android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live:  ગુજરાતમાં હજી ગરમી વધવાની શક્યતા, સૂકા પવનોથી તાપમાનનો પારો ઊંચકાશે
calendar_today October 22, 2026

Gujarat Latest News Live: ગુજરાતમાં હજી ગરમી વધવાની શક્યતા, સૂકા પવનોથી તાપમાનનો પારો ઊંચકાશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Nadiad : સંબંધ રાખ, નહીંતર ફોટા વાઈરલ કરી દઈશ
calendar_today October 21, 2026

Nadiad : સંબંધ રાખ, નહીંતર ફોટા વાઈરલ કરી દઈશ

લાંબાગાળાના પ્રેમ સંબંધ બાદ પ્રેમીના લગ્ન થઈ જતાં પ્રેમિકાએ છેડો ફાડી નાંખ્યો હતો. જો કે લગ્નના થોડાક સમય બાદ પ્રેમી ફરીથી પ્રેમિકાને સંબંધ નહીં રાખે તો ફોટા વાઈરલ કરીશ તેવી ધમકી આપી પ્રેમિકા તથા તેના ભાઈને ઉઠાવી જઈ મારી નાંખવાની ધમકી આપતો હતો. અવારનવારની પ્રેમીની ધમકીથી કંટાળી આખરે યુવતીએ અભયમ પાસે મદદ માંગી હતી. અભયમે પરિણીત પ્રેમીને કાયદાનું ભાન કરાવતાં સાન ઠેકાણે આવી હતી. ખેડા જિલ્લાના એક ગામમાં રહેતી યુવતીને છેલ્લા સાત વર્ષથી એક પોતાનાથી મોટી ઉંમરના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જે બાદ પ્રેમીનું લગ્ન થઈ જતા બંને વચ્ચેના સંબંધનો અંત આવી ગયો હતો. લગ્નના થોડાક સમય બાદ પ્રેમીએ પ્રેમિકાને આંતરી હતી. અને ફરીથી પ્રેમ સંબંધ શરુ કરવાની માંગ કરી હતી. જો કે યુવતીએ તારા લગ્ન થઈ ગયા છે, જેથી હવે આપણી વચ્ચે કોઈ સંબંધ ના રહી શકે કહેતા પ્રેમીએ મારા લગ્ન ભલે થઈ ગયા, પણ હું તારી સાથે પ્રેમ સંબંધ રાખવા માંગુ છું. અને જો તું ના પાડીશ તો હું તારા ફોટા વાઈરલ કરી તને બદનામ કરી નાંખીશ કહી યુવતી પાસેથી તેનો મોબાઈલ છીનવી લીધો હતો. તું મારી સાથે સંબંધ નહીં રાખુ તો તને અથવા તો તારા ભાઈને બંનેને ઉઠાવી જઈશ અને મારી નાંખીશ તેવી ધમકી આપતાં યુવતી હેબતાઈ ગઈ હતી. યુવતીએ ઘરે જઈને સઘળી હકીકત પોતાના માતા - પિતાને કરી હતી. જેથી માતા-પિતા પણ યુવતી સાથે પરિણીત ઈસમના ઘરે ગયા હતા અને તેની પાસે ફોનની માંગણી કરી હતી. પણ ઈસમે ફોન આપવાની ધરાર ના પાડી દીધી હતી. જે બાદ યુવતીએ આ મામલે મહિલા હેલ્પલાઈન અભયમ 181ને કોલ કર્યો હતો. જેથી નડિયાદ અભયમની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. યુવતી પાસેથી સઘળી હકીકત જાણ્યા બાદ ટીમે પરિણીત ઈસમને ઝડપ્યો હતો. અને તારા કરતાં યુવતી ઉંમરમાં ઘણી નાની છે, તું પરિણીત છું, તારી સાથે સંબંધ રાખવાની ના પાડે છે, છતાં ધમકી આપી હેરાનગતિ કરું છુ જેથી તારા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરીશું કહેતા પરિણીત ઈસમે ફરીથી યુવતીને હેરાન નહીં કરે કહી યુવતીનો ફોન પરત આપ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vallabh vidyanagar : ચારૂસેટ આરપીસીપીમાં ટ્રેનિંગ પ્રોગ્રામ
calendar_today October 21, 2026

Vallabh vidyanagar : ચારૂસેટ આરપીસીપીમાં ટ્રેનિંગ પ્રોગ્રામ

ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન રમણભાઇ પટેલ કોલેજ ઓફ ફાર્મસી આરપીસીપી માં ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન અને ચારૂસેટના સંયુક્ત ઉપક્રમે કોષ સંવર્ધન અને આણ્વિક જીવવિજ્ઞાનમાં અનુવાદલક્ષી તકનીકો અંગે એક અઠવાડિયાની સઘન તાલીમ પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં સેલ કલ્ચર, કેન્સર સંશોધન, સાયટોટોક્સિસિટી એસેસમેન્ટ અને મોલેક્યુલર બાયોલોજીની અદ્યતન ટેકનીકો અંગે નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યુ હતું. કાર્યક્રમમાં વક્તા ડૉ.લિન્ઝ બોય જ્યોર્જ -ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના પ્રાણીશાસ્ત્ર વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ, ડૉ.અનુપમા મોદી-ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી આસી.પ્રોફેસર, ડૉ.અંકિત રાય સહિતનાઓએ સેલ ડેથ મિકેનિઝમ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમમાં આરપીસીપીના પ્રિન્સિપાલ ર્ડા.મનન રાવલ અને ડીન ડૉ.સમીર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને ડેલીગેટ્સ, સ્વયંસેવકો, રિસોર્સ પર્સન્સ અને સંયોજકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward