android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Nadiad: નવા વર્ષના પ્રથમ દિવસે ગુરૂવારે ચીફ ઓફિસરે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.
calendar_today January 2, 2026

Nadiad: નવા વર્ષના પ્રથમ દિવસે ગુરૂવારે ચીફ ઓફિસરે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

યાત્રાધામ ડાકોર નગરપાલિકામાં વહીવટી તંત્રમાં વર્ષોથી જામી ગયેલી આળસ ખંખેરવા અને પ્રજાલક્ષી કામોને ગતિશીલ બનાવવા માટે નવા વર્ષના પ્રથમ દિવસે ગુરૂવારે ચીફ ઓફિસરે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.છેલ્લા 10-20 વર્ષથી એક જ વિભાગ કે ટેબલ ઉપર ફરજ બજાવતાં 14 કર્મચારીઓની સાગમટે આંતરિક બદલી કરવામાં આવતાં પાલિકા કેમ્પસમાં સોપો પડી ગયો છે. એક જ જગ્યાએ વર્ષોથી ચીટકી રહેલા કર્મચારીઓના સ્થાન ફેરવી નાંખવાના આ નિર્ણયનો ઉદ્દેશ પાલિકાની કામગીરીમાં સુધારો લાવવા માટે કરવામાં આવ્યો છે. આ બદલીઓથી પાલિકામાં વર્ષો જૂના મૂળિયા ઉખડતાં કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ડાકોર નગરપાલિકાના વહીવટી તંત્રમાં છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી શિથિલતા દૂર કરવા માટે અને વિવિધ વિભાગોમાં છેલ્લા 10-20 વર્ષથી એકજ ટેબલ ઉપર અડિંગો જમાવીને બેઠેલા કર્મચારીઓના કારણે વહીવટમાં એક હથ્થુશાસન જેવી સ્થિતિ સર્જાઇ હતી. જેને લઇને ચીફ ઓફિસર સંજય પટેલ દ્વારા તા. 1 જાન્યુઆરીના રોજ નવા વર્ષના પ્રથમ દિવસે અચાનક બદલીના આદેશો છુટતાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હગતી.વર્ષોથી જૂના સેટિંગ ખોરવાઇ ગયા હતા. વહીવટી સુધારણાના ભાગરૂપે લેવાયેલા આ નિર્ણય અંતર્ગત ટેકસ વિભાગ ,સેનેટરી શાખા,જન્મ મરણ નોંધણી, બાંધકામ શાખા, હિસાબી શાખા સહિતના મહત્વના વિભાગોમાં ફરજ બજાવતાં 14 જેટલા કર્મચારીઓના ટેબલ બદલી નાંખવામાં આવ્યા હતા. લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવવાના કારણે સ્થાપિત હિતો ઉભા થયા હોવાની અને અમુક ચોક્કસ કર્મચારીઓ દ્વારા અરજદારોના કામોમાં વિલંબ થતો હોવાથી ફરિયાદો ઉઠી હતી. આ પરિસ્થિતિને ડામવા માટે રોટેશન પદ્ધતિ અપનાવીને આ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે એક વિભાગનો અનુભવી કર્મચારી બીજા વિભાગમાં કામગીરી સંભાળશે. જેથી વહીવટમાં નવો અભિગમ આવશે અને પારદર્શિતા વધશે. ચીફ ઓફિસરના નવા આદેશ મુજબ બદલી પામેલા તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી પોતાની નવી જગ્યાનો ચાર્જ સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે. પાલિકાના રાજકારણમાં ગરમાવો આ કાર્યવાહીથી પાલિકાની આંતરિક જૂથબંધી તૂટશે અને કામગીરીને વધુ વેગવાન બનશે. ખાસ કરીને જે કર્મચારીઓ સામે કામગીરીમાં ઢીલ મૂકવાની કે મનમાની કરવાની બૂમો ઉઠતી હતી તેમના સ્થાન ફેરથી સામાન્ય નાગરિકો તેમજ અરજદારોને મોટી રાહત મળવાની શકયતા છે. હાલના તબક્કે આ ફેરફારથી પાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ જયારે પાલિકા તંત્ર દ્વારા આ બદલીઓ કાયમીધોરણે છે કે હંગામી તે અંગે હાલ કોઇ સ્પષ્ટતા કરાવી નથી. વહીવટ ચોખ્ખો રહે તે માટે પગલું અનિવાર્ય : CO ચીફ ઓફિસર સંજય પટેલે જણાવ્યું હતું કે, સરકારી તંત્રમાં લાંબા સમય સુધી એકજ સીટ પર રહેવાથી કર્મચારીઓના ચોક્કસ લોકો સાથે સંબંધો કે નેટવર્ક બની જતા હોય છે. જે ગેરરીતિને પોષે છે. પાલિકામાં અમુક કર્મચારીઓની છેલ્લા 18 થી 20 વર્ષ બાદ બદલી કરવામાં આવી છે. રોટેશન પદ્ધતિથી વહીવટ ચોખ્ખો રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પાલિકાના વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવા અને કામગીરી ઝડપી બનાવવા માટે આ ફેરફોર કરવામાં આવ્યો છે. અરજદારોની હાલાકી ઘટશે : સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે, નગરપાલિકામાં આવતાં અરજદારોને ઘણીવાર એકજ ટેબલ પર એકજ કર્મચારીઓના મિજાજ સહન કરવા પડતાં હતા. વર્ષોથી એકજ જગ્યાએ બેઠેલા કર્મચારીઓ ઘણીવાર કામ કરવામાં આળસ કરતાં હતા. તેમજ બિન જરૂરી વિલંબ કરતાં હતા. હવે નવા કર્મચારીઓ ચાર્જ સંભાળશે એટલે જૂની માનસિકતા બદલાશે અને પેન્ડિંગ પડેલા કામોનો ઝડપી નિકાલ આવશે તેવી આશા શહેરીજનો સેવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Morbi: સરકારે નેચરલ ગેસમાં ભાવ ઘટાડો કરવા છતાં પણ મોરબીના સિરામિક ઉદ્યોગને લાભ નહિવત
calendar_today January 2, 2026

