android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિધાર્થીઓ વચ્ચે મારામારીનો કેસ, હુમલો કરનાર સગીર હોવાથી પોલીસે વાલીને નોટિસ આપી
calendar_today February 7, 2026

Ahmedabad News : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિધાર્થીઓ વચ્ચે મારામારીનો કેસ, હુમલો કરનાર સગીર હોવાથી પોલીસે વાલીને નોટિસ આપી

ખોખરાની સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થીની હત્યા બાદ હવે ફરી વખત મારામારીની ઘટનાને લઈ વિવાદમાં આવી છે. જેમાં ગુરુવારે પોરણ-૭ના વિધાર્થીને તેની સાથે ભણતા ત્રણ વિધાર્થીએ વોશરૂમમાં શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખીને માર માર્યો હતો સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.ભોગ બનનારી વિદ્યાર્થી મોનિટર હોવાથી સ્કૂલ છુટતા ગોપ લાઇ નમાં ન ચાલતા તેમને લાઈનમાંથી બહાર કાઢતા ઝઘડો થયો હતો. મહત્વનું છે કે સ્કૂલતંત્રને લેખિતમાં વાલીએ અરજી કરી હોવા છતા કાર્યવાહી ન કરી હોવાનું સામે આવ્યુ છે. ખોખરા પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિધાર્થી સામે ફરિયાદ આ અંગે સગીર વિધાર્થીના પિતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિધાર્થી સામે ફરિયાદ નોધાવી છે વટવામાં રહેતા ૪૫ વર્ષીય યુવક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમનો ૧૨ વર્ષીય પુત્ર સેવન્થ ડે સ્કૂલમાં ધો-૭માં અભ્યાસ કરે છે. પરિવારે પુત્રને ઘટના અંગે પૂછતા જણાવ્યુ કે તે કલાસમાં મોનિટર છે જેથી ૪ ફેબ્રુઆરીએ બપોરે સ્કૂલ છુટી તે સમયે વિધાર્થી બધા વિધાર્થીને એક લાઈ નમાં કરાવતો હતો. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ લાઇનમાં ચાલતા ન હતા. જેવી સાઇડમાં ઉભા રહેવાનું કહેતા ઝઘડો કર્યો હતો. બીજા દિવસે ૧૨ વધીય વિધાર્થી સ્કૂલમાં કલાસમાંથી લઘુશંકા કરવા ગયો હતો. ત્યારે ત્રણેય વિદ્યાર્થીએ બ્લેડથી હૂમલો કર્યો હતો. ઘટનાના પગલે પોલીસે ત્રણેય વિદ્યાધીને ભોલાવીને પુછપરછ હાથ ધરી છે. આચાર્ય-એડમિનને DEOની નોટિસ, હકાલપટ્ટી સુધીની કાર્યવાહી થઈ શકે અમદાવાદ શહેરના મણિનગર-ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલનો સરકાર હસ્તક વહીવટ લીધાના ૫૪ દિવસ બાદ ફરી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થીને અન્ય ત્રણ વિદ્યાર્થીએ શર્ટના બટન તોડાવી બ્લેડ મારી હોવાની વાલીએ પોલીસ ફરિયાદ કરી છે. આ ગંભીર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરાતાં પ્રિન્સિપાલ અને એડમિનને ડીઈઓ દ્વારા નોટિસ ફટકારી છે. આ મુદ્દે નવા નિમાયેલા પ્રિન્સિપાલની હકાલપટ્ટી પણ થઈ શકે છે.ઘટના બાદ સ્કૂલમાં ખાનગી ડ્રેસમાં પોલીસ ખડકી દેવાઈ બ્લેડથી હુમલાની ઘટના બનતા સ્કૂલમાં ખાનગી ડ્રેસમાં પોલીસકર્મીઓ મુકવામાં આવ્યા છે તો સ્કુલની બહાર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. અગાઉ વિદ્યાર્થીની હત્યાના બનાવમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવાની જરુર પડી હતી. કારણ કે, ઘટના બાદ પ્રિન્સિપાલ ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે.આ અંગે અમદાવાદ શહેર ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકારે જ્યારે વહીવટી મેનેજમેન્ટ પાસેથી હસ્તગત કર્યો, એ પહેલા નવા પ્રિન્સિપાલની નિયુક્તિ થઈ ચૂકી હતી, જોકે વાલી પોલીસ સ્ટેશનમાં પહોચ્યાં બાદ ઘટના સામે આવતા તાત્કાલિક પ્રિન્સિપાલ અને એડમિન હેડને નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે. ખોખરા પોલીસે સ્કૂલ પાસે રિપોર્ટ માંગ્યો પોલીસે હુમલાનો ભોગ બનનારા વિદ્યાર્થીએ જે શર્ટ પહેર્યો હતો તે કબ્જે કર્યો છે. જેમાં શર્ટના બટન તૂટેલા છે તે ખરેખર બ્લેડથી તોડવામાં આવ્યા છે કે નહીં તેની તપાસ કરાશે. બનાવ અંગે હાલ સ્કૂલે કોઈ ફરિયાદ કરી નથી પણ સ્કુલ પાસે પોલીસે રિપોર્ટ માંગ્યો છે. સ્કૂલની બેદરકારી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ પણ વાંચો : Agriculture News : અમરેલીમાં IVF ટેકનોલોજી દ્વારા રાજયની પ્રથમ ગીર વાછરડીનો સફળ જન્મ, વાંચો Inside Story

Read Full Story arrow_forward
Kadi: કલ્યાણપુરા પાસે ઝાડ પર લટકતી હાલતમાં વિકલાંગનો મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યા?
calendar_today February 7, 2026

Kadi: કલ્યાણપુરા પાસે ઝાડ પર લટકતી હાલતમાં વિકલાંગનો મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યા?

કડી તાલુકાના કલ્યાણપુરા ગામ નજીક પસાર થતા રોડની સાઈડમાં આવેલા એક ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં એક પુરુષનો મૃતદેહ જોવા મળતા અરેરાટી વ્યાપી ગઈ હતી. માર્ગ પરથી પસાર થતા રાહદારીઓની નજર ઝાડ પર લટકતા મૃતદેહ પર પડતા તેઓએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી.કલ્યાણપુર નજીક શંકાસ્પદ મૃતદેહ મળ્યોપોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકનું નામ અજીતભાઈ નવઘણભાઈ ઠાકોર (ઉંમર વર્ષ ૪૦) છે. અજીતભાઈ શારીરિક રીતે વિકલાંગ હતા. ઘટનાસ્થળે પહોંચેલા પરિવારજનોએ મૃતદેહની સ્થિતિ જોઈને ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનું કહેવું છે કે આ મૃત્યુ સામાન્ય આત્મહત્યા નથી પરંતુ શંકાસ્પદ છે. એક વિકલાંગ વ્યક્તિ કઈ રીતે ઝાડ પર ચડીને ગળેફાંસો ખાઈ શકે તેવા સવાલો ઉભા થતા મામલો ગૂંચવાયો છે.પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો ઘટનાની જાણ થતા જ બાવલુ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે કડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.એફએસએલ (FSL) ની મદદ લઈને ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરવાની તજવીજ શરૂ કરાઈ છે.પરિવારના સભ્યોના નિવેદનો નોંધીને અજીતભાઈ છેલ્લા કલાકોમાં કોના સંપર્કમાં હતા તેની તપાસ ચાલી રહી છે.પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ મૃત્યુ પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલમાં બાવલુ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી છે.આ પણ વાંચો:Junagadh: જિલ્લા જેલમાં કાચા કામના બે કેદીઓ વચ્ચે થયેલી અથડામણમાં પોલીસ ફરિયાદ

Read Full Story arrow_forward
Gandhinagar: નવસારીથી ઝડપાયેલા આતંકીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, માર્ચમાં 7 વ્યક્તિઓની હત્યા કરવાનું કર્યું હતું પ્લાનિંગ
calendar_today February 7, 2026

Gandhinagar: નવસારીથી ઝડપાયેલા આતંકીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, માર્ચમાં 7 વ્યક્તિઓની હત્યા કરવાનું કર્યું હતું પ્લાનિંગ

નવસારીથી ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા આતંકી ફૈઝાનની પૂછપરછ દરમિયાન અત્યંત ગંભીર ખુલાસા થયા છે. ATS દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં માર્ચમાં 7 વ્યક્તિઓની હત્યા કરવાની યોજના બનાવવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.જે વ્યક્તિની સુરક્ષામાં કચાશ હોય તેની હત્યાનો પ્લાન ઘડ્યો હતો આતંકી ફૈઝાનની પૂછપરછમાં જે જાણવા મળ્યું છે તેને લઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ રિમાન્ડમાં આતંકીએ ખુલાસો કર્યો હતો કે જે વ્યક્તિની સુરક્ષામાં કચાશ હોય તેની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. હત્યા કરવા માટે ફૈઝાને પહેલાથી જ રેકી કરીને પ્લાનિંગ કર્યું તેના જણાવ્યા મુજબ, ફૈઝાને એવા લોકો જેમણે પયગંબર વિરુદ્ધ નિવેદનો આપ્યા હોય તેમને ટાર્ગેટમાં રાખ્યા હતા. હત્યા કરવા માટે ફૈઝાને પહેલાથી જ રેકી કરીને પ્લાનિંગ કર્યું હતું. રિમાન્ડ દરમ્યાન વધુ ખુલાસા થવાની સંભાવના ફૈઝાનની પૂછપરછ હજુ ચાલુ છે અને તેના રિમાન્ડ દરમ્યાન વધુ ખુલાસા થવાની સંભાવના છે. આતંકીના ક્યા નાપાક ઇરાદા હતા તેની વધુ ચોંકાવનારી માહિતી પોલીસ તપાસમાં બહાર આવી શકે છે. ફૈઝાન દરજીકામ કરતો હતો ઉલ્લેખનિય છે કે મુળ ઉત્તરપ્રદેશનો વતની ફૈઝાન નવસારીમાં રહીને દરજીકામ કરતો હતો અને એટીએસને બાતમી મળી હતી કે ફૈઝાન કટ્ટરપંથી વિચાર ધરાવે છે અને કોઇ મોટા કાવતરાંને અંજામ આપવાનો છે જેથી પોલીસે દરોડો પાડીને તેને ઝડપી લીધો હતો. જૈશ એ મોહમ્મદ અને અલ કાયદા જેવા સંગઠનોના આતંકીઓને ફોલો કરતો પોલીસ તપાસમાં જણાયું હતું કે ફૈઝાન શેખ સોશિયલ મીડિયા અને અન્ય ઓનલાઇન માધ્યમો દ્વારા રેડિકલ થયો હતો અને તે જૈશ એ મોહમ્મદ અને અલ કાયદા જેવા સંગઠનોના આતંકીઓને ફોલો કરતો હતો. ફૈઝાન લોન વુલ્ફ તરીકે એટલે કે એકલો જ હુમલો કરવાની તૈયારી કરી રહ્યો હતો.આ પણ વાંચો-----     Rajkot : પતિદેવોના વહીવટથી DDO લાલઘૂમ, પંચાયતમાં પતિદેવ વહીવટ કરશે તો તલાટી સામે કાર્યવાહી થશે, અન્ય કોઇની સહી હશે તો પણ કાર્યવાહી

Read Full Story arrow_forward