android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
શ્રી રંગનાથસ્વામી મંદિર ખાતે ભવ્ય રથોત્સવનું આયોજન
calendar_today January 31, 2026

શ્રી રંગનાથસ્વામી મંદિર ખાતે ભવ્ય રથોત્સવનું આયોજન

મંદિરના વાર્ષિક ઉત્સવના ભાગરૂપે યોજાયેલો આ રથોત્સવ ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાનો અદભૂત સંગમ બની ગયો. 

Read Full Story arrow_forward
Bank Holiday : બેન્કના કામ માટે આટલું જાણી લો, જુઓ ફેબ્રુઆરી 2026માં Bank Holidayની સંપૂર્ણ યાદી
calendar_today January 31, 2026

Bank Holiday : બેન્કના કામ માટે આટલું જાણી લો, જુઓ ફેબ્રુઆરી 2026માં Bank Holidayની સંપૂર્ણ યાદી

ફેબ્રુઆરી મહિનામાં બેન્ક સંબંધિત કામને લઈને આ માહિતી જરૂર મદદ કરશે. 28 દિવસના ફેબ્રુઆરી મહિનામાં કયારે બેન્ક ખુલ્લી હશે અને કયારે બંધ રહેશે તે જાણવું જરૂરી છે. બેન્કના કામો પતાવવા હોય તો RBIની આ માહિતી તમને જરૂર કામ લાગશે. તમારી પાસે બેંકિંગ સંબંધિત કોઈ કામ હોય, તો બેંક રજાઓની યાદી તપાસવાનું ભૂલશો નહીં. RBI ની યાદી અનુસાર ફેબ્રુઆરીમાં આ દિવસોમાં બેન્કો બંધ રહેશે. ફેબ્રુઆરી માટે બેંક રજાના સંપૂર્ણ કેલેન્ડરની જુઓ યાદી. ફેબ્રુઆરી મહિનામાં 9 દિવસ બેંકો બંધફેબ્રુઆરી એ વર્ષનો સૌથી ટૂંકો મહિનો છે. અન્ય મહિનાઓની સરખામણીએ ફેબ્રુઆરીમાં બેન્કમાં રજા ઓછી હશે. બેંક રજાઓ ફક્ત રાજ્યો સુધી મર્યાદિત હોય છે, અને તે રાજ્ય-વિશિષ્ટ અથવા તહેવાર-સંબંધિત હોય છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દર મહિને રાજ્ય-વિશિષ્ટ બેંક રજાઓની જાહેરાત કરે છે. RBI ની યાદી અનુસાર 28 દિવસના ફેબ્રુઆરી મહિનામાં વિવિધ કારણોસર બેંકો કુલ 9 દિવસ બંધ રહેશે. આમાં જાહેર રજાઓ, રવિવાર અને બીજા અને ચોથા શનિવારનો સમાવેશ થાય છે.RBI અનુસાર ફેબ્રુઆરીમાં આ દિવસે બેન્કમાં રજા રહેશે1 ફેબ્રુઆરી (રવિવાર) – દેશભરની બધી બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે. 14 ફેબ્રુઆરી (શનિવાર) – બીજા શનિવારે દેશભરની બધી બેંકો બંધ રહેશે. 15 ફેબ્રુઆરી (રવિવાર) – બધી બેંકો સાપ્તાહિક ધોરણે બંધ રહેશે. 18 ફેબ્રુઆરી (બુધવાર) – લોસાર તહેવાર નિમિત્તે સિક્કિમની બધી બેંકોમાં રજા રહેશે. 19 ફેબ્રુઆરી (ગુરુવાર) – છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે મહારાષ્ટ્રની બધી બેંકો બંધ રહેશે. 20 ફેબ્રુઆરી (શુક્રવાર ) – અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં રાજ્ય સ્થાપના દિવસની રજા રહેશે. 22 ફેબ્રુઆરી (રવિવાર) – રવિવાર દેશની બધી બેંકો માટે સાપ્તાહિક રજા રહેશે. 27ફેબ્રુઆરી (શુક્રવાર) – મણિપુરમાં લુઇ-ન્ગાઇ તહેવાર પર બેંકો બંધ રહેશે. 28 ફેબ્રુઆરી (શનિવાર) – ચોથા શનિવારે દેશની બધી બેંકો બંધ રહેશે.બેંકો બંધ છતાં નાણાંકીય વ્યવહાર કરી શકશોફેબ્રુઆરીમાં આ દિવસોમાં બેંકમાં રજાઓ રહેશે. પરંતુ ઓનલાઈન બેંકિંગ (UPI, IMPS, NEFT, RTGS) અને ATM દ્વારા લોકો પૈસાની લેવડદેવડ અથવા અન્ય નાણાંકીય વ્યવહારો ચાલુ રાખી શકે છે. બેંક રજાઓથી આ સેવાઓ પ્રભાવિત થશે નહીં. ફેબ્રુઆરી 2026માં ભારતમાં મોટાભાગની બેંકમાં રજાઓ રહેશે. સિક્કિમમાં 18 ફેબ્રુઆરીએ લોસર ઉજવવામાં આવશે. મહારાષ્ટ્રમાં 19 ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ ઉજવવામાં આવશે. મિઝોરમ અને અરુણાચલ પ્રદેશમાં 20 ફેબ્રુઆરીએ રાજ્ય સ્થાપના દિવસ ઉજવવામાં આવશે. આ રજાઓ દરમિયાન ગ્રાહકોની સુવિધા માટે ડિજિટલ બેંકિંગ સેવાઓ ઉપલબ્ધ રહેશે.આ પણ વાંચો : Gold Silver Price Today: એક જ દિવસમાં ચાંદી એક લાખ રૂપિયા સસ્તી, સોનામાં પણ ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ

Read Full Story arrow_forward
Petrol Diesel Price Today: શનિવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત, જાણો આજનો લેટેસ્ટ રેટ
calendar_today January 31, 2026

Petrol Diesel Price Today: શનિવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત, જાણો આજનો લેટેસ્ટ રેટ

ભારતના પેટ્રોલ અને ડીઝલના ભાવ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે, જે મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ અને રૂપિયા અને ડોલર વચ્ચેના વિનિમય દર પર આધારિત હોય છે. દેશની મોટી તેલ કંપનીઓ જેમ કે ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ રોજની કિંમત નક્કી કરે છે અને તેને જાહેર કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થતી ઊથલપાથલ ભારતીય બજારમાં ઇંધણના દરને અસર પહોંચાડે છે. તેથી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કે ઘટાડો જોવા મળે છે. આજે બદલાયા પેટ્રોલ ડીઝલના ભાવ ? આજે 31 જાન્યુઆરી 2026 ના રોજ ભારતના મુખ્ય શહેરો માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જો કે હજી સુધી તો પેટ્રોલ ડિઝલના ભાવમાં કોઇ ફેરફાર ખાસ આવ્યો નથી. પરંતુ વિવિધ શહેરોમાં તેના ભાવમાં વધ ઘટ જોવા મળી શકે છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના વિવિધ શહેરોમાં શું છે આજનો લેટેસ્ટ ભાવ દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ? દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 104.21 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.15 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે. ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.75 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.34 રૂપિયા પ્રતિ લિટર છે. ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર) શહેર પેટ્રોલ ડીઝલઅમદાવાદ 94.50 રૂપિયા 90.17 રૂપિયા ભાવનગર 95.93 રૂપિયા 91.60 રૂપિયાગાંધીનગર 94.65 રૂપિયા 90.32 રૂપિયાસુરત 94.53 રૂપિયા 90.23 રૂપિયાજામનગર 94.39 રૂપિયા 91.06 રૂપિયારાજકોટ 94.27 રૂપિયા 84.95 રૂપિયાવડોદરા 94.11 રૂપિયા 89.78 રૂપિયાએસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો. ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો. હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો.  Gold Silver Price Today: એક જ દિવસમાં ચાંદી એક લાખ રૂપિયા સસ્તી, સોનામાં પણ ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ

Read Full Story arrow_forward