android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navsari : ગણદેવી તાલુકાના વલોટી ગામમાં કદાવર દીપડી પાંજરે પુરાઇ, ગ્રામજનોમાં રાહત
calendar_today January 3, 2026

Navsari : ગણદેવી તાલુકાના વલોટી ગામમાં કદાવર દીપડી પાંજરે પુરાઇ, ગ્રામજનોમાં રાહત

ગણદેવી તાલુકાના વલોટી ગામમાં આજે કદાવર દીપડી આખરે લાંબા પ્રયાસો પછી પાંજરે પુરાઇ છે. કાઠાણીયા વિસ્તારમાં દીપડીના આંટાફેરા વધતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો અને લોકો માટે જોખમ ઊભું થયું હતું.વન વિભાગને દીપડીની હાજરી અંગે ફરિયાદ કરી ગ્રામજનોએ વન વિભાગને દીપડીની હાજરી અંગે ફરિયાદ કરી. ફરિયાદને ધ્યાનમાં લેતા વન વિભાગે પાંજરું ગોઠવીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી. સ્થાનિક લોકોમાં રાહતનો શ્વાસ જો કે વન વિભાગની સતત બે અઠવાડિયાની કોશિશ પછી દીપડી પાંજરમાં પુરાઇ છે, જેના કારણે સ્થાનિક લોકોમાં રાહતનો શ્વાસ ફેલાયો. આ પગલું ગ્રામજનોની સલામતી માટે આવશ્યક હતું વન વિભાગે જણાવ્યું કે, આ પગલું ગ્રામજનોની સલામતી માટે આવશ્યક હતું અને દીપડીને જંગલમાં પાછું મુક્ત કરવાનું આયોજન કરવામાં આવશે. આ પણ વાંચો----   ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા

Read Full Story arrow_forward
Patan News : હારીજમાં ખનન માફિયાઓનો હાહાકાર, ખાખડી ગામના ગૌચરમાં ગેરકાયદે ખોદકામથી ગ્રામજનો લાલઘૂમ
calendar_today January 3, 2026

Patan News : હારીજમાં ખનન માફિયાઓનો હાહાકાર, ખાખડી ગામના ગૌચરમાં ગેરકાયદે ખોદકામથી ગ્રામજનો લાલઘૂમ

પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં ખનન માફિયાઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ખાખડી ગ્રામ પંચાયતની હસ્તકની ગૌચર જમીનમાં માફિયાઓ દ્વારા બેફામ રીતે ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું છે. પશુઓના ચરિયાણ માટે અનામત રાખવામાં આવેલી આ પવિત્ર જમીનને ખનન માફિયાઓ દ્વારા ખોદીને ઊંડા ખાડા પાડી દેવામાં આવ્યા છે. તંત્રની રહેમનજર હેઠળ ચાલતા આ કાળા કારોબારને કારણે ગામનું કુદરતી સંતુલન પણ જોખમાઈ રહ્યું છે.ગૌચર જમીનમાં બેફામ ખનન ગૌચર જમીનમાં થતા આ આડેધડ ખનન મામલે ખાખડી ગામના જાગૃત ગ્રામજનોએ એકઠા થઈને ઉચ્ચ કક્ષાએ લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં ખનન માફિયાઓ સામે કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી, જેને કારણે તેમના હોસલા વધી રહ્યા છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તેઓ આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે. આ પણ વાંચો : Dahod News : રૂપિયા માટે યુવકને બનાવ્યો શિકાર, સિગારેટના ડામ આપી ખંડણી માંગી, પોલીસે આરોપીને દબોચ્યા

Read Full Story arrow_forward
Valsadના ધરમપુરમાં ગેરકાયદે રેતી ખનન પર ખાણ મામલતદારના દરોડા, જુઓ Video
calendar_today January 3, 2026

Valsadના ધરમપુરમાં ગેરકાયદે રેતી ખનન પર ખાણ મામલતદારના દરોડા, જુઓ Video

વલસાડની પાર નદીના પટમાં કરવામાં આવતું હતુ રેતી ખનન અને તંત્રએ સપાટો બોલાવ્યો છે, ખાણ ખનીજ વિભાગે 4 ટ્રક અને 5 જેસીબી જપ્ત કર્યા છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. ધરમપુરના ધામણી ગામે પાર નદીમાં મામલતદારની ટીમના દરોડા સામે આવ્યા છે, મામલતદારે દરોડા પાડી તપાસ ખાણ ખનીજ વિભાગને સોંપી છે.ધામણી સહિતના ગામોમાં પાર નદીના પટમાં ગેરકાયદે રેતીખનન છેલ્લા કેટલાક સમયથી ધામણી સહિતના ગામોમાં પાર નદીના પટમાં ગેરકાયદે રેતીખનન ચાલી રહ્યું હતું. મામલતદારની આ આકસ્મિક રેડથી ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. આ પણ વાંચો : Gandhinagar News : નમો શ્રી યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષમાં 7 લાખથી વધુ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા રૂ.437 કરોડ ચૂકવાયા

Read Full Story arrow_forward