android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Viramgam News: જાહેરમાં છરી સાથે રીલ બનાવી રોફ જમાવતા યુવકનો વીડિયો વાયરલ
calendar_today February 3, 2026

Viramgam News: જાહેરમાં છરી સાથે રીલ બનાવી રોફ જમાવતા યુવકનો વીડિયો વાયરલ

ગુજરાતમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિય થવા માટે હથિયારો સાથે વીડિયો બનાવવાનું ઘેલું યુવા પેઢીમાં જોખમી રીતે વધી રહ્યું છે. તાજેતરમાં વિરમગામ શહેરમાંથી એક આવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવક જાહેર રસ્તા પર છરી લહેરાવીને રીલ બનાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતા જ સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે અને શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.રેલવે સ્ટેશન રોડ પર રીલ બનાવી હોવાનું અનુમાન વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક હાથમાં મોટી છરી રાખીને ફિલ્મી સ્ટાઈલમાં ચાલી રહ્યો છે અને લોકોમાં પોતાનો રોફ જમાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો વિરમગામના મુખ્ય રેલવે સ્ટેશન રોડ પર શૂટ કરવામાં આવ્યો છે. ધોળા દિવસે જાહેર માર્ગ પર હથિયાર સાથે ફરતા આ યુવકને પોલીસનો જરાય ડર ના હોય તેમ જણાઈ રહ્યું છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં રોષ આ વીડિયો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકો પૂછી રહ્યા છે કે જો જાહેર રસ્તાઓ પર આ રીતે હથિયારો સાથે રીલ બનાવવામાં આવશે, તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું? વિરમગામ પોલીસ દ્વારા આ વીડિયોની સત્યતા તપાસવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજ અને સોશિયલ મીડિયા પ્રોફાઇલના આધારે છરી લહેરાવતા યુવકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Amreli News : ધારીમાં એક સાથે 11 સિંહે રસ્તો ક્રોસ કરતાં વાહનો થંભી ગયા, જુઓ Video
calendar_today February 3, 2026

Amreli News : ધારીમાં એક સાથે 11 સિંહે રસ્તો ક્રોસ કરતાં વાહનો થંભી ગયા, જુઓ Video

ગુજરાતમાં ગીરનું જંગલ સિંહો માટેનું રહેઠાણ તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. હવે આ જંગલમાંથી સિંહોએ દરિયાકાંઠાના વિસ્તારો સુધી પોતાનો વિસ્તાર બનાવ્યો છે. અમરેલી જિલ્લામાં પણ સિંહોનો વસવાટ વધી રહ્યો છે. જેથી રહેણાંક વિસ્તારો અને હાઈવે પર સિંહો અવારનવાર લટાર મારતા નજરે પડે છે. અમરેલીમાં એક સાથે 11 સિંહો રોડ ક્રોસ કરતાં હોય તેવો એક વીડિયો રાજ્ય સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયા અને પ્રવીણ માળીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. આ વીડિયો હાલ જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. વાહન ચાલકોએ વન વિભાગની કામગીરી વખાણી અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા પાસેના સ્ટેટ હાઈવે પર એક સાથે 11 સિંહો રોડ ક્રોસ કરતા હોય તેવો વીડિયો જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. સિંહોને રસ્તો આપવા માટે વન કર્મીઓએ ટ્રાફિકને રોકી પોતાની ફરજ બજાવતા હતાં. વન મંત્રીએ એક્સ પર આ વીડિયો પોસ્ટ કરીને વન કર્મીઓના ખૂબ વખાણ કર્યા હતાં. એક સાથે 11 સિંહ રોડ ક્રોસ કરતાં વાહન ચાલકોમાં પણ ભય ફેલાયો હતો. ધારી ગીર વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક અસરથી ત્યાં પહોંચ્યા હતાં અને વાહનોને રોકીને સિંહોને સુરક્ષિત રીતે રસ્તો ક્રોસ કરાવ્યો હતો. સ્થાનિકો અને વાહન ચાલકોએ વન વિભાગની કામગીરી વખાણી હતી. 

Read Full Story arrow_forward
Surat News : ટીપી સ્કીમનો વિવાદ વકર્યો, 1 લાખ લોકોના આશિયાના પર ખતરો...
calendar_today February 3, 2026

Surat News : ટીપી સ્કીમનો વિવાદ વકર્યો, 1 લાખ લોકોના આશિયાના પર ખતરો...

સુરતના કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ 49, 50 અને 51 માં મુકાયેલા રિઝર્વેશનને કારણે અંદાજે 1 લાખથી વધુ લોકોના ઘર પર લટકતી તલવાર જેવી સ્થિતિ સર્જાઈ છે. લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદમાં સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ નક્કર ઉકેલ ન લાવવામાં આવતા સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. આજે કતારગામ દરવાજાથી લઈને પાલિકાની મુખ્ય કચેરી સુધી એક વિશાળ મહારેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને વૃદ્ધો પણ જોડાયા હતા, જેમના ચહેરા પર પોતાના આજીવનની કમાણીથી બનાવેલા ઘર ગુમાવવાનો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.તંત્ર સામે આક્રોશ સ્થાનિકોનો આક્ષેપ છે કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી આ મુદ્દે શાંતિપૂર્ણ રીતે રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા તેમની માંગણીઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. રહેણાંક વિસ્તારોમાં રિઝર્વેશન લાદીને લોકોને વિસ્થાપિત કરવાની નીતિ સામે હવે 'આરપારની લડાઈ' શરૂ કરવામાં આવી છે. મહારેલી દરમિયાન પાલિકા કચેરી પાસે લોકોએ સૂત્રોચ્ચાર કરીને ન્યાયની માંગ કરી હતી. જો આગામી દિવસોમાં પાલિકા દ્વારા રિઝર્વેશન હટાવવામાં નહીં આવે, તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ સ્થાનિક લડત સમિતિ દ્વારા આપવામાં આવી છે. આ પણ વાંચો : Ahmedabad News : એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત, કાચ ભરેલી ટ્રક પલટી મારતા અમદાવાદ-વડોદરા માર્ગ પર ટ્રાફિક જામ

Read Full Story arrow_forward