Surendranagar: અમદાવાદથી દારૂ ભરેલી કાર સાથે મોરબી તરફ જતા બે શખ્સો પકડાયા
ધ્રાંગધ્રા તાલુકા પોલીસને સફેદ કલરની એસ્ક્રોસ કાર વિદેશી દારૂ ભરી ધ્રાંગધ્રાથી મોરબી તરફ જતી હોવાની બાતમી મળતા કુડા ચોકડી પાસે વોચ રખાઈ હતી. જેમાં બાતમીવાળી કાર આવતા તેને રોકી તપાસ કરતા તેના બોનેટ, ડેશબોર્ડ અને બ્રેક લાઈટમાં ચોરખાના બનાવી સંતાડેલી દારૂની 41 બોટલ મળી આવી હતી. આથી પોલીસે કારના ચાલક રાજસ્થાનના સેંધારામ જલારામ રબારી અને જેકારામ ધમારામ ભાટીની પુછપરછ કરતા આ દારૂ અમદાવાદના પંશીરામ યાદવે ભરી આપ્યો હોવાનું તથા મોરબી લઈ જતા હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે રૂ.2,95,200નો દારૂ, કાર અને 4 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 6,45,200ની મત્તા સાથે બન્નેની ધરપકડ કરી ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન ઉમીયા ટાઉનશીપના છેલ્લા મકાનમાં દારૂ વેચાતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં કમલેશ કેશવલાલ લાંઘણોજા વિદેશી દારૂની 40 બોટલ કિંમત રૂ. 60 હજાર સાથે પકડાયો હતો. આ દારૂ તે દસાડા તાલુકાના પીપળીના વસંત કાનજીભાઈ મકવાણા પાસેથી લાવ્યો હોવાનું ખુલતા બન્ને સામે ગુનો નોંધી વસંત મકવાણાને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward