android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : સેવન્થ-ડે સ્કૂલ હુમલો, ACP કૃણાલ દેસાઇએ તપાસનો ધમધમાટ તેજ કર્યો
calendar_today February 7, 2026

Ahmedabad News : સેવન્થ-ડે સ્કૂલ હુમલો, ACP કૃણાલ દેસાઇએ તપાસનો ધમધમાટ તેજ કર્યો

અમદાવાદની જાણીતી સેવન્થ-ડે સ્કૂલમાં તાજેતરમાં બનેલી હુમલાની ઘટનાને પગલે વાલીઓ અને શિક્ષણ જગતમાં ફફડાટ વ્યાપ્યો છે. આ ગંભીર મામલે એસીપી (ACP) કૃણાલ દેસાઇએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, હુમલો કરનાર શખ્સ સગીર હોવાથી તેની સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસરની ખાસ ઉપસ્થિતિમાં અસરગ્રસ્ત બાળકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. પોલીસે આ મામલે સગીરના માતા-પિતા સાથે પણ વાતચીત કરી છે, જેમાં તેઓએ આ ઘટનાની કબૂલાત કરી છે અને પોતાના બાળકોને કડક ઠપકો આપવાની ખાતરી આપી છે.શાળામાં લોહિયાળ ખેલ? આ કેસમાં સૌથી મહત્વનો મુદ્દો હુમલામાં વપરાયેલા હથિયારનો છે. હુમલા દરમિયાન બ્લેડ જેવા તીક્ષ્ણ સાધનનો ઉપયોગ થયો હતો કે નહીં, તે સ્પષ્ટ કરવા માટે પોલીસ હવે FSL (Forensic Science Laboratory)ની મદદ લઈ રહી છે. એસીપીએ વધુમાં ઉમેર્યું હતું કે, બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળા પ્રશાસન સાથે પણ પરામર્શ કરવામાં આવશે. હાલમાં તમામ પક્ષોના નિવેદનો અને ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ ચાલી રહી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને જવાબદારો સામે યોગ્ય પગલાં ભરી શકાય. આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગર ચેરિટી કમિશનરનો મોટો નિર્ણય, મહુડી મંદિર વિવાદમાં ચુકાદો રખાયો અનામત

Read Full Story arrow_forward
Junagadh : જીંજરી ગામે સસલાંઓનો શિકાર કરવાની ફિરાકમાં રહેલા બે શખ્સો ઝડપાયા
calendar_today February 7, 2026

Junagadh : જીંજરી ગામે સસલાંઓનો શિકાર કરવાની ફિરાકમાં રહેલા બે શખ્સો ઝડપાયા

જૂનાગઢના માણાવદર તાલુકાના જીંજરી ગામે વન વિભાગે બાતમીના આધારે સપાટો બોલાવીને સસલાંઓનો શિકાર કરવાની ફિરાકમાં રહેલા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.દેવરાજ સોલંકી અને અજય સોલંકી નામના બે શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા માંગરોળ તાલુકાના જીંજરી ગામે શિકાર કરવાના ઇરાદે ફરતા બે શખ્સોને વન વિભાગ એ ઝડપી લીધા છે..વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે દેવરાજ સોલંકી અને અજય સોલંકી નામના બે શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. આ શખ્સો સસલાં જેવા માસૂમ વન્યપ્રાણીઓનો શિકાર કરવા માટે સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા હતા. પ્રતિબંધિત જાળ અને અન્ય સાધનો જપ્ત જોકે, શિકારની જાળ બિછાવીને પ્રાણીઓને ફસાવે તે પૂર્વે જ વન વિભાગના જવાનોએ તેઓને ઘેરી લઈને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી શિકાર કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રતિબંધિત જાળ અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. વન વિભાગે આ બંને શખ્સો વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે..બંને આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે જેથી આ નેટવર્ક પાછળ અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તેનીવી વિગતો મેળવવા પૂછપરછ કરવામાં આવી રહી છે.. આ પણ વાંચો----    Patan : ઠાકોર સમાજના બંધારણના ફરી ધજાગરા ઉડ્યા, શંખેશ્વરમાં DJના તાલે જન્મદિવસની ઉજવણી કરાઇ

Read Full Story arrow_forward
Kuno National Park : કૂનોમાં નવા મહેમાનોનું આગમન, માદા ચિત્તા આશાએ 5 બચ્ચાને આપ્યો જન્મ
calendar_today February 7, 2026

Kuno National Park : કૂનોમાં નવા મહેમાનોનું આગમન, માદા ચિત્તા આશાએ 5 બચ્ચાને આપ્યો જન્મ

મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં આશા નામની ચિત્તાએ પાંચ સ્વસ્થ બચ્ચાઓને જન્મ આપ્યો. જેનાથી ભારતના ચિત્તા સંરક્ષણ અભિયાનને વધુ મજબૂતી મળી છે. આ સાથે ભારતમાં જન્મેલા ચિત્તાના બચ્ચાઓની સંખ્યા 24 થઈ ગઈ છે અને કુલ ચિત્તાની વસ્તી 35 પર પહોંચી ગઈ છે. મોહન યાદવે ખુશી વ્યક્ત કરી આ પ્રસંગે અભિનંદન આપતાં મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે કુનોએ ગર્વની એક ખાસ ક્ષણ જોઈ છે કારણ કે આશાએ પાંચ સ્વસ્થ બચ્ચાઓને જન્મ આપ્યો છે. જે ભારતની ચિત્તા સંરક્ષણ યાત્રાને વધુ મજબૂત બનાવે છે. આ સિદ્ધિ આપણા વન કર્મચારીઓ અને પશુચિકિત્સકોની અથાક મહેનતને પ્રતિબિંબિત કરે છે. આ રાજ્ય વન્યજીવન સંરક્ષણ માટે એક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે ખુશી વ્યક્ત કરી પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતા લખ્યું આ પ્રોજેક્ટ ચિત્તા માટે ખૂબ જ ગર્વ અને આનંદની ક્ષણ છે, કારણ કે આશા નામની એક નામિબિયન માદા ચિત્તા બીજી વખત માતા બની છે. 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાંચ બચ્ચાઓને જન્મ આપ્યો હતો. આ સાથે ભારતમાં જન્મેલા જીવંત બચ્ચાઓની સંખ્યા 24 થઈ ગઈ છે, જે ભારતીય ભૂમિ પર ચિત્તાઓના આઠમા સફળ જન્મને ચિહ્નિત કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પર્યાવરણ પ્રત્યે સભાન નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલ અને ઉછેરવામાં આવેલી ભારતની ચિત્તા સંરક્ષણ યાત્રામાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ભારતમાં ચિત્તાઓની સંખ્યા 35 થઈ ગઈ ભૂપેન્દ્ર યાદવે આગળ લખ્યું કે આ આનંદદાયક સિદ્ધિ ક્ષેત્રના કર્મચારીઓ અને પશુચિકિત્સકોના અતૂટ સમર્પણ, કૌશલ્ય અને પ્રતિબદ્ધતાનો ઝળહળતો પુરાવો છે કે જેઓ આ પ્રોજેક્ટ માટે અથાક મહેનત કરી રહ્યા છે. ભારતમાં ચિત્તાની કુલ વસ્તી હવે 35 થઈ ગઈ છે. ભારતમાં વન્યજીવન સંરક્ષણ માટે આ ખરેખર એક ઐતિહાસિક અને હૃદયસ્પર્શી ક્ષણ છે.

Read Full Story arrow_forward