android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vallabh vidyanagar : સ્પેક ફાર્મસીમાં અવેરનેસ કાર્યક્રમ યોજાયો
calendar_today October 21, 2026

Vallabh vidyanagar : સ્પેક ફાર્મસીમાં અવેરનેસ કાર્યક્રમ યોજાયો

તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રષ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ સ્થિત ફાર્મસી કોલેજમાં કોમ્યુનિટી ફાર્મસી ડ્રગ સેફ્ટી અવેરનેસ કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો હેતુ સ્થાનિક સમુદાયમાં દવાઓના સુરક્ષિત અને તર્કસંગત ઉપયોગ અંગે જાગૃતિ લાવવા, દવાઓની આડઅસર અંગે માર્ગદર્શન આપવાનો હતો. કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ.નેહલ શાહ અને ડૉ.રાહિલ ભુરાના વડપણ હેઠળ ફાર્માકોવિજિલન્સ દ્વારા દવાઓના તર્કસંગત ઉપયોગને પ્રોત્સાહન-વધુ સુરક્ષિત આરોગ્ય સંભાળ તરફનું એક પગલું થીમ પર યોજાયો હતો. કાર્યક્રમના સફળ આયોજન બદલ સંસ્થાના સેક્રેટરી શીતલ પટેલ, તમામ ટ્રષ્ટીઓ અને સ્પેક મેનેજમેન્ટે શુભેચ્છા પાઠવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Khambhat : તારાપુરમાં સહકાર ભારતીની અર્બન બેંકની ચિંતન બેઠક
calendar_today October 21, 2026

Khambhat : તારાપુરમાં સહકાર ભારતીની અર્બન બેંકની ચિંતન બેઠક

આણંદ અને ખેડા જિલ્લાની અર્બન સહકારી બેંકોના હોદ્દેદારો, અધિકારીઓ અને પદાધિકારીઓની સહકાર ભારતી અર્બન બેંક પ્રકોષ્ઠની ચિંતન બેઠક તારાપુર અર્બન કો-ઓપરેટિવ બેંકના સભાખંડમાં યોજાઈ હતી. બેઠકમાં રાષ્ટ્રીય પશ્ચિમ ક્ષેત્ર સંગઠન પ્રમુખ જીવણભાઈ ગોલે , ગુજરાત પ્રદેશ સહસંયોજક કેતનભાઈ પટેલ, આણંદ વિભાગના સહસંયોજક શિતલભાઈ ભટ્ટ, જિલ્લા અધ્યક્ષ કમલેશભાઈ સી. પટેલ, મંત્રી કાર્તિકભાઈ પટેલ અને અર્બન બેંક પ્રકોષ્ઠના જિલ્લા પ્રમુખ ઠાકોરભાઈ જે. પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સહકારી બેંકોના વિકાસ, સહકારના સિદ્ધાંતો, સહકારી કાયદા-કાનૂનના અમલ અને ક્કસહકારથી સમૃદ્ધિક્રના ધ્યેય અંગે વિસ્તૃત ચર્ચા કરી બેંકોના પ્રતિનિધિઓને માર્ગદર્શન અપાયું હતું. આણંદ-ખેડા જિલ્લાની અર્બન, નાગરિક, પીપલ્સ અને મર્કન્ટાઇલ સહકારી બેંકોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ભાદરણ પીપલ્સ કો-ઓપરેટિવ બેંકની 115 વર્ષથી વધુની ગૌરવપૂર્ણ સેવાયાત્રાને બિરદાવી સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે બેંકના હોદ્દેદારોને પુષ્પગુચ્છ અને એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vallabh vidyanagar : નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ખાતે ભક્તિમેળો
calendar_today October 21, 2026

Vallabh vidyanagar : નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ખાતે ભક્તિમેળો

જીટોડિયાના ચાવડાપુરા ખાતે દશેરાના દિવસે નિત્ય સહાયક માતા મરિયમ દિવાલય ખાતે 16 મો ભક્તિમેળો યોજાયો હતો. જેમાં ફાધર ફ્રાંસીસ પરમાર એસ જે એ જણાવ્યુ હતુ કે આજના અશાંત અને દોડધામ ભરેલા યુગમાં માનજીવનને સાચી દિશા અને શાંતિપ્રદાન કરવા માટે માતા મરિયમનું જીવન અને તેમની પ્રભુવાણી પ્રત્યેની શ્રદ્ધા એક દિવાદાંડી સમાન છે. માતા મરિયમે પોતાના સમગ્ર જીવનમાં પ્રભુની વાણીને સંપૂર્ણપણે ઉતારીને તે મુજબ જીવન જીવવાનો દિવ્ય રાહ અપનાવ્યો હતો. આ પ્રસંગે મદદનીશ સભા પુરોહિત ફાધર આરોકયેમ, ફાધર વિજય, ફાધર પ્રમોદ તથા અન્ય તાબામાંથી આવેલ 25 ધર્મગુરૂઓ, સિસ્ટરો, આણંદ, ખેડા તથા અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી માતા મરિયમના દર્શન કરી ભક્તિમેળાનો લાભ લીધો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward