android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Arvalli News : અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો, મેઘરજ અને માલપુરમાં ખાબકયો કમોસમી વરસાદ
calendar_today January 31, 2026

Arvalli News : અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો, મેઘરજ અને માલપુરમાં ખાબકયો કમોસમી વરસાદ

અરવલ્લીમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને માલપુર અને મેઘરજમાં કમોસમી વરસાદ ખાબકયો છે, કમોસમી વરસાદથી ખેતીપાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, ઘઉં અને બટાકાના પાકમાં આવી શકે રોગ. હવામાન વિભાગે પણ અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થયો છે, વાતાવરણમાં બદલાવ આવ્યો અને કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી, મકાઈના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, તો જે ખેડૂતોના પાક ખુલ્લામાં પડયા હતા તે ખેડૂત પાક બચાવવા માટે દોડયા હતા અને મગફળી અને બટાકાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. મેઘરજના પહાડીયા, રેલ્યો, સહીતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો હોવાની વાત છે. ડાંગના વાતાવરણમાં આવ્યો પલટો ડાંગ જિલ્લામાં ગઈરાલે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને સાંજના સમયે સુબીર તાલુકામાં કમોસમી વરસાદ તૂટી પડયો હતો. વરસાદને કારણે અનેક માર્ગો પર પાણી વહેવા લાગ્યું હતું અને ભરશિયાળામાં ચોમાસા જેવો અહેસાસ થયો હતો. સુબીર પંથકના પ્રામ્ય વિસ્તારોમાં અચાનક વરસેલા વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થયેલા પાકને બચાવવા ખેડૂતોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઉપરાંત ડુંગરાળ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ પણ વાંચો : Surat News : સુરતના પુણા વિસ્તારમાં PCB ત્રાટકી, કુખ્યાત જીતુ રાવળના વરલી મટકાના અડ્ડા પર ચાલતો હતો જુગાર 

Read Full Story arrow_forward
Surat : ભેસ્તાન બ્રિજ લોકાર્પણ વિવાદ મામલો, આગળ રસ્તો બંધ હોવા છતાં બ્રિજ ખુલ્લો મુક્યો
calendar_today January 31, 2026

Surat : ભેસ્તાન બ્રિજ લોકાર્પણ વિવાદ મામલો, આગળ રસ્તો બંધ હોવા છતાં બ્રિજ ખુલ્લો મુક્યો

સુરત શહેરના ભેસ્તાન બ્રિજના લોકાર્પણને લઈને વિવાદ સર્જાયો છે. કોર્પોરેશને બ્રિજનો આગળનો રસ્તો બંધ હોવા છતાં બ્રિજ ખુલ્લો મુકી દેતાં ચકચાર મચી ગઇ હતી. શાસકોમાં દોડધામ મચી ગઇ મીડિયામાં અહેવાલો રજૂ થતાં શાસકોમાં દોડધામ મચી ગઇ હતી અને કેટલાક કોર્પોરેટરો દોડતા થઇ ગયા હતા. એક પછી એક કોર્પોરેટરો સ્પષ્ટતા કરવા માટે બ્રિજ પર આવવા માંડ્યા હતા અને વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.  બ્રિજ પર ઉતરતા રેલવે બ્રિજનું કામ ચાલુ છે કોર્પોરેટરોના જણાવ્યા મુજબ, બ્રિજ પર ઉતરતા રેલવે બ્રિજનું કામ ચાલુ છે અને આ પગલું બાજુમાં આવેલા ઇન્ડસ્ટ્રીઝના લોકોને રાહત આપવા માટે લેવામાં આવ્યું હોવાનું બતાવામાં આવે છે.આવ પણ વાંચો-----     Vadodara : રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરથી બાળકનું અપહરણ, પોલીસે અપહરણકાર સાથે બાળકને હાલોલ બસ સ્ટેશનમાંથી શોધી કાઢ્યો

Read Full Story arrow_forward
Railway News : અમદાવાદ–તિરુચ્ચિરાપલ્લી તથા હાપા–નાહરલગુન સાપ્તાહિક સ્પેશલ ટ્રેનોના ફેરા વિસ્તારીત કરાયા
calendar_today January 31, 2026

Railway News : અમદાવાદ–તિરુચ્ચિરાપલ્લી તથા હાપા–નાહરલગુન સાપ્તાહિક સ્પેશલ ટ્રેનોના ફેરા વિસ્તારીત કરાયા

ટ્રેન સંખ્યા 09419 અને 09525 ના વિસ્તારીત ફેરાઓનું બુકિંગ 01 ફેબ્રુઆરી, 2026 થી પીઆરએસ કાઉન્ટરો તથા આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ, સ્થળો તથા સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. આ ટ્રેનોના ફેરા વિસ્તારીત કરાયા 01-ટ્રેન સંખ્યા 09419 અમદાવાદ–તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ, જેને 26 ફેબ્રુઆરી, 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે વધારીને 31 ડિસેમ્બર, 2026 સુધી કરવામાં આવી છે. 02-ટ્રેન સંખ્યા 09420 તિરુચિરાપલ્લી-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ જેને 01 માર્ચ, 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે વધારીને 03 જાન્યુઆરી 2027 સુધી કરવામાં આવી છે. 03-ટ્રેન સંખ્યા 09525 હાપા–નાહરલગુન સ્પેશિયલ, જે અગાઉ 25 ફેબ્રુઆરી, 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેની હવે વધારીને 30 ડિસેમ્બર, 2026 સુધી કરવામાં આવી છે. 04-ટ્રેન સંખ્યા 09526 નાહરલગુન–હાપા સ્પેશિયલ, જે અગાઉ 28 ફેબ્રુઆરી, 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેની હવે વધારીને 02 જાન્યુઆરી 2027 સુધી કરવામાં આવી છે. આ પણ વાંચો : Arvalli News : અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો, મેઘરજ અને માલપુરમાં ખાબકયો કમોસમી વરસાદ 

Read Full Story arrow_forward