android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : નમો શ્રી યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષમાં 7 લાખથી વધુ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા રૂ.437 કરોડ ચૂકવાયા
calendar_today January 3, 2026

Gandhinagar News : નમો શ્રી યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષમાં 7 લાખથી વધુ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા રૂ.437 કરોડ ચૂકવાયા

રાજ્યની સગર્ભા મહિલાઓ ‘નમો શ્રી યોજના’નો બે પ્રસુતિ સુધી લાભ લઇ શકે છે. જે અંતર્ગત લાભાર્થીએ સગર્ભાવસ્થાની નોંધણી ફીમેલ હેલ્થ વર્કર પાસે કરાવવાની રહે છે. આ નોંધણીની મેડીકલ ઓફિસર ત્યારબાદ તાલુકા હેલ્થ ઓફિસર-અર્બન તાલુકા હેલ્થ ઓફિસર ખરાઈ કરે છે. જે અંતર્ગત પ્રથમ પ્રસુતિ દરમિયાન પ્રથમ હપ્તા સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રૂ.૨,૦૦૦ અને કેન્દ્ર સરકાર રૂ.૩,૦૦૦ની સહાય કરવામાં આવે છે. બીજો હપ્તો સગર્ભાવસ્થાનાં ૬ માસ પૂર્ણ થયા બાદ મળે આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રૂ.૨,૦૦૦નો બીજો હપ્તો સગર્ભાવસ્થાનાં ૬ માસ પૂર્ણ થયા બાદ, ત્રીજો હપ્તો સંસ્થાકીય પ્રસુતિમાં રૂ.૩,૦૦૦ જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૨,૦૦૦નો ચોથો હપ્તો રસીકરણ સમયે ૧૪માં અઠવાડિયે એમ કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને કુલ રૂ.૧૨,૦૦૦ની સહાય લાભાર્થીઓને ચૂકવવામાં આવે છે. બીજી પ્રસુતિ સમયે લાભાર્થી સગર્ભાવસ્થાની નોંધણી કરાવે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ હપ્તા પેટે રૂ.૨,૦૦૦, બીજા હપ્તા પેટે સગર્ભાવસ્થાનાં ૬ માસ પૂર્ણ થયા બાદ રૂ.૩,૦૦૦, કેન્દ્ર સરકાર દ્વારા ત્રીજો હપ્તા સ્વરૂપે સંસ્થાકીય પ્રસુતિમાં દીકરીના જન્મ સમયે રૂ.૬,૦૦૦ તેમજ દીકરાના જન્મ સમયે રૂ.૬,૦૦૦ રાજ્ય સરકાર દ્વારા તથા ચોથા હપ્તા રૂપે ૯ મહિના બાદ સંપૂર્ણ રસીકરણ સમયે રૂ.૧,૦૦૦નો હપ્તો રાજ્ય સરકાર દ્વારા આમ કુલ રૂ.૧૨,૦૦૦/-ની સહાય ચૂકવવામાં આવે છે, કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઈપણ અન્ય શ્રેણીની મહિલાઓ આ યોજનાનો લાભ લઇ શકે છે રાજ્યમાં ૧૧ કેટેગરીની બહેનોને ‘નમો શ્રી યોજના’ અંતર્ગત લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ, જે મહિલાઓ આંશિક રીતે ૪૦ ટકા અથવા સંપૂર્ણ દિવ્યાંગ હોય, BPL રેશન કાર્ડ ધારક મહિલા, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) - આયુષ્માન ભારત હેઠળ કાર્ડ ધારક મહિલા લાભાર્થીઓ, ઈ-શ્રમ કાર્ડ ધરાવતી મહિલાઓ, મહિલા ખેડૂતો જે કિસાન સન્માન નિધિ હેઠળ લાભાર્થી હોય, મનરેગા જોબ કાર્ડ ધરાવતી મહિલાઓ, જે મહિલાઓની કૌટુંબિક વાર્ષિક આવક રૂ.૮ લાખ કરતાં ઓછી હોય, સગર્ભા અને સ્તનપાન કરાવતી AWWs/ AWHs/ ASHAs, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ ૨૦૧૩ હેઠળ રેશન કાર્ડ ધરાવતી સગર્ભા, કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઈપણ અન્ય શ્રેણીની મહિલાઓ આ યોજનાનો લાભ લઇ શકે છે. સહાય ચાર તબક્કાવાર DBT મારફતે આપવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે, ‘નમો શ્રી યોજના’ અંતર્ગત રાજ્યમાં આરોગ્ય અને પોષણમાં સુધારો લાવવાના હેતુસર સગર્ભા માતા તેમજ ધાત્રી માતાને કુલ રૂા. ૧૨,૦૦૦/- ની સહાય ચાર તબક્કાવાર DBT મારફતે આપવામાં આવે છે. જેના માટે વાર્ષિક કુલ રૂ ૪૮૮.૪૦ કરોડની બજેટ જોગવાઇ કરવામાં આવી છે. આ પણ વાંચો : Railway News : અમદાવાદ રેલ મંડળે ડિસેમ્બર 2025માં માલ લોડીંગમાં ભારતીય રેલમા 7મું સ્થાન પ્રાપ્ત કર્યું

Read Full Story arrow_forward
Dahod News : રૂપિયા માટે યુવકને બનાવ્યો શિકાર, સિગારેટના ડામ આપી ખંડણી માંગી, પોલીસે આરોપીને દબોચ્યા
calendar_today January 3, 2026

Dahod News : રૂપિયા માટે યુવકને બનાવ્યો શિકાર, સિગારેટના ડામ આપી ખંડણી માંગી, પોલીસે આરોપીને દબોચ્યા

દાહોદ જિલ્લામાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત કરપીણ ઘટના સામે આવી છે, જેમાં રાજસ્થાનના એક નિર્દોષ યુવકનું અપહરણ કરી તેને ગોંધી રાખવામાં આવ્યો હતો. ત્રણ શખ્સોએ યુવકને બંધક બનાવી તેના પરિવાર પાસે 50 હજાર રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. હેવાનિયતની હદ વટાવતા આરોપીઓએ યુવકને પટ્ટા વડે બેરહેમ માર માર્યો હતો અને તેના શરીર પર સળગતી સિગારેટના ડામ આપી અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. યુવકની કિકિયારીઓ વચ્ચે નરાધમો સતત તેના પરિવાર પર પૈસા માટે દબાણ કરી રહ્યા હતા.રૂપિયા માટે યુવકને બનાવ્યો શિકાર આ ચકચારી ઘટનાની જાણ થતાં જ દાહોદ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી બંધક યુવકને હેમખેમ છોડાવી લીધો હતો અને ઘટનામાં સામેલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીને કારણે યુવકનો જીવ બચી ગયો છે. હાલ પોલીસે ગુનો નોંધીને આ ત્રણેય શખ્સોએ અગાઉ અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ પણ વાંચો : Gandhinagar માં ટાઈફોડનો કહેર, સેક્ટર 24 થી 26માં 67 થી વધુ કેસો નોંધાતા ફફડાટ

Read Full Story arrow_forward
Surat Crime News: ઉનમાં બે સગા ભાઈ પર હુમલો, એકનું મોત
calendar_today January 3, 2026

Surat Crime News: ઉનમાં બે સગા ભાઈ પર હુમલો, એકનું મોત

સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જે કારણે ડાયમંડ સિટી હવે ક્રાઇમ સિટી બની રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. આવામાં વધુ એક હુમલા અને હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બે સગા ભાઈઓ પર અજાણ્યા લોકો પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક ભાઈનું મોત નીપજ્યું છે. જ્યારે બીજા ભાઈની હાલત ગંભીર છે.શું છે સમગ્ર ઘટના? ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાં આવેલા ઉન વિસ્તારમાં ચપ્પુના ઘા ઝીંકી એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. આ સાથે તેના ભાઈ પણ હુમલો કરવામાં આવ્યો હતો, જે કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જૂની અદાવતમાં અજાણ્યા લોકો દ્વારા બે સગા ભાઈઓ પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઝાફર અલીનું મોત થયું છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ત્રણ દિવસમાં આ ત્રીજી હત્યાની ઘટના સુરત શહેરમાં ત્રણ દિવસમાં આ ત્રીજી હત્યાની ઘટના છે. જેમાં આજે ઉન નવાબ રેસીડેન્સી નજીક અજાણ્યા શખ્સોએ આ હુમલાની ઘટનાને અંજામ આપ્યો હતો. જૂની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાની જાણ થતા ભેસ્તાન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે આ હત્યાનો ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો - Surat: ધર્માંતરણના મોટા રેકેટમાં મહિલા શિક્ષકની ધરપકડ, શિક્ષકો જ મોટા પાયે સંડોવાયેલા હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ

Read Full Story arrow_forward