Morbi: સરકારે નેચરલ ગેસમાં ભાવ ઘટાડો કરવા છતાં પણ મોરબીના સિરામિક ઉદ્યોગને લાભ નહિવત

ગુજરાત ગેસ દ્વારા સિરામિક ઉદ્યોગને આપવામાં આવતા પાઈપલાઇન નેચરલ ગેસના ભાવમાં રૂ.4.50નો ભાવ ઘટાડો કરતા મોરબી સિરામિક એસોસિયેશને આવકારી સરકારનો આભાર માન્યો છે. જોકે, હાલમાં ગુજરાત ગેસના ભાવમાં હજુ પણ અઢી રૂપિયા વધુ હોવાનું અને પાઈપલાઇન ગેસ સાથે પ્રોપેન ગેસમાં પણ ભાવ ઘટાડવામાં આવે તેવી માંગણી કરી હતી.મોરબી સિરામિક એસોશિયેશન પ્રમુખે જણાવ્યું કે, ગુજરાત ગેસના ભાવમાં રૂ.4.50નો ઘટાડો થવા છતાં પણ ગુજરાત ગેસ અને પ્રોપેનના ભાવમાં રૂ.2નો તફાવત છે. હાલ સરકાર સાથે વાતચીત થઈ રહી છે. હજુ ભાવમાં ઘટાડો આવે તેવી શકયતા છે. જેથી ગુજરાત ગેસ અને પ્રોપેનના વપરાશમાં કોસ્ટિંગમાં જે ફરક આવે છે તે નહીં રહે. સિરામિક એસોશીએશન પ્રમુખે જણાવ્યું કે, અમે સરકારમાં રજૂઆત કરી હતી કે ગુજરાત ગેસ પ્રોપેનની સરખામણીમાં 7 રૂપિયા ઊંચો પડે છે. આનો ભાવ ઘટાડો કરવા માંગ કરાઈ હતી. પરિણામે સરકારે ગુજરાત ગેસમાં રૂ.4.50 ઘટાડયા છે. સિરામિક ઉદ્યોગોમાં રોજ ગુજરાત ગેસના નેચરલ ગેસનો સરેરાશ 16 લાખ ક્યૂબિક મિટર વપરાશ છે. રૂ.4.50નો ભાવ ઘટાડો થતા ઉદ્યોગોને 65 લાખનો ફાયદો થશે. વધુમાં મોરબીમાં પ્રોપેન અને એલપીજી ગેસનો વપરાશ થાય છે જેમાં પ્રોપેન ગેસમાં રૂ.2.5નો ભાવ વધારો થયો છે. પ્રોપેન ગેસનો દરરોજનો વપરાશ અંદાજે 55 લાખ ક્યુબીક મીટર છે. જેથી દરરોજ 1.40 કરોડની નુકસાની છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Amreli: દારૂ પીને ઝઘડો કરતા સગા પુત્રની હત્યા કરીને પિતાએ લાશ દાટી દીધી
calendar_today January 2, 2026

Amreli: દારૂ પીને ઝઘડો કરતા સગા પુત્રની હત્યા કરીને પિતાએ લાશ દાટી દીધી

ધારીના ભાડેર ગામમાં મહિના પહેલાં પિતાએ સગા પુત્રની હત્યા કરીને લાશને જમીનમાં દાટી દઈ પુરાવાનો નાશ કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે..ધારી પોલીસે જણાવ્યું કે, ભાડેર ગામે સીમમાં વશરામભાઈ સેંજલિયાની વાડીમાં કોઈનું શબ દાટેલું હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસ વિભાગની ટીમો ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ઘટના સ્થળ પર ખોદકામ કરાતા અંદરથી દાટી દેવામાં આવેલું માનવ કંકાલ મળી આવ્યું હતું. માનવ કંકાલના અવશેષોને ભાવનગર ફોરેન્સિક લેબમાં મોકલાયા હતા. ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે. ધારીના પોલીસ ઇન્સ્પેક્ટર જાતે જ ફરિયાદી બનીને નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી વશરામ શામજીભાઇ સેજલીયા રહે. ભાડેર અને મૃતક હીતેષભાઇ (ઉ.વ.30) એ બન્ને સગા પિતા પુત્ર છે. ગત તા. તા.24/11ના રાત્રે 9:00 વાગ્યે ભાડેર ગામે તેમના મકાને આ ઘટના બની હતી. આરોપી વશરામનો દીકરો હીતેષ દારૂ પીવાની ટેવવાળો હતો. માતા પિતા સાથે દારૂ પી અને ઝઘડો તકરાર કરતો હતો. જેનાથી કંટાળી જઈ પિતાએ પુત્રનું ચોટીયો (દોરડુ) વડે ગળું દબાવી ખુન કરી, લાશને પોતાની વાડીના શેઢે દાટી દીધી હતી અને પુરાવાનો નાશ કરી દીધો હતો. એક મહિના પછી શ્રમિકો બળતણ વીણવા આવ્યા ત્યારે દુર્ગંધ આવતા ભાંડો ફૂટયો હતો. પુત્રની હત્યા કરી વશરામ રાજકોટ તેના મોટા પુત્રને ત્યાં નાસી ગયા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward