત્યારે 30 દિવસ બાદ પણ કામગીરી કેમ શરૂ થઈ નથી ?ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
પોલીસ અને હાઇવે ઓથોરિટીએ બ્લેકસ્પોટની મુલાકાત લીધી
calendar_today August 31, 2026

પોલીસ અને હાઇવે ઓથોરિટીએ બ્લેકસ્પોટની મુલાકાત લીધી

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર અકસ્માતો અટકાવવા પોલીસ, RTO અને NHAI દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરી એક્સન પ્લાન બનાવવા અંગે ચર્ચા કરાય હતી.અંકલેશ્વર નેશનલ હાઈવે પર સતત વધી રહેલા અકસ્માતો અને પ્રાણઘાતક ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે પોલીસ વિભાગ,RTO અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા સંયુક્ત કામગીરી શરૂ કરવામાં આવી છે. હાઇવે પર આજે નવજીવન હોટલના કટ પાસે ત્રણેય વિભાગોના અધિકારીઓએ સાથે મળી સ્થળ મુલાકાત કરી હતી. પાનોલી, અંકલેશ્વર રૂરલ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતા નેશનલ હાઈવેના સમગ્ર પટ્ટા પર ગંભીર અકસ્માતોનું પ્રમાણ જોવા મળ્યું છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ત્રણેય એજન્સીઓએ સાથે મળીને ત્રણેય એંગલથી સ્થિતિની સમીક્ષા કરી છે. મુલાકાત દરમિયાન મીટિંગ યોજીને મિનિટ્સ નોટ તૈયાર કરવામાં આવી છે, જેમાં હાઈવે પર જરૂરી સુધારા-વધારા કરવા, ટ્રાફ્કિના નિયમોનું પાલન કરાવવું અને સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટેના ચોક્કસ કાર્યો નક્કી કરવામાં આવ્યા છે. ત્રણેય વિભાગો સાથે મળીને આ એક્શન પ્લાન મુજબ કડક કાર્યવાહી કરશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward