Tharad : થરાદમાં આડેધડ પાર્કિંગથી હોસ્પિટલના સર્વિસ રોડ પર અવરજવર મુશ્કેલ બની
વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં ટ્રાફ્કિની સમસ્યા દિવસેને દિવસે વાહનચાલકો અને સ્થાનિક લોકો માટે માથાનો દુખાવો બની રહી છે. શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થવાની સાથે વાહનચાલકો દ્વારા આડેધડ પાર્કિંગ કરવામાં આવતું હોવાથી ટ્રાફ્કિની સમસ્યા વધુ ગંભીર બની રહી છે. ખાસ કરીને થરાદ રેફરલ હોસ્પિટલ ત્રણ રસ્તાથી ગૌ સર્કલ તરફ્ હાઇવેના સર્વિસ રોડ ઉપર વારંવાર ટ્રાફ્કિની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. હાઇવેના સર્વિસ રોડની આસપાસ હોસ્પિટલો આવેલી હોવાથી આ માર્ગનું મહત્વ વધુ છે. પરંતુ સર્વિસ રોડ ઉપર વાહનો આડેધડ પાર્ક કરવામાં આવતા રસ્તા પરથી પસાર થતાં અન્ય વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હોસ્પિટલમાં ઈમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સ્વજનોને પણ હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિ સર્જાય છે. આવી પરિસ્થિતિમાં જો એમ્બ્યુલન્સ કે અન્ય ઈમરજન્સી વાહનને તાત્કાલિક પસાર થવાનું થાય તો મુશ્કેલી ઊભી થઈ શકે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward