Palanpur : ના વાલ્મિકીપુરા આંગણવાડીમાં રાસ-ગરબા સાથે ફાફડા-જલેબીની લિજ્જત માણી
પાલનપુરના વાલ્મિકીપુરા વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં નવરાત્રીના પાવન પર્વની આનંદભેર ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રીના અંતિમ દિવસે આંગણવાડીના નાનાં ભૂલકાઓએ માતા અંબાની આરાધના સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. ત્યારબાદ બાળકોને ફાફડા-જલેબીનો નાસ્તો પ્રસાદરૂપે પીરસવામાં આવતાં બાળકોના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી. વાલ્મિકીપુરા વિસ્તારમાં આવેલી આ આંગણવાડીમાં મુખ્યત્વે શ્રમજીવી પરિવારોનાં બાળકોને શિક્ષણની સાથે સંસ્કાર, શિસ્ત અને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરણા આપવામાં આવે છે. આંગણવાડીમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. સાથે જ શહેરના સેવાભાવી લોકો દ્વારા સમયાંતરે બાળકો માટે ભોજન, નાસ્તો અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રીના અંતિમ દિવસે નંદઘરમાં યોજાયેલ આ નાસ્તાના આયોજનમાં ઉષાબેન રાવલ તફરથી સહયોગ આવ્યો હતો. આ પ્રસંગે આંગણવાડીનાં બહેનો લતાબેન પાલાઅને શિલ્પાબેન પ્રજાપતિ સહિતના સ્ટાફ દ્વારા બાળકોને હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર નવરાત્રી તથા દશેરાના મહત્ત્વ વિશે સરળ ભાષામાં જાણકારી આપવામાં આવી હતી.આમ રાસ-ગરબા, ધાર્મિક સંસ્કાર અને ફાફડા-જલેબીના નાસ્તા સાથે આંગણવાડીમાં નવરાત્રીની ઉજવણી આનંદમય બની હતી. આવા કાર્યક્રમો બાળકોમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ, સામૂહિક ભાવના અને સારા સંસ્કારોનું સિંચન કરવામાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward