Kutch : અબડાસામાં હત્યાના પ્રયાસમાં 8ની ધરપકડ, પાળા મામલે બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી
કચ્છના અબડાસા વિસ્તારમાં મિયાણીમાં પાળા મામલે થયેલી મારામારી બાદ યુવાન પર થયેલા હત્યાના પ્રયાસના કેસમાં પોલીસે આઠ આરોપીઓને ધરપકડ કરી છે.પાળા મામલે મારામારી થઇ હતી જાહેર વિગતો મુજબ, ખનીજ લીઝના માર્ગ પર બે જૂથ વચ્ચે પહેલા પાળા મામલે મારામારી થઇ હતી. ઘટના બાદ કોઠારા પોલીસે બંને પક્ષે 31 લોકો સામે ગુનો નોંધ્યો હતો. આઠ આરોપીઓની ધરપકડ પશ્ચિમ કચ્છ પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો રચાઇ હતી, અને સઘન તપાસ પછી આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ આરોપીઓને પોલીસ કસ્ટડીમાં રાખી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો ---- Vadodara : રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરથી બાળકનું અપહરણ, પોલીસે અપહરણકાર સાથે બાળકને હાલોલ બસ સ્ટેશનમાંથી શોધી કાઢ્યો
Read Full Story arrow_forward