android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
પાલનપુરના એરોમા સર્કલ પાસે કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી
calendar_today October 18, 2026

પાલનપુરના એરોમા સર્કલ પાસે કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી

પાલનપુરમાં છેલ્લા કેટલાય દિવસોથી શહેરમાં વિવિધ વિસ્તારોમાં પસાર થઈ રહેલા વાહનોમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે જે વચ્ચે વધુ એક વાહનમાં આગ લાગી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એરોમા સર્કલ પાસે એક કારમાં અચાનક આગ લાગતા અને આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ થતા દોડી આવેલી ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પાલનપુર પંથકમાં વાહનોમાં આગ લાગવાનો સિલસિલો ચાલી રહ્યો હોય તેમ એક બાદ એક વાહનો આગમાં લપેટાય રહ્યા છે. જેમાં તાજેતરમાં સવારના સમયે ડોક્ટર હાઉસ એરિયામાં પાર્ક કરેલા એક બાઈકમાં અચાનક આગ ભભુકી ઉઠતા સ્થાનિકોએ આગ કાબુમાં કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાઈક બળીને ખાખ થઈ ગયું હતુ. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
પાલનપુરની જિલ્લા જેલમાં નવલાં નોંરતાની ઉમંગભેર ઉજવણી કરાઈ
calendar_today October 18, 2026

પાલનપુરની જિલ્લા જેલમાં નવલાં નોંરતાની ઉમંગભેર ઉજવણી કરાઈ

સમાજમાં ઉત્સાહ અને ભક્તિભાવથી નવરાત્રિના તહેવારોની ઉજવણી થતી હોય છે ત્યારે પાલનપુર જિલ્લા જેલ ખાતે બંદીવાનો માટે અનોખી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલની ચાર દિવાલો વચ્ચે કેદીઓ પણ તહેવારના રંગમાં રંગાય અને તેમનામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું છે. પાલનપુર જિલ્લા જેલ ખાતે અધિક્ષક વીરભદ્રસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ સિનિયર જેલર ભીખુસિંહ રાણા તેમજ જેલર પંકજભાઈ એ. ત્રિવેદીના અથાક પ્રત્યનોથી નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ પ્રસંગે જેલના અધિકારીઓ અને કર્મચારીઓએ બંદીવાનો સાથે મળીને ગરબા ગાયા હતા અને તેમની સાથે ગરબે ઘુમીને વાતાવરણને સંપૂર્ણપણે ભક્તિમય અને આનંદમય બનાવી દીધું હતું. આ અનોખા આયોજનથી કેદીઓને થોડા સમય માટે એવો અનુભવ થયો હતો કે જાણે તેઓ જેલની બહાર ખુલ્લા વાતાવરણમાં નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે. આ કાર્યક્રમ અંગે અધિક્ષક વીરભદ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે જે રીતે સમાજમાં રાષ્ટ્રીય અને સામાજિક તહેવારો ઉજવાય છે તે જ રીતે જેલના કેદી ભાઈઓ માટે પણ આવા આયોજનો કરવામાં આવે છે. જેથી કેદીઓ જેલમાંથી છૂટયા પછી સમાજના મૂળ પ્રવાહમાં પુનઃસ્થાપિત થઈ શકે અને સમાજ સાથે તેમનું જોડાણ જળવાઈ રહે અને જેલ અધિક્ષક દ્વારા ગીતો ગાઈ બંદીવાન ભાઈઓને ગરબે રમવા પ્રોત્સાહિત કર્યા હતા. સંગીતનો શોખ ધરાવતા કેટલાક બંદી ભાઈઓએ પણ ગીતો ગાઈ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. સિનિયર જેલર ભીખુસિંહ રાણાનું આ કાર્ય માત્ર એક ધાર્મિક આયોજન નથી પરંતુ બંદીવાનો પ્રત્યેની સંવેદના, માનવતા અને હકારાત્મક અભિગમનું જીવંત ઉદાહરણ છે. ફરજની ગંભીરતા સાથે માનવીય લાગણીઓને પણ મહત્વ આપીને કેદીઓના ચહેરા પર સ્મિત લાવવાનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે. આવા ઉમદા કાર્યો દ્વારા પાલનપુર જેલ વહીવટી તંત્રએ સાચા અધિકારીની ઓળખ માત્ર હોદ્દાથી નહીં પરંતુ માનવસેવાના કાર્યોથી થાય છે તે સાબિત કરી બતાવ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
નડિયાદ પીજ કેનાલ રોડ પર વીર સાવરકર પાર્કનું લોકાર્પણ
calendar_today October 18, 2026

નડિયાદ પીજ કેનાલ રોડ પર વીર સાવરકર પાર્કનું લોકાર્પણ

નડિયાદ શહેરના પીજ કેનાલ રોડ પર વીર સાવરકર પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાગરિક પુરવઠા મંત્રી રમણભાઇ સોલંકીના હસ્તે આ પાર્કને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પાર્કમાં કુલ 1.6 કિ.મી લંબાઇમાં ગાર્ડન , સાયકલ ટ્રેક,વોર્કિંગ ટ્રેક, ફાઉન્ટેન્ટ સહિતની વિવિધ સુવિધાઓ છે. આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય પંકજ દેસાઇ, પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ , જિલ્લા કલેકટર એન.વી ઉપાધ્યાય , કમિશનર કિરણ ઝવેરી, મેયર મનીષ પટેલ સહિત અન્ય મહાનુભવો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ત્રણ લીડીંગ ફાયરમેનને મહાનુભવોના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward