Palanpur : દિવ્યાંગો, વિધવા બહેનો હરિદ્વાર યાત્રાએ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર રેલવે સ્ટેશન પરથી દિવ્યાંગજનો અને વિધવા બહેનો માટેની વિશેષ હરિદ્ધાર તીર્થયાત્રાને લીલી ઝંડી દર્શાવી રવાના કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના મંત્રી પ્રવીણ માળીએ હાજરી આપીને તમામ યાત્રાળુઓને શુભકામનાઓ પાઠવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે મા ગંગાના પવિત્ર સ્ન્ના સાથે દિવ્યાંગો સમાજમાંથી વ્યસન નાબુદી માટેના સંકલ્પ સાથે વ્યસન મુક્ત ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનશે. ભગિની સમાજના મેનેજિંગ ડિરેક્ટર ડો.દિનેશ પટેલ અને તેમની સંસ્થાના પવિત્ર પ્રયાસોથી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના દિવ્યાંગ ભાઈ-બહેનો તેમજ વિધવા બહેનો માટે આવી યાત્રાનું આયોજન વર્ષ 2015 થી શરૂ કરવામાં આવેલ છે. આ વર્ષે લગભગ 150 જેટલા યાત્રાળુઓનો કાફલો હરિદ્ધાર, ઋષિકેશ અને ગંગા દર્શન અને કથા શ્રવણ માટે રવાના થયો છે. આ અંગે રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ જણાવ્યું હતું કે અનેક દિવ્યાંગજનો પ્રથમ વખત હરિદ્ધાર જઈ રહ્યા છે. જે એક અત્યંત સંવેદનશીલ અને આનંદનો અવસર છે. દિવ્યાંગો ગંગા મૈયામાં ડૂબકી લગાવીને વ્યસન મુક્તિનો સંકલ્પ લેશે અને પરત ફરીને સમાજમાં વ્યસન કરતા લોકોને ઘરે જઈ વ્યસન છોડાવવાનું કાર્ય કરશે. પ્રધાનમંત્રીના વ્યસન મુક્ત ભારત અભિયાનમાં આ દિવ્યાંગો મહત્ત્વનું યોગદાન આપશે. સંસ્થાના આયોજક ડો.દિનેશ પટેલે જણાવ્યું હતું કે, 2015 થી શરૂ થયેલી આ સેવાયાત્રા અંતર્ગત અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાના સેંકડો દિવ્યાંગોને તીર્થયાત્રા કરાવવામાં આવી છે. તમામ યાત્રાળુઓ 27 મી તારીખે ધામધુમથી પરત ફરશે. મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ તમામ દિવ્યાંગોના સુખ-સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward