android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar Land Scam : નાયબ મામલતદાર જેલ હવાલે, કલેક્ટર કચેરીના મોટા માથાઓના નામ ખુલ્યા!
calendar_today January 2, 2026

Surendranagar Land Scam : નાયબ મામલતદાર જેલ હવાલે, કલેક્ટર કચેરીના મોટા માથાઓના નામ ખુલ્યા!

સુરેન્દ્રનગર જિલ્લામાં ગાજેલા બહુચર્ચિત જમીન કૌભાંડમાં ધરપકડ કરાયેલ નાયબ મામલતદારના ૮ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન તપાસનીશ સંસ્થાઓ સામે નાયબ મામલતદારે અનેક મોટા ખુલાસા કર્યા છે, જેને પગલે હવે કલેક્ટર કચેરીના અન્ય સ્ટાફ અને વહીવટદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ કૌભાંડમાં નાયબ મામલતદારે પોતાની પાસે રહેલા જમીન બિનખેતી (NA) કરવાના પાવરનો સરેઆમ દુરુપયોગ કરી, વચેટિયાઓ અને એજન્ટો મારફતે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.રિમાન્ડમાં ચોંકાવનારા ખુલાસા તપાસ દરમિયાન નાયબ મામલતદારના મોબાઈલ ફોનમાંથી અત્યંત મહત્વના ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. જેમાં વિવિધ નાણાકીય વ્યવહારો, ક્યાં કેટલું રોકાણ કરવામાં આવ્યું છે તેની વિગતો અને લાંચના પૈસાના હિસાબોનો સમાવેશ થાય છે. આ વિગતોના આધારે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સક્રિય થયું છે અને ટૂંક સમયમાં જ કલેક્ટર કચેરીના અન્ય શંકાસ્પદ કર્મચારીઓની પૂછપરછ હાથ ધરે તેવી પૂરેપૂરી શક્યતા છે. રિમાન્ડ દરમિયાન ખુલેલા નામોને આધારે તપાસનો વ્યાપ આગામી દિવસોમાં વધી શકે છે. ACB ટ્રાન્સફર વોરંટથી લેશે કબજો બીજી તરફ, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) પણ આ મામલે એક્શન મોડમાં છે. નાયબ મામલતદાર દ્વારા આચરવામાં આવેલી નાણાકીય ગેરરીતિઓને ધ્યાને રાખી ACB ટ્રાન્સફર વોરંટના આધારે તેમની ધરપકડ કરવાની તૈયારી કરી રહ્યું છે. સરકારી પદનો દુરુપયોગ કરીને આચરવામાં આવેલા આ જમીન કૌભાંડના મૂળિયાં ઘણા ઊંડા હોવાનું જણાઈ રહ્યું છે, જેમાં અનેક મોટા ગજાના અધિકારીઓ અને વચેટિયાઓની સંડોવણી હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે. આ પણ વાંચો : Rajkot News : ઓડિયો ક્લિપ વિવાદ પર રાજુ સોલંકીનો ખુલાસો, "વાયરલ ક્લિપ જૂની છે, તોડબાજ ગેંગથી સાવધાન"

Read Full Story arrow_forward
Bhuj News : ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરનારા વેપારીઓ સાવધાન, ભુજમાં મીઠાઈમાં ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે છ માસની સજા ફટકારી
calendar_today January 2, 2026

Bhuj News : ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરનારા વેપારીઓ સાવધાન, ભુજમાં મીઠાઈમાં ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે છ માસની સજા ફટકારી

ભુજમાં મીઠાઈના વેપારીને સજા ઉપરાંત કોર્ટે એક લાખનો દંડ ફટકાર્યો છે અને સાડા ચાર વર્ષ જૂના કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો અને સંચાલક દયારામ અને મહેશ દાવડાને છ માસની સજા ફટકારવામાં આવી છે, ભુજમાં વેપારી ખાવડા સ્વીટ અને ફરસાણની દુકાન ચલાવી રહ્યાં હોવાની વાત સામે આવી છે. ભુજ કોર્ટનો ભેળસેળ મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો લોકોને છેતરીને ભેળસેળ કરી વધુ નફો વેપારીઓ કરતા હોય છે અને નગરપાલિકા અને કોર્પોરેશન ઘણી વાર ઓંચિતું ચેકીંગ કરીને ફૂડના નમૂના પણ લેતા હોય છે અને નમૂના પ્રમાણે જે રીપોર્ટ આવે તેના આધારે દંડ અને સજા વેપારીઓને પડતી હોય છે, ત્યારે આવા લાલચું વેપારીઓ કે જે રૂપિયા કમાવવા માટે અન્યના જીવ જોખમમાં મૂકતા હોય છે તેવોજ એક વેપારી ભુજનો પણ નીકળ્યો છે અને સાડા ચાર વર્ષ પહેલા નોંધેલા કેસમાં કોર્ટે ચુકાદો આપીને બન્નેને જેલ હવાલે કર્યા છે. ફૂડ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યકિતઓ સાથે અભિપ્રાય-સૂચનો મંગાવાયા હતા ગુજરાત સરકાર દ્વારા ફુડ સેફ્ટી અને સ્ટાન્‍ડર્ડસ એક્ટ, ૨૦૦૬ કેન્દ્રિય અધિનિયમ નં. ૩૪ ઓફ ૨૦૦૬ના અસરકારક અમલ માટે રાજ્યના પરિપેક્ષ્યમાં ખાસ જરૂરિયાતો અનુરૂપ રાજ્યકક્ષાએ તેમાંની કેટલીક દંડનીય જોગવાઇઓમાં સુધારા તેમજ વિચારણા કરવામાં આવી છે. જેના ભાગરૂપે જાહેર જનતાને સલામત અને ગુણવતા સભર ખોરાક મળી રહે તે હેતુથી નાગરિકો તથા ફૂડ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ-અસોસિયેશનના હોદ્દેદારો પાસેથી પોતાનો અભિપ્રાય-સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ પણ વાંચો : Gir Somnath News : સોમનાથ મંદિરમાં દર્શન દરમિયાન યાત્રિકને હાર્ટ એટેક આવતા પોલીસે CPR આપી બચાવ્યો જીવ

Read Full Story arrow_forward
Gandhinagar News : ખેડૂત આંદોલનનો વિજય, હર્ષ સંઘવી સાથેની બેઠક ફળી, સાવગઢ અને હડિયોલ સહિત 11 ગામોને બાકાત કર્યા
calendar_today January 2, 2026

Gandhinagar News : ખેડૂત આંદોલનનો વિજય, હર્ષ સંઘવી સાથેની બેઠક ફળી, સાવગઢ અને હડિયોલ સહિત 11 ગામોને બાકાત કર્યા

હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (HUDA) માં સામેલ કરવામાં આવેલા ગામોના વિરોધનો આખરે સુખદ અંત આવ્યો છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પત્ર જાહેર કરીને HUDA માંથી 11 ગામોને સત્તાવાર રીતે દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારના ખેડૂતો દ્વારા લાંબા સમયથી HUDA માં સમાવેશ કરવા સામે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો. આ મામલે ખેડૂત પ્રતિનિધિઓ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે યોજાયેલી બેઠકમાં HUDA ની કામગીરી સ્થગિત કરવા અને ગામોને દૂર કરવા અંગે થયેલી ચર્ચા બાદ સરકારે આ મંજૂરીની મહોર મારી છે.ખેડૂતોના વિરોધ સામે નમ્યું વહીવટી તંત્ર નવા આદેશ મુજબ, હિંમતનગર આસપાસના મહત્વના 11 ગામો જેમાં પરબડા, ધાંધા, સાવગઢ, કટવાડ, બોરિયાખુરદ, પીપલોદી, હડિયોલ, કનકોલ, બેરના, નવા અને બલવંતપુરાનો સમાવેશ થાય છે, તેમને હવે ઓથોરિટીની હદમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ખેડૂતોની માંગ હતી કે ગ્રામ્ય વિસ્તારોને ઓથોરિટીમાં લેવાથી તેમની ખેતીની જમીન અને જીવનશૈલી પર અસર પડશે. સરકારના આ નિર્ણયથી સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પર વિરામ મુકાયો છે. આ પણ વાંચો : Ahmedabad News : સંદેશના અહેવાલની ધારદાર અસર, IKDRC કિડની હોસ્પિટલમાં બેકડોર એન્ટ્રી કરાવનાર સામે તંત્રની લાલ આંખ

Read Full Story arrow_forward