android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra:10 ગામોનો પુનઃ શહેરા તાલુકામાં સમાવેશ થતાં ગ્રામજનોમાં ખુશી
calendar_today January 2, 2026

Godhra:10 ગામોનો પુનઃ શહેરા તાલુકામાં સમાવેશ થતાં ગ્રામજનોમાં ખુશી

શહેરા તાલુકાના બોરીયા, મોર ઊંડારા, કોઠા સહિતના પાનમ વિસ્તારના 10 ગામોને મહીસાગર જિલ્લાના નવા બનેલા ગોધર તાલુકામાં સમાવેશ કરાયો હતો. જે બાબતે તમામ ગામોના લોકોએ ભારે વિરોધ કરી દેખાવો કર્યા હતાં. તેમજ આ બાબતે સ્થાનિક ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને પણ રજૂઆત કરી હતી. જે બાદ આ તમામ ગામોનો પુનઃ શહેરા તાલુકામાં સમાવેશ કરાતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તેમજ તમામ ગામોના સરપંચો, અગ્રણીઓ અને ગ્રામજનોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.રાજ્ય સરકાર દ્વારા એક માસ પહેલા નવા તાલુકાઓની જાહેરાત કરી હતી. જેમાં મહીસાગર જિલ્લામાં નવો ગોધર તાલુકો બનાવાયો હતો. જેમાં શહેરા તાલુકાના પાનમ વિસ્તારના મોર ઊંડારા, બોરીયા, ચારી, બલુજીના મુવાડા સહિતના કુલ 10 ગામોનો ગોધર તાલુકામાં સમાવેશ કરાતા આ ગામના રહીશોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. તેમજ આ 10 ગામના અગ્રણીઓ અને ગ્રામજનોએ ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કચેરી ખાતે તેમના ગામોને શહેરા તાલુકામાં રહેવા દેવા ઉગ્ર રજૂઆત કરી હતી. ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે ગ્રામજનોની રજૂઆત મુખ્યમંત્રી સુધી પહોંચાડી હતી. જે બાદ આ તમામ ગામોનો પુનઃ શહેરા તાલુકામાં સમાવેશ કરાતા આ 10 ગામના ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જે બાદ તમામ ગામોના અગ્રણીઓ અને ગ્રામજનો આજે વાજતે ગાજતે ચાંદણગઢ ખોડિયાર માતાજીના મંદિર ખાતે આવીને ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડને ફૂલોનો હાર તેમજ શાલ ઓઢાડીને તલવાર આપીને તેમનો આભાર માન્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod:10 પરીક્ષા કેન્દ્રો પર કુલ 2233 ઉમેદવારો પરીક્ષા આપશે
calendar_today January 2, 2026

Dahod:10 પરીક્ષા કેન્દ્રો પર કુલ 2233 ઉમેદવારો પરીક્ષા આપશે

દાહોદ જિલ્લા સેવા સદન, છાપરી ખાતે GPSC પરીક્ષાને ધ્યાને રાખીને GPSC ચેરમેન હસમુખ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અન્વયે નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ, જિલ્લા શિક્ષણાધિકારી એસ. એલ. દામા, શિક્ષણ નિરીક્ષક રાકેશ ભોકણ, પ્રાંત અધિકારી મિલિન્દ દવે સહિત સંબંધિત સૌ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠક અન્વયે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં યોજાનાર રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમિક કસોટી તા.4 જાન્યુઆરીને રવિવારે સવારે 11 થી 1 કલાક દરમ્યાન યોજાશે. જે સંદર્ભે સંબંધિત સૌ અધિકારીઓને તેમજ પરીક્ષા સમય દરમ્યાન ફરજ બજાવતા અધિકારીઓને પરીક્ષાલક્ષી SOPને ધ્યાને રાખીને વ્યવસ્થા કરવા માર્ગદર્શન સાહિત સૂચનાઓ આપી હતી. દાહોદ તાલુકાની કુલ 10 શાળા - કોલેજોને પરીક્ષા કેન્દ્રો તરીકે પસંદગી કરાઈ છે. જેમાં કુલ બ્લોક 94માં કુલ 2233 જેટલાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. આ તમામ બ્લોકમાં સીસીટીવી વ્યવસ્થા, પ્રાથમિક સેવા તરીકે પાણીની સુવિધા સહિત ઇમરજન્સી માટે આરોગ્ય ટીમ પણ ઉપલબ્ધ કરાશે. એ સાથે પરીક્ષા દરમ્યાન વીજળી વ્યવસ્થા ખોરવાય નહીં, પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળે સરળતાથી પહોંચી શકે એ માટેની વ્યવસ્થા તેમજ જો પરીક્ષાર્થી દિવ્યાંગજન હોય તો એમના માટે પણ વહીવટી તંત્ર દ્વારા અલગથી એમની જરૂરિયાત મુજબ સેવા પુરી પાડશે. પરીક્ષા માટે ઇન્વિજીલેટર, સુપરવાઈઝર, બ્લોક ફાળવણી તેમજ બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada:રૂા.20 લાખના ખર્ચે બનેલો ચેકડેમ 3 વર્ષમાં જ તૂટી ગયો
calendar_today January 2, 2026

Narmada:રૂા.20 લાખના ખર્ચે બનેલો ચેકડેમ 3 વર્ષમાં જ તૂટી ગયો

દેડિયાપાડા તાલુકાના મુલ્કાપાડા ગામે મનરેગા અંતર્ગત રૂા.20 લાખના ખર્ચે બનાવવામાં આવેલ ચેકડેમ ત્રણ વર્ષમાં જ તુટી જતાં આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બુમ ગ્રામજનોમાં સંભળાઇ રહી છે.દેડિયાપાડા મુલ્કાપાડા ગામે મનરેગા અંતર્ગત મેઈન કોતરમાં વર્ષ.2021/22 માં અંદાજિત રકમ રૂ.20,32,283 નાં ખર્ચે ચેકડેમ બનાવવામાં આવેલો છે જે બે થી ત્રણ વર્ષમાંજ તૂટી જવા પામ્યો છે અને ભ્રષ્ટાચાર સામે આવ્યો છે આ મેઈન કોતરમાં બનાવવામાં આવેલો ચેકડેમની દુર્દશા થઇ છે. ચેકડેમના બાંધકામમાં ગુણવત્તા વિહોણી કામગીરી કરવામાં આવી છે જેને કારણે ચેકડેમની સાઈડમાં આવેલી દીવાલ ધરસાઈ થઈ ગઈ છે. ચેકડેમ ખંડેર હાલતમાં છે. ચેકડેમ સિંચાઈના પાણીનો સંગ્રહ કરવા સક્ષમ નથી, ચેકડેમમાં પાણીનો સંગ્રહ થતો નથી. ચેકડેમ માટીથી પુરાઈ ગયો છે આ ચેકડેમ પાણી વિના શોભાના ગાંઠિયા સમાન સાબિત થયો છે અને આ ચેકડેમમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાની ગ્રામજનોએ આશંકાઓ વ્યક્ત કરી હતી. ચેકડેમનો ખર્ચ પાણીમાં ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward