android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
બૈડી ફ્ળિયા, તેજાવાવ, ચાપરગોટા સહિતના વિસ્તારમાં દીપડાનો ડર
calendar_today September 1, 2026

બૈડી ફ્ળિયા, તેજાવાવ, ચાપરગોટા સહિતના વિસ્તારમાં દીપડાનો ડર

બોડેલી તાલુકાના ચાપરગોટા પંથકમાં પખવાડિયામાં ત્રણ દીપડા પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહત અનુભવી છે. જબુગામ નજીકના બૈડી ફ્ળિયા, તેજાવાવ, ચાપરગોટા સહિતના વિસ્તારમાં 4 દીપડા એકસાથે ફરતા હોવાના વીડિયો સામે આવ્યો હતો.તાલુકા વિસ્તારમા દીપડાની વધતી અવરજવરને પગલે વનવિભાગે અલગ-અલગ સ્થળે પાંજરા ગોઠવી કામગીરી શરૂ કરી હતી. જેમાં માત્ર 15 દિવસમાં ત્રણ દીપડા ઝડપાયા છે. જોકે, હજુ એક દીપડો આ વિસ્તારમાં હોવાની આશંકા હોવાથી વનવિભાગે તેની શોધખોળ શરૂ કરી વધુ એક પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. જંગલ નજીકના ગામોમાં જાગૃતિ શિબિરો યોજી ગ્રામજનોને દીપડો દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરાઇ છે. અગાઉ મોટા વાજપુર ગામે દીપડાના હુમલામાં બાળકીના મોતની ઘટના બની હતી.પખવાડિયામાં ત્રણ દીપડા ઝડપાતા હાલ ચાપરગોટા સહિતના પંથકમાં રાહતનો માહોલ છે. પરંતુ બાકી રહેલા એક દીપડાને પાંજરે પૂરવા માટે વનવિભાગની કામગીરી યથાવત છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
છોટાઉદેપુર જનરલ હૉસ્પિટલમાં તબીબોની અનિયમિતતાથી પરેશાની
calendar_today September 1, 2026

છોટાઉદેપુર જનરલ હૉસ્પિટલમાં તબીબોની અનિયમિતતાથી પરેશાની

છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની અનિયમિતતાથી દર્દીઓ બેહાલઃ દૂર-દૂરથી આવતા ગરીબ દર્દીઓને કલાકો સુધી હાલાકી, જવાબદાર કોણ? જ્યારે ડોક્ટર સમયે સર આવતા નથી તેવી ફરિયાદો પ્રજા કરી રહી છે.અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાંથી એક ચિંતાજનક અને રોષ પેદા કરતા સમાચાર સામે આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી ગણાતી જનરલ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો સમયસર હાજર ન રહેતા હોવાના ગંભીર આક્ષેપો ઉઠયા છે. દૂર-દૂરના ગામડાઓમાંથી આશા સાથે ઈલાજ કરાવવા આવતા ગરીબ અને આદિવાસી દર્દીઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે.તબીબોની ગેરહાજરીને કારણે સારવાર વિના જ પાછા ફરવાનો વારો આવે છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, આરોગ્ય તંત્રની આ ઘોર બેદરકારી માટે આખરે જવાબદાર કોણ ? જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલમાં દરરોજ ગામે-ગામથી સેંકડો દર્દીઓ પોતાની બીમારીનો ઈલાજ કરાવવા આવે છે. પરંતુ અહીં આવ્યા પછી તેમને ઈલાજ પહેલાં તો માત્ર અને માત્ર રાહ જોવી પડે છે. જ્યારે ડોક્ટર વહેલા આવતા નથી. સ્થાનિક દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓનો આક્ષેપ છે કે, હોસ્પિટલમાં ડોક્ટરો નિયત સમયે કેબિનમાં હાજર રહેતા નથી. સવારથી લાઈનમાં ઊભેલા દર્દીઓને કલાકો સુધી તબીબોની વાટ જોવી પડે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ડભોઇ ખાતે ખાટુ શ્યામજી મંદિરે સુવર્ણ આભૂષણો અર્પણ કરાયા
calendar_today September 1, 2026

ડભોઇ ખાતે ખાટુ શ્યામજી મંદિરે સુવર્ણ આભૂષણો અર્પણ કરાયા

ડભોઈ ખાતે શ્રી શ્યામ ખાટું શ્યામ મંદિરે શ્રી ખાટું શ્યામજી ભગવાનને સોનાના ઢોળ ચડાવેલા (ગોલ્ડ પ્લેટેડ) વિશેષ આભૂષણો વાજતે-ગાજતે અર્પણ કરાયા હતા.મુંબઈના જાણીતા દાતા મહેશ શાહ તથા દિલ્હીના ઉદ્યોગપતિ સંજય મિત્તલના વિશેષ આર્થિક સહયોગ અને સેવાભાવથી સંપન્ન થયું હતું. ગરબા અને ભજન-કીર્તન સાથે ભવ્ય ઉજવણી મંદિરમાં આભૂષણ અર્પણવિધિમાં સમગ્ર પરિસર હારે કા સહારા, બાબા શ્યામ હમારાના જયઘોષથી ગૂંજી ઊઠયું હતું. ભાવિક ભક્તો ઢોલ- નગારાના તાલે નાચતા-ગાતા અને ગરબા રમતા બાબાના શ્રુંગારના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાં હતા.જે પ્રસંગે દાતા મહેશ શાહનો સમગ્ર પરિવાર, તેમના વેવાઈ મિલન અને ભુપેન્દ્ર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ સોલંકી સહિત મંદિર સમિતિના અગ્રણી અને કાર્યકરો જોડાયા હતા. જેમાં મહેન્દ્ર રાઠોડ, દીપક સોલંકી, પ્રકાશ વસાવા, શૈલેષ શાહ, હરેશ પટેલ મહિલા મંડળ તથા સદસ્યા વિમળા પટેલ, રંજન પંચાલ, ગૌરી સોલંકી, દીના સોલંકી, શાંતાબેન રાઠોડ, સુમિત્રા પટેલ, વિજ્યા પટેલ મંદિર સમિતિના સભ્યોના પ્રયાસોથી સમગ્ર ઉત્સવ સુચારુ રૂપે સંપન્ન થયો. હતોગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward